Home> Business
Advertisement
Prev
Next

80 પૈસાનો શેર વધીને 33 રૂપિયા પર પહોંચી ગયો, 10 હજારના બની ગયા 4 લાખ

કંપની કાપડ, કાગળ, યાર્ન અને રસાયણોનું ઉત્પાદન કરે છે. કંપનીના ઉત્પાદનોમાં ટુવાલ, ઘઉંના સ્ટ્રોમાંથી પ્રિન્ટીંગ પેપર, ગૂંથણકામ અને હોઝિયરી યાર્ન અને સલ્ફ્યુરિક એસિડનો સમાવેશ થાય છે. કંપનીની મોટાભાગની આવક નિકાસમાંથી આવે છે.

80 પૈસાનો શેર વધીને 33 રૂપિયા પર પહોંચી ગયો, 10 હજારના બની ગયા 4 લાખ

Multibagger Stock: ટ્રાઇડેન્ટ લિમિટેડના સ્ટોકે (Trident Ltd Share) છેલ્લા દસ વર્ષમાં લગભગ 3600 ટકાનું રિટર્ન આપ્યું છે. એનાલિસ્ટ પ્રમાણે જો કોઈ ઈન્વેસ્ટરે 10 વર્ષ પહેલા આ સ્ટોકમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેની કિંમત 4 લાખ રૂપિયા થઈ ગઈ હોત. નોંધનીય છે કે દસ વર્ષ પહેલા આ શેરની કિંમત માત્ર 80 પૈસા હતી, વર્તમાનમાં તેનીક કિંમત 33.70 રૂપિયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેરમાં 326 ટકાની તેજી આવી અને છેલ્લા ત્રણ વર્ષમાં 665 ટકાનો વધારો થયો છે. 

શું છે કંપનીનો કારોબાર
ટ્રાઇડેન્ટ લિમિટેડનું માર્કેટ કેપ લગભગ 17,000 કરોડ રૂપિયા છે. કંપની કપડા, કાગળ, દોરા અને રસાયણ બનાવે છે. કંપનીની પ્રોડક્ટ્સમાં ટૂવાલ, ઘઉંના ભૂસાથી પ્રિન્ટિંગ પેપર, ઉન, દોરા અને સલ્ફ્યૂરિક એસિડ સામેલ છે. કંપનીનું મોટા ભાગનું રેવેન્ટૂ નિકાસથી આવે છે. એક્સચેન્જો પર ઉપલબ્ધ પેટર્ન અનુસાર કંપનીનો મોટા ભાગનો હિસ્સો પ્રમોટરો પાસે 73.19 ટકા છે, જ્યારે જાહેર શેરધારકો પાસે બાકીની 25.56 ટકા ભાગીદારી છે. જાહેર શેરધારકોમાં મ્યૂચુઅલ ફંડ અને વિદેશી ઈન્વેસ્ટરોની મહત્વપૂર્ણ ભાગીદારી નથી, જ્યારે રિવેટ ઈન્વેસ્ટરો પાસે કંપનીમાં લગભગ 18 ટકા ભાગીદારી છે. 

આ પણ વાંચોઃ શું તમે નોકરી કરો છો ? તો આ યોજના તમારા માટે જ છે, નોકરિયાત લોકોને થશે 7 લાખનો ફાયદો

છેલ્લા બાર મહિનાના આધાર પર કંપનીનો ઈપીએસ 0.83 છે. સ્ટોક વર્તમાનમાં 4.56ના પીબી પર કારોબાર કરી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ટ્રાઇડેન્ટની આવક નાણાકીય વર્ષ 2014ના 3868 કરોડ રૂપિયાથી વધીને વર્ષ 2023માં 6332 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ વચ્ચે કંપનીનો શુદ્ધ લાભ બમણો થઈને 441 કરોડ રૂપિયા થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More