Home> Business
Advertisement
Prev
Next

Budget 2022: બજેટ પર પીએમ મોદીએ આપી પહેલી પ્રતિક્રિયા, જાણો અને શું-શું કહ્યું

Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી હતી. નિષ્ણાતો કહે છે કે આ બેલેન્સ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે.

Budget 2022: બજેટ પર પીએમ મોદીએ આપી પહેલી પ્રતિક્રિયા, જાણો અને શું-શું કહ્યું

નવી દિલ્હી: Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી હતી. નિષ્ણાતો કહે છે કે આ બેલેન્સ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની સાથે સામાન્ય માણસ માટે ઘણી નવી તકો ઊભી કરશે. આ બજેટનું મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે.

દરેક ગરીબ પાસે પાકું ઘર હોવું જોઈએ, નળમાંથી પાણી, શૌચાલય, ગેસની સુવિધા આ બધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ સાથે, આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર સમાન ભાર મૂકવામાં આવે છે. દેશમાં પ્રથમ વખત હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તર પૂર્વ જેવા વિસ્તારો માટે પર્વતમાલા યોજના શરૂ કરવામાં આવી રહી છે.

આ યોજના પહાડો પર ટ્રાંસપોર્ટનીની આધુનિક વ્યવસ્થા ઉભી કરશે. આ બજેટમાં ક્રેડિટ ગેરન્ટીમાં વિક્રમી વધારાની સાથે અન્ય ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ડિફેન્સના કેપિટલ બજેટના 68% સ્થાનિક ઉદ્યોગ માટે અનામત રાખવાનો મોટો લાભ, ભારતના MSME ક્ષેત્રને મળશે. 

તેમણે કહ્યું કે ગઈકાલે એટલે કે બુધવારે ભાજપે મને સવારે 11 વાગ્યે બજેટ અને આત્મનિર્ભર ભારત વિષય પર વાત કરવા માટે આમંત્રણ આપ્યું છે. હું બજેટના આ વિષય પર વિગતવાર વાત કરીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More