Home> Business
Advertisement
Prev
Next

Union Budget 2021 ની જાહેરાત પહેલાં સેંસેક્સમાં 490 પોઇન્ટનો ઉછાળો

આજે ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા સાત બજેટોમાંથી બે વાર બજેટ રજૂ થતાં પહેલાં શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે.

Union Budget 2021 ની જાહેરાત પહેલાં સેંસેક્સમાં 490 પોઇન્ટનો ઉછાળો

નવી દિલ્હી: આજે ભારત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા સાત બજેટોમાંથી બે વાર બજેટ રજૂ થતાં પહેલાં શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 ના બજેટ પહેલાં પણ શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. 

સેંસેક્સમાં તેજી પરત ફરી
સામાન્ય બજેટ પહેલાં સોમવારે દેશના શેર બજારમાં જોરદાર તેજી પરત ફરી હતી. ગત છ સત્રથી ચાલી રહેલા ઘટાડાને બ્રેક લાગી અને સેંસેક્સ 490 પોઇન્ટથી વધુના વધારા સાથે 46,700ની ઉપર જતો રહ્યો અને નિફ્ટી પણ 100 પોઇન્ટથી વધુ તેજી સાથે 13,750 ની નજીક કારોબાર કરી રહ્યો હતો. 

સેંસેક્સ સવારે 9.21 વાગે સત્ર સત્રથી 260.72 પોઇન્ટ એટલે કે 0.56 ટકાના વધારા સાથે 46,546.49 પર કારોબાર કરી રહ્યા હતા જ્યારે નિફ્ટી 115.30 પોઇન્ટ એટલે કે 0.85 ટકાનો વધારા સાથે 13,749.90 પર છે. 

Budget 2021 પહેલાં LPG સિલિન્ડરને લઇને ખુશખબરી, હવે આ ભાવે મળશે ગેસ

332.18 પોઇન્ટની મજબૂત બઢત
મુંબઇ સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 30 શેર પર આધારિત મુખ્ય સંવેદી ઇન્ડેક્સ સેંસેક્સ ગત સત્રથી 332.18 પોઇન્ટની મજબૂત બઢત સાથે 46,617.95 પર ખુલ્યો અને 46,777.56  સુધી ઉછળ્યો જ્યારે નીચલું સ્તર આ દરમિયાન 45,543.25 રહ્યું. 

નેશનલ સ્ટોક એક્સચેંજ (બીએસઇ)ના 50 શેર પર આધારિત મુખ્ય સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી પણ ગત સત્ર કરતાં 124 પોઇન્ટની તેજી સાથે 13,758.60 પર ખુલ્યો અને  13,773.80 સુધી ઉછળ્યો જ્યારે આ દરમિયાન નિફ્ટીનું નિચલું સ્તર 13,696.10 રહ્યું. 

Union Budget 2021-22: બહી-ખાતામાં શું હશે? આ છે બજેટ સાથે જોડાયેલી 5 ભવિષ્યવાણીઓ

બજેટ રજૂ થયા બાદ જોવા મળ્યો ઉછાળો
કેન્દ્રની મોદી સરકર અત્યાર સુધી 7 બજેટ સંસદમાં રજૂ કરી ચૂકી છે. બજેટ રજૂ થતાં પહેલાં પાંચ વાર શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે મોટાભાગના અવસર પર બજેટ રજૂ થયા બાદ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ રજૂ કરતાં પહેલાં પાંચ કારોબારી સત્રોમાં શેર બજારમા6 3.44 ટકાનો ઘટાડો નોંધાયો છે. બજેટ રજૂ થયા બાદ શેર બજારમાં 3.53 ટકાની તેજી જોવા મળી હતી. 

બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More