Home> Business
Advertisement
Prev
Next

ટાઇમપાસ કરવા માટે કરતા હતા આ કામ, આજે બની ગયા કરોડપતિ

કહેવામાં આવે છે કે જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો જે પણ કરો તે ગંભીરતાથી કરો. આ વાત પર કેટલાક સામાન્ય લોકોને અમલ કર્યો અને સામાન્ય રીતે ટાઇમ પાસ ગણનાર કામને પણ એક સફળ બિઝનેસમાં બદલી દીધો. હાલ આ લોકોની નેટવર્થ 125 કરોડ રૂપિયા સુધી છે. અમે તમને એવા કેટલાક સફળ લોકો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

ટાઇમપાસ કરવા માટે કરતા હતા આ કામ, આજે બની ગયા કરોડપતિ

નવી દિલ્હી: કહેવામાં આવે છે કે જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો જે પણ કરો તે ગંભીરતાથી કરો. આ વાત પર કેટલાક સામાન્ય લોકોને અમલ કર્યો અને સામાન્ય રીતે ટાઇમ પાસ ગણનાર કામને પણ એક સફળ બિઝનેસમાં બદલી દીધો. હાલ આ લોકોની નેટવર્થ 125 કરોડ રૂપિયા સુધી છે. અમે તમને એવા કેટલાક સફળ લોકો વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

એક સમયે અબ્દુલ કલામ તેમને કહેતા હતા 'આઇસક્રીમ લેડી', આજે છે 700 કરોડના માલિક

યૂડીપે
યૂડીપે સ્વીડનના વ્યક્તિ ફેલિક્સ અર્વિડ શેલબર્ગનું ઓલ લાઇન નામ છે. વેબસાઇત સેલિબ્રિટી નેટવર્થના અનુસાર 27 વર્ષના શેલ બર્ગની નેટવર્થ 2 કરોડ ડોલર એટલે કે લગભગ 128 કરોડ રૂપિયા છે.
શેલ બર્ગે ઇંડસ્ટ્રિયલ ઇકોનોમીનો અભ્યાસ કરો, જોકે તેમનું મન ઓનલાઇન ગેમ્સમાં હતો, જેને તે અભ્યાસ વચ્ચે ટાઇમ પાસ માટે રમે છે.
અભ્યાસ દરમિયાન જ 2010માં શેલબર્ગે પ્યૂડીપે નામથી યૂટ્યૂબમાં પોતાની ચેનલ ખોલી. જ્યાં તેમણે પોતાના શોખને બ્લોગના રૂપમાં રજૂ કરવાનું શરૂ કરી દીધું. 2012માં સબ્સક્રાઇબરની સંખ્યા 10 લાખથી ઉપરથી પહોંચી ગઇ છે. વર્ષ 2017ની શરૂઆતમાં બ્લોગર ઘણા વિવાદોમાં ફસાયા, જેના લીધે તેને વ્યૂવરશિપમાં નુકસાન વેઠવું પડ્યું. 

સમોસા વેચવા માટે છોડી Google ની નોકરી, આજે 50 લાખથી વધુનું છે ટર્નઓવર

રમકડાં વેચીને કેવી રીતે એક મહિલા બની કરોડપતિ
ફનટોય્સ કલેક્ટર યૂટ્યૂબની સૌથી રહસ્યમય બ્લોગર ગણવામાં આવે છે.
ફનટોય્સ કલેક્ટર જેને પહેલાં ડિઝ્ને કલેક્ટરના નામથી ઓળખવામાં આવે છે, એક યૂટ્યૂબ ચેનલ છે, જેમાં એક મહિલા નવા રમકડા પેકમાં કાઢે છે, અસેંબલ કરે છે અને તેની સાથે રમે છે.
ખાસ વાત એ છે કે વ્યૂવરને આ બ્લોગરના ફક્ત હાથ જોવા મળે છે. તો બીજી તરફ આ મહિલા પોતે પ્રોસેસની કોમેંટ્રી કરે છે.
યૂ-ટ્યૂબ એક્સપર્ટના અનુસાર રમકડાંને પેકિંગમાંથી બહાર કાઢી અસેંબલ કરવી, તેમણે રમવાથી એક્સાઇટિંગ થાય છે, જેના લીધે આ ચેનલ લોકો વચ્ચે હિટ થઇ છે. આ ચેનલના હાલ 50 લાખ સબ્સક્રાઇબર છે. મીડિયાના અનુસાર આ મહિલા બ્રાજીલ છે અને ફ્લોરિડામાં રહે છે. તો બીજી તરફ 2016 સુધી તેમની કુલ નેટ વર્થ 1.8 કરોડ ડોલર એટલે લગભગ 117 કરોડ રૂપિયા હતી. વર્ષ 2014માં જ આ મહિલાએ 50 લાખ ડોલર કમાઇ લીધા હતા.

વિદેશની એરલાઇન્સમાં એર હોસ્ટેસ બનનાર આ છે પ્રથમ ગુજરાતી મહિલા, આજે છે સફળ ઉદ્યોગપતિ

સ્મોશ
કોમેડી કરવી એકસમયે આ બંનેનો ફેવરિટ ટાઇમ પાસ હતો, જોકે તેની મદદથી આજે આ જોડીની નેટ વર્થ 60 લાખ ડોલર એટલે 35 કરોડ રૂપિયાથી વધુ છે.
સ્મોશ ડુઓમાં ઇયાન એંડ્યૂ હેકોક્સ અને એંથની પડિલાની જોડી છે, જે કોઇપણ ટોપિકને મજાકિયા અંદાજમાં રજૂ કરે છે. 
આ યૂટ્યૂબ ચેનલના 2 કરોડથી વધુ સબ્સક્રાઇબર છે. તો બીજી તરફ તેને અત્યાર સુધી 450 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે. 

સ્વાસ્થ્ય માટે ખજાનો છે ગધેડીનું દૂધ, યુવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યો Donkey Milk Soap

જેના માર્બલ્સ
જેના માર્બલ્સ જેના નિકોલ મોરેનું ઓનલાઇન નામ છે. જેનાનો ફેવરિટ ટાઇમ પાસ હતો એકદમ સામાન્ય વસ્તુઓને ઓબ્ઝર્વ કરવી.
જેનાએ તેને પોતાનો ધંધો બનાવી લીધો અને બ્લોગ લખવા લાગી.
જેનાના પહેલા વીડિયો 'કેવી રીતે લોકોને વિશ્વાસ અપાવીએ કે તમે ગુડ લુકિંગ છો'ને 63 લાખ લોકોએ જોયો.
સામાન્ય લોકો સાથે જોડાયેલા સામાન્ય ટોપિક પર બ્લોગ લખવાથી જેના સસેક્સફૂલ કેરિયરની શરૂઆત થઇ.
જેનાની નેટ વર્થ હાલ 43 લાખ ડોલર એટલે કે 27 કરોડ રૂપિયા છે. 

નોકરી ન મળી તો 1200 રૂપિયાથી શરૂ કર્યો ધંધો, આજે છે 37000 કરોડની કંપનીની માલિક

રે વિલિયન્સ જોન્સન
રે વિલિયમ્સ જોનસન અમેરિકન એક્ટર, પ્રોડ્યૂસર અને રાઇટર છે. 
જોન્સને વેબની દુનિયાના પોતાની ફેવરિટ ટાઇમ પાસને એક પગલું આગળ ભર્યું. જોન્સનને ફ્રી ટાઇમમાં વાયરલ વીડિયો જોવાનો શોખ હતો. જોત જોતા તેમને આઇડિયા આવ્યો કે કેમ આ વીડિયોને લઇને વીડિયો તૈયાર કરવામાં આવે. 

10 રૂપિયાના નકશાની મદદથી આ બિઝનેસમેન ચઢ્યા સફળતાની સીડી, આજે છે 600 કરોડનો બિઝનેસ

તેમની એવી વેબસીરિઝ ઇકવલ્સ થ્રીને અત્યાર સુધી 300 કરોડથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. જોકે જોન્સલ આ સીરીઝને માર્ચ 2014ના રોજ છોડી ચૂક્યા છે. 
જોન્સનની નેટ વર્થ લગભગ 40 લાખ ડોલર એટલે કે લગભગ 25 કરોડ રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More