Home> Business
Advertisement
Prev
Next

₹2 ના સ્ટોકે 1 લાખના બનાવ્યા ₹12 કરોડ, એક્સપર્ટે કહ્યું- હવે 2680 પર જશે ભાવ, જલદી ખરીદો

Multibagger Stock To Buy: સ્ટોક માર્કેટમાં એવી ઘણી કંપની છે જેણે પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. આવી એક કંપની સ્પેશલિટી કેમિકલ સાથે જોડાયેલી એસઆરએફ લિમિટેડ છે. 
 

₹2 ના સ્ટોકે 1 લાખના બનાવ્યા ₹12 કરોડ, એક્સપર્ટે કહ્યું- હવે 2680 પર જશે ભાવ, જલદી ખરીદો

Multibagger Stock To Buy: સ્ટોક માર્કેટમાં ઘણી એવી કંપનીઓના શેર છે જેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આવી એક કંપની સ્પેશિયાલિટી કેમિકલ સાથે જોડાયેલી SRF લિમિટેડ છે. આ કંપનીના શેરએ આશરે 24 વર્ષના સમયગાળામાં રોકાણકારોને 1,22,619% નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

શું છે શેરની કિંમત
હવે બીએસઈ ઇન્ડેક્સ પર SRF લિમિટેડના શેરની કિંમત 2531 રૂપિયા છે. તો આશરે 24 વર્ષ પહેલાં જાન્યુઆરી 1999માં આ શેરની કિંમત માત્ર 2 રૂપિયા હતી. આ શેરમાં રોકાણકારોને 1,22,619% નું રિટર્ન મળ્યું છે. શેરનો 52 વીક લો 2002 રૂપિયા છે. શેરનો આ ભાવ 6 જુલાઈ 2022ના હતા. તો 14 સપ્ટેમ્બર 2022ના શેરની કિંમત 2864.35 રૂપિયા હતી. આ શેરનું 52 વીકમાં ઉચ્ચ સ્તર છે. શેરનું માર્કેટ કેપ 75,029.57 કરોડ રૂપિયા છે. 

આ પણ વાંચોઃ હવે ગાયની સાથે દૂધાળી ભેંસનો પણ થશે ઈન્શ્યોરન્સ, સરકાર ચૂકવશે પ્રિમિયમ

રકમ પ્રમાણે રિટર્ન
કોઈ ઈન્વેસ્ટરે 1999માં એસઆરએફ લિમિટેડના શેર પર 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને તેને અત્યાર સુધી હોલ્ડ કરીને રાખ્યા હોત તો આજે 12 કરોડ રૂપિયા બની ગયા હોત. એટલે કે ઈન્વેસ્ટરોએ 24 વર્ષમાં આ શેર દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હોત.

ટાર્ગેટ પ્રાઇઝ શું છે
ઘરેલૂ બ્રોકરેજ મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસએ SRF ના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઇઝ 2680 રૂપિયા નક્કી કરી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું રેવેન્યૂ  3142.41 કરોડ રૂપિયા હતું. તો નેટ પ્રોફિટ 580.70 કરોડ રૂપિયા હતો. 

આ પણ વાંચોઃ Gold Price: સોનાના ભાવ વધશે કે ઘટશે? જાણી લો શું કહે છે નિષ્ણાંતો, આજે છે આ ભાવ

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં જોખમ હોય છે. રોકાણ પહેલાં તમારા એડવાઇઝર્સ સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More