Home> Business
Advertisement
Prev
Next

ભારત પાછો આવવા માગે છે ભાગેડુ માલ્યા, બેંકની લોન ચૂકવવા પણ તૈયાર, આ છે પ્લાન

હાલમાં વિજય માલ્યાએ વડાપ્રધાન અને નાણામંત્રીને લખેલો કાગળ પણ ટ્વિટ કર્યો હતો

ભારત પાછો આવવા માગે છે ભાગેડુ માલ્યા, બેંકની લોન ચૂકવવા પણ તૈયાર, આ છે પ્લાન

નવી દિલ્હી : ભાગેડુ જાહેર થઈ ચુકેલો વિજય માલ્યા આખરે ભારતીય બેંકોની લોન ચૂકવવા માટે તૈયાર છે. તે ભારત પરત ફરીને આ લોન ચૂકવવા માગે છે. આ માટે વિજ માલ્યાએ એક નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે તે લોન ચૂકવવા માટે તમામ સંભવિત પ્રયાસ કરી રહ્યો છે. તેણે દાવો કર્યો છે કે તે પહેલાં જ લોન ચૂકવી દેવા માગતો હતો પણ તેને સરકારની મદદ નહોતી મળી. વિજય માલ્યાએ હવે 22 જૂને કર્ણાટક હાઇ કોર્ટમાં અપીલ કરી છે કે તેને 13,900 કરોડ રૂ.ની સંપત્તિ્ વેચવાની પરવાનગી આપવામાં આવે. 

બેંકોને અબજો રુપિયામાં નવડાવીને લંડનમાં જલસા કરી રહેલા એક સમયના લિકર કિંગ વિજય માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પોતાનો બળાપો કાઢ્યો કર્યો છે. કૌભાંડી માલ્યાએ લખ્યું છે કે, તે બેંકોની બાકી નીકળતી રકમની ચુકવણી કરવા પૂરી કોશિશ કરી રહ્યો છે. પણ બેંકોને ચૂનો લગાવનારા ‘પોસ્ટર બોય’ તરીકે તેને રજૂ કરવામાં આવી રહ્યો છે. અને મારું નામ આવતા જ લોકોનો ગુસ્સો ભડકી ઉઠે છે. વિજય માલ્યા હાલમાં લંડનમાં છે. તેણે કહ્યું છે કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાં પ્રધાન બંનેને 15મી એપ્રિલ 2016ના રોજ પત્ર લખ્યો હતો. અને હવે હું ચીજોને યોગ્ય સંદર્ભમાં રજૂ કરવા માટે આ પત્રોને સાર્વજનિક કરી રહ્યો છું. માલ્યાએ કહ્યું કે પીએમ કે નાણાં મંત્રી બંનેમાંથી કોઈએ તેનો જવાબ ન આપ્યો. 

એરફોર્સનું સુખોઈ જેટ મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ, બે પાઇલોટ્સનો આબાદ બચાવ

વિજય માલ્યાએ કહ્યું છે કે રાજનેતાઓ અને મીડિયા મારી પર એવી રીતે આરોપ લગાવી રહ્યા છે જાણે કિંગફિશર એરલાઇન્સને આપવામાં આવેલી 9 હજાર કરોડ રૂ.ની લોન મેં ચોરી લીધી હોય અને હું ભાગી ગયો હોઉં. વિજય માલ્યાએ આ મામલામાં સીબીઆઇ તેમજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી તેની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલા આરોપપત્રોને આધારહીન અને ખોટા આરોપોની કાર્યવાહી ગણાવ્યા છે. વિજય માલ્યાએ કહ્યું છે કે ઇડીએ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત મારી અને મારા પરિવારની સંપત્તિ જપ્ત કરી લીધી છે જેનું મૂલ્ય લગભગ 13,900 કરોડ રૂ. છે. માલ્યાએ આ સંપત્તિ વેચવાની પરવાનગી આપવા માટે કર્ણાટક હાઇકોર્ટમાં 22 જને અરજી આપી છે. આ સંપત્તિ વેચીને વિજય માલ્યા તમામ લોન ચૂકવી દેવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય બેન્કોના નાણાં ચૂકવ્યા વગર બ્રિટન ભાગી ગયા પછી માલ્યા પર ભારત અને બ્રિટનમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના ઘણા કેસ ચાલી રહ્યા છે. બ્રિટનની કોર્ટમાં ભારત સરકાર દ્વારા હાલ માલ્યાના પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે.

બિઝનેસ જગતના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More