Home> Entertainment
Advertisement
Prev
Next

Tiger 3 માં શાહરુખ-સલમાનના એક સીન પર ખર્ચ થયા 30 કરોડ, જય-વીરુ જેવી દેખાશે આ જોડી

Tiger 3: શાહરૂખ ખાનના કેમિયો અંગે જાણકારી સામે આવી છે કે ટાઈગર 3માં જ્યારે શાહરુખ ખાન એન્ટ્રી કરશે ત્યારે આ સીનને શોલેના જય-વીરુના સીનની જેમ બતાવવામાં આવશે. આ સીનનું શૂટિંગ મડ આઈલેન્ડમાં થયું છે. આ કેમિયો સિક્વન્સ પર 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

Tiger 3 માં શાહરુખ-સલમાનના એક સીન પર ખર્ચ થયા 30 કરોડ, જય-વીરુ જેવી દેખાશે આ જોડી

Tiger 3: સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 ને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. તેમાં પણ જ્યારથી સલમાન ખાનની ફિલ્મની પહેલી ઝલક ટીઝરમાં જોવા મળી છે ત્યારથી લોકોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. સાથે જ આ ફિલ્મને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો કેમિયો પણ કન્ફર્મ થયો છે. જેના કારણે ફેન્સની ઉત્તેજના વધી ગઈ છે. ટાઈગર 3માં શાહરૂખના કેમિયોને લઈને મોટી જાણકારી સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં શાહરૂખ લગભગ 25 મિનિટનો કેમિયો કરશે.

આ પણ વાંચો:

ફિલ્મ માટે ફિલ્મમેકરે સેક્સની ઓફર કરી, ના કહી તો ફિલ્મમાંથી કરી બહાર : ઈશા ગુપ્તા

Anushka Shrama: વિરાટ કોહલી બીજી વખત બનશે પિતા, અનુષ્કા શર્મા બીજીવાર પ્રેગ્નેંટ

રણબીર કપૂર માસૂમમાંથી બન્યો ખતરનાક, એનિમલ ફિલ્મનું ટીઝર જોઈ લોકોના ઉડી ગયા હોશ

જોવા મળશે જય-વીરુ સ્ટાઈલ 

શાહરૂખ ખાનના કેમિયો અંગે જાણકારી સામે આવી છે કે ટાઈગર 3માં જ્યારે શાહરુખ ખાન એન્ટ્રી કરશે ત્યારે આ સીનને શોલેના જય-વીરુના સીનની જેમ બતાવવામાં આવશે. આ સીનનું શૂટિંગ મડ આઈલેન્ડમાં થયું છે. આ કેમિયો સિક્વન્સ પર 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જેના માટે મડ આયલેન્ડમાં પાકિસ્તાની જેલનો સેટ બનાવવામાં આવ્યો હતો. જ્યાંથી પઠાન ટાઈગરને બચાવશે. ત્યારબાદ બંને જેલમાંથી ભાગી જશે. આ ખાસ સીન માટે મેકર્સે 30 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

300 કરોડનું ટાઈગર 3નું બજેટ

ટાઈગર 3 ના બજેટની વાત કરીએ તો તે લગભગ 300 કરોડ રૂપિયા હોવાનું ચર્ચાય છે. ફિલ્મની એકશન સીક્વન્સ, કાસ્ટની ફી અને ગ્રાફિક્સ પર મોટી રકમ ખર્ચવામાં આવી છે. ટાઈગર 3ની રિલીઝ ડેટની વાત કરીએ તો ફિલ્મ 10મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ વખતે દિવાળી પર સલમાન ખાન જોરદાર ધમાકો કરવા માટે તૈયાર છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More