Home> Business
Advertisement
Prev
Next

1 April પહેલાં ભરી દો ટેક્સ અને હોમ લોન, જાણો નહીં ભરો તો થશે આટલું મોટું નુકસાન

એક એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ (Financial Year) 2021-22 શરૂ થશે. આ સમયમાં કેટલાક જરૂરી કામો આ બચેલા દિવસમાં પુરા કરી દો. જો નહીં કરો તો તમને થઈ શકે છે નુકસાન.

1 April પહેલાં ભરી દો ટેક્સ અને હોમ લોન, જાણો નહીં ભરો તો થશે આટલું મોટું નુકસાન

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ (Financial Year) 2021-22 શરૂ થશે. આ સમયમાં કેટલાક જરૂરી કામો આ બચેલા દિવસમાં પુરા કરી દો. જો નહીં કરો તો તમને થઈ શકે છે નુકસાન. ઈન્કમ ટેક્સ (Income Tax) માં છૂટ મેળવવા માટે રોકાણ અને આધાર (Aadhaar)ને પાન (PAN)થી લિંક કરવા જેવા કેટલાક જરૂરી કામ તમારે આ મહિનામાં કરવા પડશે.

ઈન્કમ ટેક્સમાં છૂટ માટે રોકાણ
જો તમે ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્સમાં મળતી છૂટનો ફાયદા લેવા માટે ઈચ્છતા હોવ તો 31 માર્ચ સુધી આ કામ પૂર્ણ કરો. ઈન્કમ ટેક્સ એક્ટ કેટલાક સેક્શન જેવા કે 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ પર છૂટ મળે છે. ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરવાથી ઈન્કમ ટેક્સમાં મળી શકે છે છૂટ.

Aadhaar-PAN લિંક કરાવે લો
પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધી તમારા પાનકાર્ડને આધાર કાર્ડથી ન જોડ્યું હોય તો ગેરકાયદેસર કામ ગણાશે. આ ઉપરાંત તે ડિએક્ટીવ થઈ જશે.

સસ્તી હોમ લોનનો ફાયદો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC, કોટક મહેન્દ્ર અને ICICI બેંકે હોમ લોનના વ્યાજમાં ઘટાડો કર્યો છે. જો તમે ઓછા વ્યાજ પર હોમ લોન લેવા ઈચ્છો છો તો તમારે 31 માર્ચ 2021 સુધી અપ્લાય  કરવું પડશે. આ સ્કીમ અંતરગત SBI, HDFC અને ICICI બેંક 6.70% વ્યાજ પર લોન આપી રહી છે. કોટક મહેન્દ્ર બેંક 6.65% વ્યાજ પર હોમ લોન આપી રહી છે.

પીએમ ખેડૂતમાં રજિસ્ટ્રેશન
પીએમ ખેડૂત સમ્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી 7 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. જે લોકોએ અત્યાર સુધી  ખેડૂત સમ્માન નિધિ યોજનામાં પોતાનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો 31 માર્ચ સુધી કરાવી લો. યોજનાની એપ્લીકેશન નાખી દેવામાં આવે તો હોળી પછી 2000 રૂપિયા મળશે જે રકમ એપ્રિલ અથવા મેમાં ખાતામાં આવી જશે. આ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 3 હપ્તા કરી સરકાર વર્ષે 6000 રૂપિયા આપે છે.

ખેડૂત ક્રેડિટ કાર્ડ બનાવવાની તક
જો તમે ખેડૂત છો અને હજુ સુધી તમે ખેડૂત ક્રેડિટ કાર્ડ (KCC) નથી બનાવ્યું તો નિરાશ ન થતા. સરકાર 31 માર્ચ સુધી અભિયાન ચલાવીને ખેડૂત ક્રેડિટ કાર્ડ બનાવી રહી છે. જે ખેડૂતોને હજુ સુધી (KCC) નથી મળ્યું તે પોતાની નજીકની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે. આ માટે સરકારે KCC બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. હવે ખેડૂતોને એક સરળ ફોર્મ ભરવાનું રહેશે અને 15 દિવસની અંદર તેમને ખેડૂત ક્રેડિટ કાર્ડ મળી જશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More