Home> Business
Advertisement
Prev
Next

'ZEEL ને નહીં Invesco ને કરો સવાલ'- ડો. સુભાષ ચંદ્રાએ પૂછ્યુ- 'ઇન્વેસ્કો કોનું પ્યાદુ છે? તે રોકાણકારોને ગેરમાર્ગે કેમ દોરે છે?

ZEEL-SONY merger: ઝી એન્ટરટેઈનમેન્ટના મામલામાં ઇન્વેસ્કો ખુદ સવાલોના ઘેરામાં છે. હવે ZEEL ના ફાઉન્ડર સુભાષ ચંદ્રાએ ઇન્વેસ્કોને સવાલ કર્યો છે જે તેની મુશ્કેલી વધારી શકે છે. 

'ZEEL ને નહીં Invesco ને કરો સવાલ'- ડો. સુભાષ ચંદ્રાએ પૂછ્યુ- 'ઇન્વેસ્કો કોનું પ્યાદુ છે? તે રોકાણકારોને ગેરમાર્ગે કેમ દોરે છે?

નવી દિલ્હીઃ ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈનમેન્ટ (ZEEL) ની સાથે સોની પિક્ચર્સ (SPNI) ના મર્જરની જાહેરાતનું ઇન્ડસ્ટ્રીએ સ્વાગત કર્યું. શેર બજાર પણ ખુશ થયું હતું. શેરહોલ્ડરને પણ વિશ્વાસ છે. પરંતુ ઇનવેસ્કો હજુ પણ ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડને બદલવાની માંગ કરી રહ્યું છે. આ મામલામાં કેટલીક મીડિયા સંસ્થા  Zee ને આડાઅવળાં સવાલો કરી રહ્યું છે. તેમનું માનવું છે કે ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝે સવાલોનો જવાબ આપવો જોઈએ. પરંતુ આવા સમાચારો પાયાવિહોણા છે. કારણ કે ZEEL એ SONY ની સાથે ડીલ કરી શેરધારકોની સામે પોતાનો પ્લાન રજૂ કરી દીધો છે. ઇન્ડસ્ટ્રીની સાથે પણ ક્લારિટી છે. તો ઇન્વેસ્કોની ઈચ્છા પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. તેની પાછળ કોનો હાથ છે? આ સવાલથી ઇન્વેસ્કો ભાગી કેમ રહ્યું છે? 

ડીલમાં કેમ આડુ આવી રહ્યું છે ઇન્વેસ્કો?
ઝી એન્ટરટેઈનમેન્ટના મામલામાં ઇન્વેસ્કો ખુદ સવાલોના ઘેરામાં ફસાતું જોવા મળી રહ્યું છે. કારણ કે ઇન્વેસ્કોની પાસે તેનો કોઈ જવાબ નથી કે આખરે તે કોના ઇશારે કામ કરી રહ્યું છે? આખરે આટલી સારી ડીલમાં કેમ વિઘ્ન પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આખરે ઇન્વેસ્કો કોનું મહોરુ બનીને રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહ્યું છે? આવા અનેક સવાલ છે જે ઇન્વેસ્કોને લઈને ઉઠી રહ્યાં છે. ઇન્વેસ્કોએ આ મામલામાં પારદર્શિતા રાખી નથી.  ZEEL-SONY ના મર્જર બાદ બનનારી કંપનીમાં પુનીત ગોયનકા MD-CEO  હશે. આ વિશ્વાસ સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયાએ પણ વ્યક્ત કર્યો છે. પરંતુ ઇન્વેસ્કોને આ વાત કેમ ખટકી રહી છે? ઇન્વેસ્કો મેનેજમેન્ટમાં કોને રાખશે તે કેમ જણાવતી નથી?

જો નક્કર બોર્ડ નથી, તો ઇન્વેસ્કો શા માટે ફેરફાર ઇચ્છે છે?
ઇન્વેસ્કો પાસે એન્ટરટેઈનમેન્ટ ઉદ્યોગમાં નક્કર બોર્ડ દરખાસ્ત અથવા અનુભવ નથી. સવાલ એ છે કે, પછી ઇન્વેસ્કોનો ઇરાદો શું છે? એક તરફ, ઝી એન્ટરટેઇનમેન્ટના હાલના બોર્ડમાં વિવિધ ક્ષેત્રના અનુભવી અને જાણીતા નામોનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ઇન્વેસ્કોના બોર્ડમાં એવું કોઈ નામ નથી, જેને મીડિયા અને મનોરંજન ક્ષેત્રે કોઈ વિશાળ અનુભવ હોય. તો તેઓ કયા આધારે નામ આપવામાં આવ્યા છે? ઇન્વેસ્કોએ પારદર્શિતા સાથે બહાર આવવું જોઈએ.

સુભાષ ચંદ્રાના ઇન્વેસ્કોને સવાલ
ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડના ફાઉન્ડર ડો. સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra - Founder, Zee Entertainment Enterprises Limited) એ આ મામલા પર એક વીડિયો નિવેદન જાહેર કર્યુ છે. તેમણે કહ્યું- 'ZEEL વિશે જે પણ સવાલ છે તેના પર એટલું કહેવું જરૂરી છે કે આ કંપનીને પુનીત ગોયનકા ચલાવે, કે બીજુ કોઈ ચલાવે. કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ, જે આગળ વધારી શકે અને શેરધારકોને તેનો ફાયદો મળે. છેલ્લા આશરે 30 વર્ષોમાં મેં આ કંપનીને લોહી-પરસેવાથી મોટી કરી છે. કારણ કે, આજે મને તેનાથી કોઈ ફાયદો થશે, ન નુકસાન થશે. આ ઇન્ટરવ્યૂ હું CNBC, મની કંટ્રોલના સાથીઓને પણ આપવા ઈચ્છતો હતો. પરંતુ તે લેશે નહીં અને ચલાવશે પણ નહીં. કારણ કે તેનો પણ આમાં કોઈ અંગત ફાયદો જોવા મળી રહ્યો છે.'

ZEEL મામલામાં ટ્રાન્સપરન્ટ કેમ નથી ઇન્વેસ્કો
સુભાષ ચંદ્રાએ કહ્યુ- 'ઇન્વેસ્કો મોટુ ઇન્વેસ્ટર છે. પરંતુ ZEEL ના મામલામાં તે પારદર્શિતાથી તે જણાવી રહ્યું નથી કે, તેને લઈને તે શું કરશે. મેનેજમેન્ટ કોના હાથમાં આવશે. પુનીત ગોયનકાને હટાવવા ઈચ્છે છે તો હટાવી દે પરંતુ મેનેજમેન્ટ કોના હાથમાં આપશે તે કેમ જણાવતા નથી. શું ઇન્વેસ્કોએ કોઈ સાથે ડીલ કરી રાખી છે. બોર્ડમાં 6 ડાયરેક્ટરના નામનો પ્રસ્તાવ આપ્યો છે તેનું બેકગ્રાઉન્ડ શું છે? શું તેનો કોઈ X કંપની સાથે સંબંધ છે? કોઈ તેને લેવા ઈચ્છે છે શું? ઇન્વેસ્કોએ તેના પર સ્પષ્ટ વાત કરવી જોઈએ. પછી શેરધારકોને નક્કી કરવા દો કે શું તે ઇન્વેસ્કોની સાથે જવા ઈચ્છશે કે ZEEL-SONY ડીલની સાથે.'

રેગુલેટર્સે પણ પૂછવા જોઈએ ઇન્વેસ્કોને સવાલ
મીડિયા રિપોર્ટમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે રેગુલેટર્સ ZEEL ને સવાલ કેમ પૂછી રહ્યાં નથી. તેના જવાબમાં સુભાષ ચંદ્રાએ કહ્યુ- રેગુલેટર્ની પ્રથમ જવાબદારી માઇનોરિટી શેરહોલ્ડરના હિતોની રક્ષા કરવાની છે. તેણે પણ ઇન્વેસ્કોને સવાલ કરવો જોઈએ કે તે આ મામલામાં પારદર્શિતા રાખે. નાના શેરધારકોને તે નક્કી કરવા દે કે તે ZEEL-SONY ડીલની સાથે જવા ઈચ્છે છે કે પછી ઇન્વેસ્કોના પ્લાનની સાથે, જે હજુ સુધી સામે રાખવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More