Home> Business
Advertisement
Prev
Next

1 ઓક્ટોબરથી મોંઘા થઇ શકે છે LED TV, સરકારે લઇ શકે છે આ નિર્ણય

જો તમે ટીવી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તે પણ LED ટીવી ખરીદવા માંગો છો તો જલદી ખરીદી લેજો. આગામી દિવસોમાં ટીવી મોંઘા થવાના છે. 1 ઓક્ટોબરથી ટીવીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી શકે છે. 

1 ઓક્ટોબરથી મોંઘા થઇ શકે છે LED TV, સરકારે લઇ શકે છે આ નિર્ણય

નવી દિલ્હી: જો તમે ટીવી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તે પણ LED ટીવી ખરીદવા માંગો છો તો જલદી ખરીદી લેજો. આગામી દિવસોમાં ટીવી મોંઘા થવાના છે. 1 ઓક્ટોબરથી ટીવીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી શકે છે. સરકાર ઓપન સેલના ઇંપોર્ટ પર 5 ટકા કસ્ટમ ડ્યૂટી છૂટને 30 સ્પટેમ્બરથી ખતમ કરી શકે છે. એટલે કે 1 ઓક્ટોબરથી તેના પર 5 ટકા કસ્ટમ ડ્યૂટી ચૂકવવી પડશે. સરકારના આ પગલાં બાદ ટીવી ખરીદવું તમારા માટે મોંઘું થઇ જશે. 

નાણા મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટીવી મેન્યુફેક્ચરિંગમાં ઉપયોગ થનાર ઓપન સેલના ઇમ્પોર્ટ પર આ 5 ટકા સીમા શુલ્ક લગાવવામાં આવશે. અરકારે ગત વર્ષે તેના પર છૂટ આપી હતી. ગત વર્ષે ટેલિવિઝનના મહત્વપૂર્ણ ઉપકરણ ઓનલ સેલ પર એક વર્ષ માટે (30 સપ્ટેમ્બર સુધી) સીમા શુલ્ક હટાવવામાં આવ્યો હતો. ઘરેલૂ ઉદ્યોગના ક્ષમતા નિર્માણ માટે સમય માંગ્યો હતો. તમને જણાવી દઇએ કે કલર ટેલિવિઝન માટે ઓપન સેલ સૌથી જરૂરી પાર્ટ હોય છે. 

Nokia | Samsung | Smartphone | Realme | Xiaomi | Smart Tv

કેટલું મોંઘું થઇ શકે છે TV?
LED TV
માં ઓપન સેલ પિક્ચર ટ્યૂબ જેવું કામ કરે છે. તેનું ઉત્પાદન ભારતમાં થતું નથી. ટીવી બનાવનાર કંપનીઓ ઓપન સેલને ઇંમ્પોર્ટ કરે છે. કંપનીઓ દાવો કરે છે કે સરકારના નિર્ણયથી ટીવીની કિંમતોમાં 800-1500 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ વધારવાના હેતુથી ડ્યૂટીમાં છૂટને ખતમ કરવામાં આવી રહી છે. 

ટીવીની સાઇઝ મુજબ વધશે કિંમત
ટીવી ઇંડસ્ટ્રીનું માનીએ તો 32 ઇંચની ટેલીવિઝનના ભાવ 600 રૂપિયા વધી જશે. તો બીજી તરફ 42 ઇંચના ભાવમાં 12,00 રૂપિયાનો વધારો થઇ શકે છે. સરકારનો તેના પર તર્ક છે કે મોટા બ્રાંડ 32 ઇંચ ટીવી માટે 2,700 રૂપિયા અને 42 ઇંચ માટે 4,000 થી 4,500 રૂપિયાની મૂળ કિંમત પર ઓપન સેલ ઇમ્પોર્ટ કરી રહ્યા છે. એવામાં જો ઓપન સેલ પર 5 ટકા ડ્યૂટી લાગે છે તો 150 થી 250 રૂપિયા પ્રતિ ટેલિવિઝનથી વધુ નહી હોય. જ્યાં સુધી ઓપન સેલની મેન્યુફેક્ચરિંગ સ્થાનિક સ્તર પર થતું નથી, ત્યાં કિંમતોમાં ઘટાડો આવશે નહી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More