નવી દિલ્હી: સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) ને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળતો જોવા મળી રહ્યો છે. 27 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં. રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મને અક્ષયકુમાર ઉપરાંત કરીના કપૂર ખાન, દિલજીત દોસાંજ, અને કિયારા અડવાણી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની બીજા દિવસની કમાણી પણ હવે સામે આવી ગઈ છે. જેને જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ લોકોને ખુબ પસંદ પડી રહી છે.
બોક્સ ઓફિસ ઈન્ડિયાના જણાવ્યાં મુજબ ગુડ ન્યૂઝ ફિલ્મ જ્યાં ઓપનિંગ ડે પર લગભગ 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી ત્યાં બીજા દિવસે પણ ફિલ્મે લગભગ 22 કરોડ રૂપિયાની કમાણી કરી. આમ જોઈએ તો ફિલ્મે બે દિવસમાં લગભગ 40 કરોડ રૂપિયા ભેગા કર્યાં. કેસરી જેવી ઉત્તમ ફિલ્મ બાદ જ્યાં હાઉસફૂલ-4 ફિલ્મમાં અક્ષયકુમાર રૂટિન એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો. ત્યારે આ ફિલ્મમાં તેના કોમેડી અંદાજે ફરીએકવાર લોકોને તેના કાયલ કર્યાં.
આ ફિલ્મમાં અક્ષય એકદમ નેચરલ ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે કરીના કપૂર ખાન લગ્નના સાત વર્ષ સુધી માતા ન બનવાનું દર્દ સારી રીતે રજુ કરી શકી છે. દિલજીત અને કિયારાને મોટા પડદે અક્ષય કરીનાથી થોડો ઓછો સ્ક્રિન ટાઈમ મળ્યો પરંતુ બંનેએ સારી મહેનત કરી જે દેખાઈ આવે છે. આમતો કહેવાય છે કે અક્ષયકુમાર જ્યારે સ્ક્રિન પર હોય ત્યારે આજુબાજુના કલાકારો પર નજર જાય નહીં. પરંતુ આ ફિલ્મમાં દિલજીત દોસાંજે પણ પોતાની ઉપસ્થિતિની નોંધ લેવી પડે તેવો અભિનય કર્યો છે. કિયારાએ દિલજીતની પંજાબી વાઈફની ભૂમિકા સારી રીતે નિભાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે