Home> Entertainment
Advertisement
Prev
Next

આમિર ખાનની 'લાલ સિંહ ચડ્ઢા'ને લઈને મોટી જાહેરાત, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ  'લાલ સિંહ ચડ્ઢા' આ વર્ષે રિલીઝ થશે નહીં. ફિલ્મની રિલીઝને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 
 

આમિર ખાનની 'લાલ સિંહ ચડ્ઢા'ને લઈને મોટી જાહેરાત, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

નવી દિલ્હીઃ આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'ના રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. આ ફિલ્મ માટે હવે દર્શકોએ આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. મેકર્સે તે વાતની જાહેરાત કરી દીધી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ક્રિસમસના તહેવાર પર  'લાલ સિંહ ચડ્ઢા' રિલીઝ થવાની હતી, પરંતુ હવે તમારે તેના માટે વધુ એક વર્ષ રાહ જોવી પડશે. 

આમિર ખાનની ફિલ્મ  'લાલ સિંહ ચડ્ઢા' હવે આગામી વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે ફિલ્મના મેકર્સ નથી ઈચ્છતા કે આમિરની આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવે. આ કારણ છે કે  'લાલ સિંહ ચડ્ઢા'ની રિલીઝ ડેટને પોસ્ટપોન કરી દેવામાં આવી છે. 

કોરોના વાયરસ લૉકડાઉન બાદ આમિર ખાને હવે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આમિર ખાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તેઓ તુર્કીમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને લઈને આમિરે જ્યાં કોલકત્તાથી લઈને પંજાબ, રાજસ્થાન, ગુજરાત જેવા ઘણા રાજ્યોમાં શૂટિંગ કર્યું છે તો હવે વિદેશના શૂટિંગ શેડ્યૂલને પૂરુ કરવામાં આવશે.

સુશાંત કેસઃ સામે આવી રિયાની ITR માહિતી, કંપનીમાં શેરથી લઈને FD સુધીનો ખુલાસો

 'લાલ સિંહ ચડ્ઢા' ફિલ્મ રોબર્ટ જેમેકિસ દ્વારા ડાયરેક્ટેડ 1994ની ફિલ્મ 'ફોરેસ્ટ ગંપ'ની સત્તાવાર હિન્દી રીમેક છે. ફિલ્મ ફોરેસ્ટ ગંપમાં મુખ્ય ભૂમિકામાં હોલીવુડ સુપરસ્ટાર ટોમ હેન્ક્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મએ ઓસ્કારની સાથે અન્ય એવોર્ડ પોતાના નામે કર્યાં હતા.  'લાલ સિંહ ચડ્ઢા'ના ડાયરેક્ટર અદ્વૈત ચંદન કરી રહ્યાં છે, તો આમિર ખાન અને તેમની પત્ની કિરણ રાવ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મમાં કરીના અને આમિરની જોડી બનેલી છે. આ પહેલા 'થ્રી ઇડિયટ્સ' અને 'તલાશ' જેવી ફિલ્મમાં બંન્ને સાથે કામ કરી ચુક્યા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More