Home> Business
Advertisement
Prev
Next

જેમ્સ બોન્ડને મનપસંદ ટ્રક બજારમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ

એલન મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું કે, "ટેસ્લાની સાયબર ટ્રક (પ્રેશરાઈઝ્ડ એડિશન) માર્સની આધિકારિક ટ્રક હશે. સાયબર ટ્રકની ડિઝાઈન ઘણી બધી રીતે 'ધ સ્પાય હુ લવ્ડ મી'થી પ્રેરિત છે."

જેમ્સ બોન્ડને મનપસંદ ટ્રક બજારમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ ટેસ્લાના સીઈઓ એલન મસ્કે 6 સીટવાળી ઈલેક્ટ્રિક સાઈબર ટ્રકને લોન્ચ કરી છે, જે ટૂંક સમયમાં જ સડક પર જોવા મળશે. જેમ્સ બોન્ડની ફિલ્મ 'ધ સ્પાય હુ લવ્ડ મી'માં 'લોટસ એસ્પ્રીટ એસ-1'થી પ્રેરિત આ 'સાયબર ટ્રક'ની કિંમત 39,900 ડોલર છે. આ ટ્રકના ત્રણ વર્ઝન- 250 માઈલ્સ, 300 માઈલ્સ અને 500 માઈલ્સ છે. 

એલન મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું કે, "ટેસ્લાની સાયબર ટ્રક (પ્રેશરાઈઝ્ડ એડિશન) માર્સની આધિકારિક ટ્રક હશે. સાયબર ટ્રકની ડિઝાઈન ઘણી બધી રીતે 'ધ સ્પાય હુ લવ્ડ મી'થી પ્રેરિત છે." રિસર્ચ ફર્મ આઈએચએસ માર્કેટ અનુસાર અમેરિકામાં 40 વર્,થી ફોર્ડ એફ-150 ટોલ સેલિંગ પિકઅપ ટ્રક રહી છે. ત્યાર પચી બીજા નંબરે જીએમની શેવરલે સિલ્વરેડોનું સ્થાન છે. 

fallbacks

અમેરિકામાં પીકઅપ ટ્રક સેગમેન્ટમાં વેચાણ વર્તમાન સમયમાં ઝડપથી વધી રહ્યું છે. લોસ એન્જેલિસ સ્થિત ટેસ્લા ડિઝાઈન સેન્ટરમાં ગુરૂવારે મોડી રાત્રે એક કાર્યક્રમમાં એલન મસ્કે ફોર્ડ પર કટાક્ષ કરતા એક વીડિયો રજુ કર્યો હતો, જેમાં એફ-150 અને 'સાયબર ટ્રક' વચ્ચેની ખેંચતાણ દર્શાવાઈ હતી. 

Oppo Reno 3 હશે ColorOS 7 પર ચાલનાર વિશ્વનો પ્રથમ સ્માર્ટફોન

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જુન મહિનામાં ટેસ્લાના સીઈઓએ જણાવ્યું હતું કે તેમના ટ્રકની કિંમત 50,000 ડોલરથી ઓછી હશે. આ વાતને ધ્યાનમાં રાખીને જ મોડલ-3ની પ્રારંભિક કિંમત વર્તમાનમાં 39,400 ડોલર રાખવામાં આવી છે. મોડલ એસ સેડાનની કિંમત 79,000 ડોલર રાખવામાં આવી છે. 

એલન મસ્ક આ ટ્રકને ચાલુ વર્ષના પ્રારંભમાં લોન્ચ કરવા માગતા હતા, પરંતુ કોઈક કારણોસર લોન્ચિંગ ટાળતા તેને નવેમ્બરમાં કરવાનો નિર્ણય લીધો હતો. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ટેક્નોલોજીના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More