Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંતના ફાર્મ હાઉસ 'Hangout Villa'ના 4 નવા VIDEO એ રિયા ચક્રવર્તીની પોલ ખોલી

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં હવે તેનું લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ ખુબ ચર્ચામાં છે. આ ફાર્મ હાઉસની ચર્ચા તો તમે સાંભળી હશે પરંતુ હવે અહીં અમે તમને સુશાંતના ફાર્મ હાઉસની અંદરના ચાર નવા વીડિયો બતાવી રહ્યાં છીએ જે જોતા તમને ખબર પડશે કે સુશાંત કેટલો હસમુખો, ખુશખુશાલ અને સ્વસ્થ હતો. હવે સવાલ એ થાય છે કે અચાનક એવું તે શું થયું કે તેની માનસિક સ્થિતિ બગડી ગઈ. આ વીડિયો દર્શાવે છે કે સુશાંતની તબિયત અને તેની માનસિક સ્થિતિને લઈને મોટુ જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. 

 સુશાંતના ફાર્મ હાઉસ 'Hangout Villa'ના 4 નવા VIDEO એ રિયા ચક્રવર્તીની પોલ ખોલી

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં હવે તેનું લોનાવાલા સ્થિત ફાર્મ હાઉસ ખુબ ચર્ચામાં છે. આ ફાર્મ હાઉસની ચર્ચા તો તમે સાંભળી હશે પરંતુ હવે અહીં અમે તમને સુશાંતના ફાર્મ હાઉસની અંદરના ચાર નવા વીડિયો બતાવી રહ્યાં છીએ જે જોતા તમને ખબર પડશે કે સુશાંત કેટલો હસમુખો, ખુશખુશાલ અને સ્વસ્થ હતો. હવે સવાલ એ થાય છે કે અચાનક એવું તે શું થયું કે તેની માનસિક સ્થિતિ બગડી ગઈ. આ વીડિયો દર્શાવે છે કે સુશાંતની તબિયત અને તેની માનસિક સ્થિતિને લઈને મોટુ જૂઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. 

સુશાંતના નિધનના 3 મહિના બાદ વાયરલ થયા આ PHOTOS, 7મી તસવીર જોઈને હોશ ઉડી જશે

સુશાંતના ફાર્મ હાઉસના ચાર નવા વીડિયો
સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસ 'હેંગવિલા આઉટ' (Hangout Villa) માં કોઈ જ વસ્તુની કમી નહતી. સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમેટ સેમ્યુઅલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંતના ફાર્મ હાઉસના આ વીડિયો શેર કર્યા છે. અત્યાર સુધી તમે સુશાંતના ફાર્મ હાઉસની બહારની તસવીરો જ જોઈ હશે. પણ હવે તમે તેની અંદરની તસવીરો જુઓ. 

જુઓ VIDEO

આ વીડિયો સાક્ષી પૂરે છે કે સુશાંત ખુશ હતો અને વીડિયોમાં પણ જોવા મળી રહ્યું છે કે સુશાંતનું મગજ  અને તેનું શરીર બિલકુલ યોગ્ય રીતે કામ કરી રહ્યા હતાં. આ ચારેય વીડિયો એક સાથે ભેગા કરીને બતાવી રહ્યાં છીએ જેમાં સુશાંતની ફિટનેસ અને ખુશી જોઈને તમે પણ દંગ રહી જશો. 

નિશાનબાજી  કરતો સુશાંત
આ ક્લિપમાં સુશાંત પોતાના ફાર્મ હાઉસ પર નિશાનબાજી કરી રહ્યો છે. એક જ નિશાનમાં તે સામે રાખેલી બોટલ પાડી નાખે છે. અચૂક નિશાન લાગતા સુશાંતની ખુશી પણ તમે વીડિયોમાં જોઈ શકો છો. 

ગિટાર બજાવતો સુશાંત
આ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત પોતાના ફાર્મ હાઉસની બાલકનીમાં પોતાના કેટલાક મિત્રો સાથે બેઠો છે અને ગિટાર બજાવી રહ્યો છે. પાછળથી ગીતનો અવાજ આવે છે. આ ગીત છે લગ જા ગલે... ઢળતી સાંજ સાથે આ ગીત સુશાંત એકદમ મગ્ન થઈને સાંભળતો જોવા મળે છે. 

સુશાંતના આ PHOTOS તમને રડાવી દેશે, રિયાનો પ્રેમના નામે દગાબાજીનો સૌથી મોટો પુરાવો

શિવ ભક્ત સુશાંત
આપણે બધા જાણીએ છીએ કે સુશાંત ભગવાન શિવનો ભક્ત હતો. ત્રીજા વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં કેટલાક મંત્રોચ્ચાર સંભળાય છે. આ સાથે જ ખુબસુરત નજારો પણ જોવા મળે છે. 

ટેબલ ટેનિસ રમતો સુશાંત
ચોથી વીડિયો ક્લિપમાં સુશાંત પૂરેપૂરી એનર્જીથી ટેબલ ટેનિસ રમતો જોવા મળે છે. આ વીડિયોમાં તે જોશથી ભરેલો જોવા મળે છે. આને જોઈને કોણ કહે કે સુશાંત ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. આ વીડિયો દર્શાવે છે કે સુશાંત જો સટિક નિશાન લગાવી શકતો હોય, ટેબલ ટેનિસ રમતો હોય, ગિટાર બજાવે તો તેનો અર્થ એ છે કે તે માનસિક અને શારીરિક રીતે ફિટ હતો. 

સુશાંત કેસમાં મોટો વળાંક, રિયાએ બોલિવુડના 25 નશેબાજ લોકોના નામ

2.5 લાખ રૂપિયા ભાડુ
કહેવાય છે કે સુશાંત સિંહ રાજપૂતે આ ફાર્મ હાઉસ ભાડે લીધુ હતું. આ માટે સુશાંત સિંહ રાજપૂત દર મહિને લગભગ 2.5 લાખ રૂપિયા ભાડુ ચૂકવતો હતો. NCBના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ફાર્મ  હાઉસ પર સુશાંત સિંહ રાજપૂત રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, સિદ્ધાર્થ પિઠાની તથા તેમના મિત્રો સાથે પાર્ટી કરતા હતાં. આ સાથે જ બોલિવુડના અનેક મોટા લોકો પણ આ ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા હતાં. સ્પષ્ટ છે કે NCB સુશાંતના ફાર્મ હાઉસ દ્વારા ડ્રગ્સ સિન્ડિકેટની મોટી માછલી સુધી પહોંચવાની કોશિશમાં છે. 

આ નવા વીડિયોઝ જોયા બાદ સુશાંતના ફેન્સ હવે સવાલ પૂછી રહ્યાં છે કે રિયા સાથે મુલાકાત બાદ થોડા જ સમયમાં બધુ બદલાઈ કેવી રીતે ગયું? સુશાંત અચાનક બીમાર કેવી રીતે થઈ ગયો?

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More