Home> Business
Advertisement
Prev
Next

Train Ticket Booking: તહેવારોની સિઝનમાં નથી મળતી કન્ફર્મ ટિકિટ? બિલકુલ ચિંતા ન કરો, આ એપથી કરો ટિકીટ બુક!

Online Train Ticket Booking: દિવાળીના તહેવાર સામે છે, ત્યારે લોકો પોતાના વતનમાં જવા માટે ઉતાવળ્યા બન્યા છે અને ટ્રેનની મુસાફરી શોધી રહ્યા છે. આમ તો ટ્રેનમાં મુસાફરી કરવી એકદમ સરળ છે. સાથે જ લાંબા અંતરની મુસાફરી પણ ઘણી સરળ બની જાય છે. તહેવારોની સિઝન દરમિયાન જો લોકો ઈચ્છે તો તેઓ અનરિઝર્વ્ડ ટ્રેનની ટિકિટ પણ ઓનલાઈન બુક કરાવી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે...

Train Ticket Booking: તહેવારોની સિઝનમાં નથી મળતી કન્ફર્મ ટિકિટ? બિલકુલ ચિંતા ન કરો, આ એપથી કરો ટિકીટ બુક!

UTS App: તહેવારોની સિઝનમાં દરેક લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરતા હોય છે. લોકો પોતાના પરિવાર સાથે તહેવારની મજા માણવા માંગે છે. આવી સ્થિતિમાં લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તહેવારોની સિઝનમાં ઘણી વખત લોકોને કન્ફર્મ ટિકિટ મળી શકતી નથી. આવી સ્થિતિમાં લોકો સામાન્ય ટિકિટ લઈને પણ મુસાફરી કરે છે. જો લોકો ઈચ્છે તો હવે તેઓ અનરિઝર્વ્ડ ટ્રેનની ટિકિટ ઓનલાઈન પણ બુક કરી શકશે. 

World Cup 2023: માત્ર એક મુશ્કેલ મેચમાં જીત, તો સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે ભારત

ઓનલાઈન ટિકીટ
જોકે, રેલવે સ્ટેશન પર તહેવારોના દિવસોમાં ઘણી ભીડ જોવા મળે છે અને ટિકીટ કાઉન્ટર ઉપર પણ લાંબી લાઈનો જોવા મળતી હોય છે. એવામાં કોઈને પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે, એટલા માટે લોકો આ ફેસ્ટિવલ સીઝનમાં લોકો સામાન્ય ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે.

આ 5 સ્થાનો પર દરરોજ ગરુડની ઘંટડી વગાડો, માતા લક્ષ્મી ભરી દેશે અખૂટ ધન ભંડાર

સામાન્ય ટિકિટ બુકિંગ
જનરલ ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે લોકોએ UTS એપનો ઉપયોગ કરવો પડશે. આ એપ દ્વારા લોકો પ્લેટફોર્મ ટિકિટ અને જનરલ ટિકિટ પણ ઓનલાઈન ખરીદી શકે છે. ચાલો જાણીએ કે UTS એપ દ્વારા ઓનલાઈન જનરલ ટિકિટ કેવી રીતે બુક કરવી.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધને હવે અટકાવવાની થઈ રહી છે તૈયારીઓ, જો બાઈડેન ઈઝરાયેલ જશે

UTS App દ્વારા કેવી રીતે કરવું ટિકિટ બુક કરશો?

  • - UTS એપ ડાઉનલોડ કરો અને રજીસ્ટર કરો
  • - હવે તમારા એકાઉન્ટમાં લોગિન કરો.
  • - તેમાં Normal Booking, Quick Booking, Platform Booking, Season Booking, QR Booking જેવા ઓપ્શન્સ હશે.
  • - નોર્મલ ટિકિટ બુક કરવા માટે નોર્મલ બુકિંગ, ક્વિક બુકિંગ પર ક્લિક કરો.
  • - નોર્મલ બુકિંગ માટે યુઝરે પહેલા પેપરલેસ ટિકિટ અથવા પ્રિન્ટ ટિકિટમાંથી એક પસંદ કરવાનું રહેશે.
  • - ત્યારબાદ તમે કયા સ્ટેશનથી મુસાફરી કરવા માંગો છો અને તમે કયા સ્ટેશન પર પહોંચવા માંગો છો.
  • - મુસાફરોની સંખ્યા પસંદ કરવાની રહેશે.
  • - આ પછી પેમેન્ટ કરવાનું રહેશે અને તમારી ટિકિટ બુક થઈ જશે અને એપમાં દેખાવા લાગશે.

દોઢ વર્ષ સુધી આ જાતકોને જલ્સા, પૈસાથી ભરાઈ જશે બેન્ક એકાઉન્ટ, ગ્રહ ગોચરથી ચમકી જશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More