Home> Business
Advertisement
Prev
Next

સમોસા વેચવા માટે છોડી Google ની નોકરી, આજે 50 લાખથી વધુનું છે ટર્નઓવર

ગૂગલ જેવી કંપનીમાં કામ કરવું દરેકનું સપનું હોય છે. કામ અને સેલરીના મામલે ગૂગલ બીજી ટેક કંપની અને કોર્પોરેટ્સથી આગળ છે. ટેક ક્ષેત્ર સાથે સંકળાયેલી ગૂગલમાં પોતાને નોકરી કરતાં જોવા ઇચ્છે છે. ગૂગલનું ઇટરવ્યૂં ક્રેક કરવું દરેકના બસની વાત નથી. ગૂગલના કર્મચારીનો પગાર કલ્પના કરવી પણ આસાન નથી. કારણ કે ફ્રેશર્સને પણ અહી કરોડોનું પેકેજ મળે છે. પરંતુ શુ કોઇ ફક્ત સમોસા વેચવા માટે ગૂગલને નોકરી છોડી શકે છે? જી હા 'ધ બોહરી કિચન'ના માલિક 'મુનાફ કપાડિયા'એ ફક્ત સમોસા વેચવા માટે ગૂગલની નોકરી છોડી અને નોકરી છોડ્યાના ફક્ત એક વર્ષ બાદ જ 50 લાખ રૂપિયાથી વધુ થઇ ગયું.

સમોસા વેચવા માટે છોડી Google ની નોકરી, આજે 50 લાખથી વધુનું છે ટર્નઓવર

શુભમ શુક્લા: ગૂગલ જેવી કંપનીમાં કામ કરવું દરેકનું સપનું હોય છે. કામ અને સેલરીના મામલે ગૂગલ બીજી ટેક કંપની અને કોર્પોરેટ્સથી આગળ છે. ટેક ક્ષેત્ર સાથે સંકળાયેલી ગૂગલમાં પોતાને નોકરી કરતાં જોવા ઇચ્છે છે. ગૂગલનું ઇટરવ્યૂં ક્રેક કરવું દરેકના બસની વાત નથી. ગૂગલના કર્મચારીનો પગાર કલ્પના કરવી પણ આસાન નથી. કારણ કે ફ્રેશર્સને પણ અહી કરોડોનું પેકેજ મળે છે. પરંતુ શુ કોઇ ફક્ત સમોસા વેચવા માટે ગૂગલને નોકરી છોડી શકે છે? જી હા 'ધ બોહરી કિચન'ના માલિક 'મુનાફ કપાડિયા'એ ફક્ત સમોસા વેચવા માટે ગૂગલની નોકરી છોડી અને નોકરી છોડ્યાના ફક્ત એક વર્ષ બાદ જ 50 લાખ રૂપિયાથી વધુ થઇ ગયું.

સોનું કરી દેશે માલામાલ, ટૂંક સમયમાં મળશે ખરીદીની શાનદાર તક

સમોસા વેચવા માટે છોડી ગૂગલની નોકરી
સાંભળી થોડું વિચિત્ર જરૂર લાગશે કે સમોસા વેચવા માટે કોઇ શખ્સ ગૂગલની નોકરી કેવી રીતે છોડી શકે છે, પરંતુ આ સત્ય છે. મુનાફ કપાડિયાએ સમોસા વેચવા માટે ગૂગલની મોટા પેકેજની નોકરી છોડી. પરંતુ આ વાત અહીં ખતમ થતી નથી, સમોસા પણ વેચ્યા તો આ પ્રકારની પોતાની કંપનીનું વાર્ષિક ટર્નઓવર 50 લાખ પહોંચાડી દીધો. 
fallbacks

એક ઝટકામાં છોડી દીધી નોકરી
મુનાફ કાપડિયાની ફેસબુક પ્રોફાઇલમાં લખ્યું છે કે હું તે વ્યક્તિ છું જેણે સમોસા વેચવા માટે ગૂગલની નોકરી છોડી દીધી. પરંતુ તેમના સમોસાની ખાસિયત એ છે કે તે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલો અને બોલીવુડમાં ખૂબ લોકપ્રિય છે. મુનાફે એમબીએનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે કેટલીક કંપનીઓમાં નોકરી કરી અને પછી વિદેશ જતા રહ્યા. વિદેશમાં જ કેટલીક કંપનીઓમાં ઇન્ટરવ્યું આપ્યા બાદ મુનાફને નોકરી મળી ગઇ. કેટલાક વર્ષ ગૂગલમાં નોકરી કર્યા બાદ મુનાફને લાગ્યું કે તે તેનાથી સારું કામ કરી શકે છે. બસ પછી શું, ઘરે પરત ફર્યો. 
fallbacks

આ આઇડિયા બાદ શરૂ કરી કંપની
મુનાફ ભારતમાં 'ધ બોહરી કિચન' નામથી રેસ્ટોરંટ ચલાવે છે. મુનાફ જણાવે છે કે તેમની માતા નફીસા ટીવી જોવાની ખૂબ શોખીન છે અને ટીવી સામે ખૂબ સમય પસાર કરતી હતી. તેમને ફૂડ શો જોવો ખૂબ પસંદ હતો અને એટલા માટે તે જમવાનું ખૂબ સરસ બનાવે છે. મુનાફને લાગ્યું છે કે તે પોતાની માતા પાસેથી ટિપ્સ લઇને ફૂડ ચેન ખોલશે. તેમણે રેસ્ટોરેન્ટ ખોલવાનો પ્લાન બનાવ્યો અને પોતાની માના હાથનું બનાવેલું ભોજન ઘણા લોકોને ખવડાવ્યું. બધાને ભોજનની પ્રશંસા કરી. તેનાથી મુનાફને બળ મળ્યું અને તે પોતાના તે સપનાને પુરું કરવાનો લાગી ગયો. 

JIO ગીગાફાઇબર કનેક્શન તમને કેવી રીતે મળશે, જાણો કેટલા ચૂકવવા પડશે

ટ્રેડમાર્ક છે સમોસા
મુનાફનું ધ બોહરી કિચ ન ફક્ત મુંબઇ પરંતુ દેશભરમાં મશહૂર છે. મુનાફની રેસ્ટોરન્ટમાં ફક્ત સમોસા નથી મળતા. હા સમોસા તેમનું ટેડમાર્ક જરૂર છે. જોકે મુનાફ જે દાઉદી વોહરા સમાજ સાથે સંબંધ ધરાવે છે તેમની ડિશીઝ પણ શાનદાર હોય છે. જેમ કે મટન સમોસા, જેમ કે મટન સમોસા, નરગિસ કબાબ, ડબ્બા ગોશ્ત અને કઢી ચાવલ, આ ડીશને પોતાની રેસ્ટોરન્ટમાં રાખે છે. બોહરી થાળ સ્વાદિષ્ટ મટન સમોસા, નરગીસ કબાબ, ડબ્બા ગોશ્ત, કઢી-ચાવલ વગેરે માટે મશહૂર છે. તે કીમા સમોસા અને રાન પણ બનાવે છે, જેની ખૂબ ડિમાંડ હોય છે. હજુ તેમની રેસ્ટોરન્ટને ખુલ્યાને એક વર્ષ થઇ થયું છે અને તેમનું ટર્નઓવર 50 લાખ પહોંચી ગયું છે. મુનાફ તેને આગામી કેટલાક વર્ષોમાં 3થી 5 કરોડ સુધી પહોંચવા માંગે છે.
fallbacks

દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી
ગત બે વર્ષોમાં જ રેસ્ટોરન્ટનું ટર્નઓવર 50 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ''ધ બોહરી કિચન''નો પોતાના અનુરૂપ ઘણા સેલેબ્સ દ્વારા પણ પ્રશંસા મળી ચૂકી છે. આશુતોષ ગોવારિકર અને ફરાહ ખાન જેવા મશહૂર હસ્તીઓ પણ ''ધ બોહરી કિચન''નું સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવી ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા પણ કરી ચૂકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More