Home> Business
Advertisement
Prev
Next

Stock Market Closing: શેરબજારમાં ફૂલગુલાબી તેજી, આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ

Stock Market Closing: શેરબજાર આજે આખો દિવસ તેજીમાં જોવા મળ્યું અને સેન્સેક્સ તથા નિફ્ટી પણ લીલા નિશાન સાથે જ બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 455.95 અંકની તેજી સાથે 60571.08 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 133.70 અંકની તેજી સાથે 18070.00 ના સ્તરે બંધ થયો. જાણો આજના ટોપ ગેઈનર્સ અને લૂઝર્સ સ્ટોક વિશે....

ટોપ ગેઈનર્સ
નિફ્ટીમાં આજે ટોપ ગેઈનર્સમાં જે કંપનીના શેર જોવા મળ્યા તેમાં TATA Cons. Prod, ઈન્ડસઈન્ડ બેંક, બ્રિટાનિયા, ભારતી એરટેલ, ટાઈટન કંપનીના શેર સામેલ રહ્યા. જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, લાર્સન, એચડીએફસી બેંકના શેર જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
નિફ્ટી ટોપ લૂઝર્સમાં શ્રી સિમેન્ટ, સિપ્લા, આઈશર મોટર્સ, બીપીસીએલ, ટીસીએસના શેર રહ્યા જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, ટેક મહિન્દ્રા, ડો.રેડ્ડીસ લેબ્સ, સન ફાર્માના શેર જોવા મળ્યા. 

સવારના હાલ
અમેરિકી બજારમાં સતત તેજીથી ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયા બાદ આજે સવારે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યા. 30 અંકવાળો સેન્સેક્સ 293 અંકની તેજી સાથે 60,408.29 ના સ્તરે ખુલ્યો જ્યારે 50 અંકવાળો નિફ્ટી પણ 100થી વધુ અંકની તેજી સાથે 18,044.45 ના સ્તરે ખુલ્યો.     

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More