Home> Entertainment
Advertisement
Prev
Next

બેંકમાં કેશિયર હતા 'CID' ના ACP Pradyuman, આ એક તકે બનાવી દીધા એક્ટર

શિવાજી સાટમ (Shivaji Satam) પણ તે એક્ટર્સમાં સામેલ છે જે ખૂબ એજ્યુકેટેડ છે. તેમનો જન્મ 21 એપ્રિલ, 1950ના રોજ મહરાષ્ટ્રના મુંબઇ પાસે સ્થિત માહિમમાં થયો હતો. તેમણે ફિજિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. 

બેંકમાં કેશિયર હતા 'CID' ના ACP Pradyuman, આ એક તકે બનાવી દીધા એક્ટર

નવી દિલ્હી: બોલીવુડની 'સૂર્યવંશમ', 'નાયક' જેવી મોટી ફિલ્મો અને ઘના ટીવી શોઝમાં પોતાના દમદાર અભિનયના લીધે જાણિતા શિવાજી સાટમ (Shivaji Satam) નો આજે જન્મદિવસ છે. ભલે શિવાજી ઘણી ફિલ્મો અને ટીવી શોઝમાં કામ કર્યું હોય પરંતુ એમ કહેવું ખોટું નથી કે તેમની ઓળખ 'સીઆઇડી' (CID) ના 'ACP પ્રદ્યુમન' ના પાત્રથી મળી છે. શું તમને ખબર છે કે શિવાજી સાટમ (Shivaji Satam) એક જમાનામાં બેંકમાં નોકરી કરતા હતા, તેમનું એક્ટિંગની દુનિયામાં આવવાનો કિસ્સો પણ ખૂબ ફિલ્મી છે.

Coronavirus Impact: Emergency માં આ રીતે કરો પૈસાની વ્યવસ્થા, તાત્કાલિક એકાઉન્ટમાં આવી જશે રકમ

ફિજિક્સમાં ગ્રેજ્યુએટ 
શિવાજી સાટમ (Shivaji Satam) પણ તે એક્ટર્સમાં સામેલ છે જે ખૂબ એજ્યુકેટેડ છે. તેમનો જન્મ 21 એપ્રિલ, 1950ના રોજ મહરાષ્ટ્રના મુંબઇ પાસે સ્થિત માહિમમાં થયો હતો. તેમણે ફિજિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. એટલું જ નહી ત્યારબાદ તેમણે બેંક એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા કર્યું. 

આ બેંકમાં કરતા હતા જોબ
બેંક એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા કર્યા બાદ શિવાજી સાટમ (Shivaji Satam) એ બેકિંગને જ પોતાના ભવિષ્યના રૂપમાં પસંદ કર્યું. તે ડિપ્લોમા કર્યા બાદ સેંટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં કેશિયર તરીકે જોબ કરવા લાગ્યા. પરંતુ કિસ્મતને બીંજુ કંઇક જ મંજૂર હતું. એટલા માટે એક અવસરે તેમને કેશિયરમાંથી એક્ટર બનાવી દીધા. 

સરકારના મોઢે મોટો તમાચો - હોસ્પિટલમાં બેડ ન હોવાથી દર્દી ઘરેથી ખાટલો લઈ આવ્યા

'નાયક' અને 'સૂર્યવંશમ' જેવી ફિલ્મોમાં યાદગાર પાત્રો
શિવાજી સાટમ (Shivaji Satam) ને ભલે તેમના 'ACP' વાળા પાત્ર અને 'દયા કુછ તો છે...' વાળા ડાયલોગથી ઓળખ મળી પરંતુ તેમણે ઘણી મોટી ફિલ્મોમાં મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યા છે. 'નાયક', 'વાસ્તવ', 'ગુલાબ-એ-મુસ્તફા', 'ચાઇના ગેટ', 'યશવંત' 'જિસ દેશ મેં ગંગા રહેતા હૈ' અને 'સૂર્યવંશમ' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More