Home> Business
Advertisement
Prev
Next

Tata Group: ટાટા ગ્રુપના આ સ્ટોકે કર્યો કમાલ, 10 હજારના બનાવી દીધા 6 લાખ, જાણો વિગત

ટાટા ગ્રુપ દેશના મુખ્ય ઔદ્યોગિક પરિવારમાંતી એક છે. તેની ઘણી કંપનીએ રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. ગ્રુપની કંપની ટાટા એલેક્સીએ છેલ્લા સાત વર્ષમાં રોકાણકારોને મોટી કમાણી કરાવી છે. આ દરમિયાન કંપનીના સ્ટોકે 5879 ટકાનું રિટર્ન આપ્યું છે. 

Tata Group: ટાટા ગ્રુપના આ સ્ટોકે કર્યો કમાલ, 10 હજારના બનાવી દીધા 6 લાખ, જાણો વિગત

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપ (Tata Group)ની કંપની ટાટા એલેક્સી (Tata Elxsi) એ છેલ્લા 10 વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ દરમિયાન કંપનીના શેરમાં 5879 ટકાની તેજી આવી છે. જો કોઈ ઈન્વેસ્ટરે 10 વર્ષ પહેલા આ કંપનીમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના ઈન્વેસ્ટમેન્ટની કિંમત વધીને 6 લાખ રૂપિયા થઈ ગઈ હોત. છેલ્લા પાંચ વર્ષમાં સેરમાં 513 ટકાની તેજી આવી છે, જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 907 ટકાનો વધારો થયો છે. ટાટા એલેક્સી દુનિયાની તે કેટલીક કંપનીઓમાં સામેલ છે જે ઓટોમોટિવ, મીડિયા, ટેલિકોમ, હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટેશન જેવી સર્વિસને ડિઝાઇન અને ટેક્નોલોજી સર્વિસ આપે છે. શુક્રવારે કંપનીના શેર 0.38 ટકાના ઘટાડા સાથે 7816.45 રૂપિયા પર બંધ થયા હતા. 

કંપની ઓટોમોટિવ અને ટ્રાન્સપોટ્રેશન ઈન્ડસ્ટ્રીઝની જાણીતી ઓઈએમ અને સપ્લાયર્સ સાથે કામ કરે છે. તેના શેરહોલ્ડિંગની પેટર્ન જોઈએ તો કંપનીમાં પબ્લિક શેરહોલ્ડરની 56.08 ટકા ભાગીદારી છે. બાકી 43.92 ટકા ભાગીદારી પ્રમોટર્સની પાસે છે. જ્યાં સુધી પબ્લિક શેરહોલ્ડરની વાત છે તો મ્યૂચુઅલ ફંડ્સની પાસે 1.85 ટકા અને રિટેલ ઈન્વેસ્ટર્સ પાસે 32 ટકા હોલ્ડિંગ છે. આ બીએસઈ 100 કંપની છે, જેનું માર્કેટ કેપ 48,678 કરોડ રૂપિયા છે. ટીટીએમ બેસિસ પર તેનો ઈપીએસ 121 છે. અત્યારે આ સ્ટોક 64.46ના પીઈ સાથે ટ્રેડ કરી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Post Office ની જબરદસ્ત સ્કીમ- એકવાર કરો રોકાણ, 10 વર્ષમાં ડબલ થઈ જશે રકમ

ક્યાં સુધી જશે કિંમત
એનાલિસ્ટ્સે રોકાણકારોને કરન્ટ લેવલ પર હોલ્ડ પર રાખવાની સલાહ આપી છે પરંતુ નવી ખરીદીથી દૂર રહેવાનું કહ્યું છે. સ્ટોકનું મૂમેન્ટ ઈન્ડિકેટર RSI સારી સ્થિતિમાં છે અને બેચમાર્ક ઈન્ડેક્સની તુલનામાં સ્ટ્રોંગ સ્ટ્રેન્થ દેખાડડી રહ્યું છે. નિષ્ણાંતો પ્રમાણે આવનારા સમયમાં આ સ્ટોક 8000-8200 રૂપિયા સુધી જઈ શકે છે. તે માટે 7633 સ્ટોપલોસ સેટ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજે કહ્યું કે વર્તમાન કિંમત તેના 50 દિવસ અને 200 દિવસની સેમ્પલ મૂવિંગ એવરેજથી વધુ છે. તેને પોઝિટિવ સિગ્નલ માનવામાં આવે છે. રોકાણકારોએ તેને હોલ્ડ કરવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More