Home> Business
Advertisement
Prev
Next

Viral Video: HDFC ના મેનેજરે ઓનલાઇન મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, વીડિયો વાયરલ થયા બાદ સસ્પેંડ

Viral Video: એચડીએફસી બેંકની ઓનલાઈન મીટિંગની એક ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં મેનેજર તેના કર્મચારીઓ સાથે ગુગલ મીટ પર બંગાળી ભાષામાં ગેરવર્તણૂક કરતા જોઈ શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
 

Viral Video: HDFC ના મેનેજરે ઓનલાઇન મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, વીડિયો વાયરલ થયા બાદ સસ્પેંડ

HDFC Bank officer abusing employees: ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC ની ઓનલાઈન મીટિંગની ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં, એક મેનેજર Google મીટ પર બંગાળી ભાષામાં તેના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતા જોઈ શકાય છે. વીડિયો વાયરલ થયા બાદ મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વાયરલ વીડિયોમાં દેખાતા મેનેજરનું નામ પુષ્પાલ રોય છે, જે કોલકાતા શાખાના ક્લસ્ટર હેડ હતા. મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર, મેનેજર તેના કર્મચારીઓને એક દિવસમાં 75 વીમા પોલિસી ન વેચવા માટે ઠપકો આપી રહ્યા હતા. 

એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત
આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ
નીતા અંબાણીને સાડી પહેરાવનાર લાખોમાં લે છે ચાર્જ, 18 સેકન્ડમાં પહેરાવી દે છે સાડી

મનીકંટ્રોલના અનુસાર એક સ્ટેટમેંટમાં એચડીએફસી બેંકે કહ્યું કે, "આ મામલાની પ્રાથમિક તપાસના આધારે, સંબંધિત કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. 

Relationship Tips: કેમ પરિણીત પુરૂષો ઘર બહાર કરે છે લફરાં, સામે આવ્યું મોટું કારણ
49,000 હજારવાળો iPhone 11 ખરીદો 15 હજારમાં, Flipkart પરથી કરી શકો છો ઓર્ડર
મોટી તોંદવાળા માટે અમૃત સમાન છે આ ડ્રિંક, માત્ર 15 દિવસમાં ગાયબ થઇ જશે Belly Fat

સ્ટેંટમેન્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે વર્કપ્લેસ પર કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક માટે ઝીરો ટોલરેન્સની નીતિ છે. અમે અમારા તમામ કર્મચારીઓ સાથે ગરિમા અને આદર સાથે વર્તવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. 

શું કહી રહ્યો હતો તે અધિકારી
ટ્વીટર પર ઉપલબ્ધ વિડીયો અનુસાર અધિકારી તેના જુનિયરોને એક દિવસમાં 75 વીમા પોલિસી વેચવા કહેતો હતો. જોકે, મની કંટ્રોલ ટીમ અધિકારીનો સંપર્ક કરી શકી ન હતી. ભૂતકાળમાં પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં ટિયર 2 અને ટાયર 3 શહેરોમાં 75 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને વીમા પોલિસી વેચવામાં આવી હતી. બેંક અધિકારીઓ, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોમાં, વીમા જેવી થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સ વેચવા માટે ટોચના મેનેજમેન્ટ તરફથી ઘણા દબાણનો સામનો કરવો પડે છે. જો ટાર્ગેટ પૂરો ન થાય તો કર્મચારીઓને ઘણું નુકસાન વેઠવું પડે છે. બીજી બાજુ, લક્ષ્ય પૂર્ણ કરવા પર, તમને પ્રોત્સાહન મળે છે.

અહીં જાણો કયા અક્ષરવાળો યુવક બનશે તમારા માટે બેસ્ટ પાર્ટનર, કોણ વફાદાર કોણ દગાબાજ
June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી
ભારતના આ ગામમાં જન્મતાં જ બાળકોના થઇ જાય છે મોત! 500 વર્ષોથી છે શ્રાપ
Cycling: 30 મિનિટ સાયકલિંગના ફાયદા જાણશો તો આજે જ ખરીદી લેશો, સાયકલ ચલાવો, ફીટ રહો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More