Home> Business
Advertisement
Prev
Next

Stock Market Closing: સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે બંધ, આ શેરે એક ઝાટકે રોકાણકારોને માલામાલ કર્યા

Stock Market Closing On 30th August 2022: ભારતીય શેર બજારમાં ગઈ કાલના કડાકાને ભૂલીને આજે તેજીનો માહોલ જોવા મળ્યો. તેજી પણ કેવી...રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 1564.45 પોઈન્ટ ચડીને 59537.07ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 446.40 પોઈન્ટ ઉછળીને 17759.30 ના સ્તરે બંધ થયો. 

Stock Market Closing: સેન્સેક્સ-નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે બંધ, આ શેરે એક ઝાટકે રોકાણકારોને માલામાલ કર્યા

Stock Market Closing On 30th August 2022: ભારતીય શેર બજારમાં ગઈ કાલના કડાકાને ભૂલીને આજે તેજીનો માહોલ જોવા મળ્યો. તેજી પણ કેવી...રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા. સવારે બજાર મોટા ઉછાળા સાથે ખુલ્યા અને દિવસભર ટ્રેડિંગ લીલા નિશાનમાં થતા જોવા મળ્યા. એટલું જ નહીં આ દરમિયાન તમામ સેક્ટર લીલા નિશાનમાં જોવા મળ્યા. બજાર લીલા નિશાન સાથે બંધ થયા. 

ક્લોઝિંગ વખતે બજારની સ્થિતિ
મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 1564.45 પોઈન્ટ ચડીને 59537.07ના સ્તરે બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 446.40 પોઈન્ટ ઉછળીને 17759.30    ના સ્તરે બંધ થયો. 

ટોપ ગેઈનર્સ
નિફ્ટી ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સના શેર જોવા મળ્યા જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનર્સવ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર જોવા મળ્યા. 

બજાર ખુલ્યું ત્યારના હાલ
મેરિકી બજારમાં સતત બીજા દિવસે નબળાઈ વચ્ચે ભારતીય શેર બજારોમાં ગઈ કાલની નબળી સ્થિતિથી બિલકુલ વિપરિત મજબૂતાઈ જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 411.68 પોઈન્ટના વધારા સાથે 58384.30 ના સ્તરે ખુલ્યો જ્યારે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 134.90 પોઈન્ટની તેજી સાથે 17447.80 ના સ્તરે ખુલ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More