Home> Entertainment
Advertisement
Prev
Next

આમિર ખાનના પુત્રનો રાની મુખર્જીની સાથે ફોટો થયો VIRAL, આ કારણથી હેરાન છે એક્ટર

સુપરસ્ટાર આમિર ખાને પોતાના પુત્ર જુનૈદ ખાનના જન્મદિવસ પર એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં જુનૈદ અને રાની સાથે દેખાઇ રહ્યા છે. આમિર ખાન કહ્યું છે કે તે હેરાન છે કે આખરે જુનૈદ રાનીને કેવી રીત આકર્ષી લીધી. આમિરે સોમવારે ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો જેમાં રાની મુખર્જીની બાજુમાં ઉભેલો જુનૈદ ખુબ ખુશ દેખાઇ રહ્યો છે આ ફોટામાં રાની પણ જુનૈદ તરફ જોઇને હસતી જોવા મળી રહી છે. 

આમિર ખાનના પુત્રનો રાની મુખર્જીની સાથે ફોટો થયો VIRAL, આ કારણથી હેરાન છે એક્ટર

નવી દિલ્હી: સુપરસ્ટાર આમિર ખાને પોતાના પુત્ર જુનૈદ ખાનના જન્મદિવસ પર એક સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં જુનૈદ અને રાની સાથે દેખાઇ રહ્યા છે. આમિર ખાન કહ્યું છે કે તે હેરાન છે કે આખરે જુનૈદ રાનીને કેવી રીત આકર્ષી લીધી. આમિરે સોમવારે ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો જેમાં રાની મુખર્જીની બાજુમાં ઉભેલો જુનૈદ ખુબ ખુશ દેખાઇ રહ્યો છે આ ફોટામાં રાની પણ જુનૈદ તરફ જોઇને હસતી જોવા મળી રહી છે. 

આમિરે તેની કેપ્શનમાં લખ્યું, 'હું હૈરાન છું કે તે રાનીને ખુશ કરવામાં કેવી રીતે સફળ રહ્યો. હું ક્યારેય કરી ન શક્યો! હેપ્પી બર્થડે જુનસી.' આમિર અને રાની 'તલાશ,' 'ગુલામ' અને મંગલ પાંડેય: ધર રાઇઝિંગ' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. જુનૈદની બહેન ઇરા ખાને પણ પોતાના ભાઇનો એક ફોટો ઇંસ્ટાગ્રામ પર શેર કરી લખ્યું: ''હેપ્પી બર્થડે જુન્નૂ.''

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I wonder how he managed to charm Rani... I never did ! Happy Birthday Junsie 😘

A post shared by Aamir Khan (@_aamirkhan) on

તમને જણાવી દઇએ કે આમીરની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' છે. આ ફિલ્મ 1994માં આવેલી હોલીવુડ બ્લોકબસ્ટર ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની રિમેક છે. તેને અતુલ કુલકર્ણીએ લખી છે અને અદવૈત ચંદન તેના નિર્દેશક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More