Home> Business
Advertisement
Prev
Next

Infosys ના CEO પર લાગ્યા ગંભીર આરોપ, વધુ ફાયદો દેખાડવા માટે કરી હેરાફેરી

ફરિયાદ કરનારાઓનો આરોપ છે કે સલિલ પારેખે મોટી ડીલ માટે રિવ્યૂ અને મંજૂરીની પ્રક્રિયાને નજરઅંદાજ કરી દીધી અને ગત કેટલાક ત્રિમાસિકમાં ઘણી ડીલ થઇ જેમાં માર્જિન બિલકુલ ન હતું. વ્હીસલબ્લોઅર ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે ઇ-મેલ રેકોર્ડિંગ પણ છે. 

Infosys ના CEO પર લાગ્યા ગંભીર આરોપ, વધુ ફાયદો દેખાડવા માટે કરી હેરાફેરી

નવી દિલ્હી: દેશની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસીસ (Infosys) ને અમેરિકા આંચકો લાગ્યો છે. વ્હીસલબ્લોઅરના એક ગ્રુપે કંપનીના સીઇઓ  (CEO) પરીખ પર આરોપ લગાવ્યો છે કે તે ખોટી રીતે કંપનીની આવક અને ફાયદો વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ આરોપ બાદ લિસ્ટેડ કંપનીના એડીઆર (ADR)ના શેર લગભગ 16 ટકા સુધી ઘટી ગયા છે. એથિકલ એમ્પ્લોઝ નામથી એક ગ્રુપે તેની ફરિયાદ યૂએસ સિક્યોરિટી એન્ડ એક્સચેંજ કમીશન ઓફ ઇન્ફોસિસના બોર્ડ સમક્ષ કરી હતી. 

જેલમાં બંધ રતુલ પુરી સાથે પૂછપરછ કરશે ED, કોર્ટે આપી પરવાનગી

ફરિયાદ કરનારાઓનો આરોપ છે કે સલિલ પારેખે મોટી ડીલ માટે રિવ્યૂ અને મંજૂરીની પ્રક્રિયાને નજરઅંદાજ કરી દીધી અને ગત કેટલાક ત્રિમાસિકમાં ઘણી ડીલ થઇ જેમાં માર્જિન બિલકુલ ન હતું. વ્હીસલબ્લોઅર ગ્રુપે દાવો કર્યો છે કે તેમની પાસે ઇ-મેલ રેકોર્ડિંગ પણ છે. 

આજે દેશભરમાં બેંકોની હડતાળ, તેમછતાં આ બેંકોમાં થશે કામ

વ્હીલસલબ્લોઅર ગ્રુપે યૂએસ એસઇસી અને ઇન્ફોસીસના બોર્ડને એક મહિના પહેલાં ઇમેલ કર્યો હતો, જ્યારે 3 ઓક્ટોબરના રોજ અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટને પણ ઇમેલ દ્વારા તેની જાણકારી આપી હતી. તમને જણાવી દઇએ કે ઇન્ફોસિસ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ કંપની છે. લગભગ તેના 2.28 લાખથી વધુ કર્મચારી છે. કંપનીનો માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 47.7 અરબ ડોલરનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More