Home> Business
Advertisement
Prev
Next

ટેલીકોમ કંપનીઓની પુનર્વિચાર અરજી રદ્દ, ચુકવવા પડશે 92 હજાર કરોડ રૂપિયા

સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓ તરફથી સમાયોજિત કુલ આવક (AGR) મામલાને લઈને દાખલ પુનર્વિચાર અરજી ગુરૂવારે નકારી દીધી છે. 
 

ટેલીકોમ કંપનીઓની પુનર્વિચાર અરજી રદ્દ, ચુકવવા પડશે 92 હજાર કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓ તરફથી સમાયોજિત કુલ આવક (AGR) મામલાને લઈને દાખલ પુનર્વિચાર અરજી ગુરૂવારે નકારી દીધી છે. ટેલીકોમ કંપની વોડાફોન, આઈડિયા અને ભારતી એરટેલને 92000 કરોડ રૂપિયા ચુકવવા પડશે. મહત્વનું છે કે વોડાફોન, આઈડિયા અને ભારતી એરટેલે સુપ્રીમ કોર્ટને તેના 24 ઓક્ટોબરના નિર્ણયને લઈને પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જેમાં બાકી રહેલા 92 હજાર કરોડ રૂપિયાની ચુકવણી કરવાનું કહ્યું હતું. 

આ પ્રકારે સુપ્રીમ કોર્ટે સમાયોજિત કુલ આવક (AGR) પુનર્વિચાર અરજી ઠુકરાવી દીધી છે. AGRની સરકારી પરિભાષાને યોગ્ય ઠેરવતો નિર્ણય યથાવત રહેશે. આ ચુકાદાથી એરટેલે 23, વોડાફોન-આઈડિયાએ 27 અને આરકોમે 16.50 હજાર કરોડ રૂપિયા ચુકવવા પડશે. 

પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરના ચુકાદો આપ્યો હતો કે લાઇસન્સ અને સ્પેક્ટ્રમ ફીની ચુકવણીની ગણતરી માટે એજીઆરમાં નોન-ટેલીકોમ રેવન્યૂને પણ સામેલ કરવામાં આવે. આ નિર્ણયથી ટેલીકોમ કંપનીઓએ સરકારને ચુકવવાની રમક વધી ગઈ હતી. આ કારણ છે કે ભારતીય એરટેલ અને વોડાફોન-આઈડિયાએ પાછલા વર્ષે ટેરિફમાં વધારો કર્યો હતો. 

જે દિવસે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહી હશે તે દિવસે બેંકો રહેશે બંધ, જાણો આખરે કેમ

કેબિનેટે નાણાકીય સંકટનો સામનો કરી રહેલા દૂરસંચાર કંપનીઓને રાહત આપતા તેના માટે સ્પેક્ટ્રમ હપ્તાની ચુકવણી બે વર્ષ માટે ટાળવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમને આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું હતું કે, ટેલીકોમ કંપનીઓને 2020-21 અને 2021-22ના વર્ષ માટે સ્પેક્ટ્રમ હપ્તાની ચુકવણીથી છૂટ આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બિઝનેસના અન્ય સમાચાર માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More