Home> Business
Advertisement
Prev
Next

આ ભૂલોને કારણે ડૂબી ગયું અનિલ અંબાણીની સામ્રાજ્ય, પરંતુ તેની પત્ની ટીના છે આટલા કરોડની માલિકન

Tina Amban: રિલાયન્સના કારોબારનું 2005માં વિભાજન થયું હતું. અનિલ અંબાણી વર્ષ 1983માં રિલાયન્સમાં જોડાયા હતા. ત્યારબાદ અનિલ અંબાણીએ એક બાદ એક ફૂલ કરી અને લોનના ચક્કરમાં ફસાતા ગયા. 

આ ભૂલોને કારણે ડૂબી ગયું અનિલ અંબાણીની સામ્રાજ્ય, પરંતુ તેની પત્ની ટીના છે આટલા કરોડની માલિકન

નવી દિલ્હીઃ રિલાયન્સનો પાયો ધીરૂભાઈ અંબાણીએ નાખ્યો હતો. મુકેશ અંબાણી વર્ષ 1981 અને અનિલ અંબાણી વર્ષ 1983માં રિલાયન્સમાં જોડાયા હતા. જુલાઈ 2022માં ધીરૂભાઈ અંબાણીના નિધન બાદ મુકેશ અંબાણીને રિલાયન્સ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તો અનિલ અંબાણી મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. થોડા વર્ષોમાં બંને ભાઈઓ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. મુકેશ અને અનિલ અંબાણીએ રિલાયન્સની જવાબદારી સંભાળી તે સમયે બંને ભાઈઓની જોઈન્ટ નેટવર્થ 2.8 અબજ ડોલર હતી. તો વર્ષ 2004માં તે 6 અબજ ડોલર અને વર્ષ 2005માં 7 અબજ ડોલરે પહોંચી ગઈ હતી. વર્ષ 2005માં બંને વચ્ચે રિલાયન્સના  કારોબારનું વિભાગન થયું હતું. અનિલ અંબાણીના ભાગમાં આર કોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ એનર્જી, રિલાયન્સ નેચરલ રિસોર્સ જેવી કંપનીઓ આવી હતી. અનિલ અંબાણી પોતાની ભૂલને કારણે દેવાના ડૂંગરમાં ફસાતા રહ્યાં અને તેમણે ખુબને નાદાર જાહેર કરી દીધા હતા. 

કેટલી છે ટીના અંબાણીની નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીના અંબાણી (Tina Ambani)ની નેટવર્થ આશરે 2331 કરોડ રૂપિયા છે. ટીના અંબાણી મુંબઈ સ્થિત કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ, હાર્મની ફોર સિલ્વર ફાઉન્ડેશન અને હાર્મની આર્ટ ફાઉન્ડેશનના ચેરમેન છે. આ સિવાય તે ઘણા ફાઉન્ડેશન અને ચેરિટીમાં એક્ટિવ રૂપથી કામ કરે છે. બીજીતરફ અનિલ અંબાણી આજે ઘણા કેસોમાં ફસાયેલા છે અને નાદાર થઈ ગયા છે. 

આ પણ વાંચોઃ 6-12 મહિનામાં આ Bank Share કરાવશે જોરદાર કમાણી, બ્રોકરેજે કહ્યું ₹200 જશે ભાવ, ખરીદો

વેચાઈ રહી છે કંપની
દેવામાં ડૂબેલા દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા ગ્રુપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)એ સૌથી મોટી બોલી લગાવી છે. IIHL ના ચેરમેન અશોક હિન્દુજાએ જણાવ્યું કે કંપનીએ બેન્કમાં પોતાની ભાગીદારી  15% થી વધારી 26 ટકા કરવા માટે જરૂરી રેગુલેટરી ઔપચારિકતાઓ પૂરી કરી લીધી છે. આ ભાગીદારી તબક્કાવાર રીતે વધારવામાં આવશે. હિન્દુએ કહ્યું કે જેમ ઈન્શ્યોરન્સ રેગુલેટર ઇરડા જ્યારે આ ડીલને મંજૂરી આપશે, બેન્કોને બાકી રકમ ચુકવી દેવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More