Home> Business
Advertisement
Prev
Next

Sports Car ના ચાહકો થઈ જાવ તૈયાર, સુપરકાર બનાવતી આ દિગ્ગજ કંપની આવી રહી છે ભારતમાં

પ્રીમિયમ સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની મેક્લેરેન(McLAREN) અંગે સૌ કોઈ જાણતા હશે. આ કંપની સુપર, સ્પોર્ટ્સ અને અલ્ટીમેટ સિરીઝ કાર બનાવે છે. ખાસ વાત એ છે કે આ કંપની હવે ભારતમાં પોતાની એન્ટ્રી કરશે. આવો જાણીએ શું છે કંપનીનો ભારત પ્લાન.

Sports Car ના ચાહકો થઈ જાવ તૈયાર, સુપરકાર બનાવતી આ દિગ્ગજ કંપની આવી રહી છે ભારતમાં

નવી દિલ્લીઃ પ્રીમિયમ સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની મેક્લેરેન(McLAREN) અંગે સૌ કોઈ જાણતા હશે. આ કંપની સુપર, સ્પોર્ટ્સ અને અલ્ટીમેટ સિરીઝ કાર બનાવે છે. ખાસ વાત એ છે કે આ કંપની હવે ભારતમાં પોતાની એન્ટ્રી કરશે. આવો જાણીએ શું છે કંપનીનો ભારત પ્લાન.

fallbacks

McLAREN INDIA LAUNCH-
પ્રીમિયમ બ્રિટીશ સુપરકાર બનાવતી કંપની મેક્લેરેન ભારતમાં અધિકારિક રીતે પોતાની એન્ટ્રી કરવા માટે કમર કસી રહી છે. કંપનીની દેશમાં સીમિત ઉપસ્થિતિ રહી છે. રિપોર્ટ મુજબ, હવે ભારતીય ગ્રાહકો માટે અધિકારીક રીતે આફ્ટર સેલ્સ સપોર્ટ માટે એક ડીલર પાર્ટનર સાથે પાર્ટનરશિપ કરી રહી છે.

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

વેબસાઈટમાં થઈ લીસ્ટ-
ખાસ વાત એ છે કે મેક્લેરેનની વેબસાઈટ પર અધિકારીક રીતે ભારતને કોન્ફિગરેશન સેક્શનમાં લીસ્ટ કરવામાં આવી છે. જે અત્યાર સુધી તેમની વેબસાઈટ પર દર્શાતી ન હતી. આ સિવાય મદ્રાસ એક્સોટિક કાર ક્લબના સંસ્તાપક અને અનેક સુપરકારના માલિક મનોજ લુલ્લાએ હાલમાં યુકેમાં મેક્લેરેનના ટેક્નિકલ સેન્ટરથી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. મનોજે કહ્યું કે મેક્લેરેન આખરે ભારતમાં એન્ટ્રી લઈ રહી છે. આગામી સપ્તાહથી અધિકારીક કિંમતો અંગે જાણી શકાશે.
 

WhatsApp નો વિચિત્ર કિસ્સો, અમદાવાદનો એક યુવક વાત કરતા કરતા આપમેળે જતો રહ્યો 30 વર્ષ પાછળ!

fallbacks

આ 4 મોડલ્સ સાથે કરશે એન્ટ્રી-
પ્રીમિયમ સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની મેક્લેરેન(McLAREN) અંગે સૌ કોઈ જાણતા હશે. આ કંપની સુપર, સ્પોર્ટ્સ અને અલ્ટીમેટ સિરીઝ કાર બનાવે છે. મેક્લેરેનના સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો કાર્બન ફાઈબર સ્ટ્રક્ચર પર આધારિત વાહનોનો છે. કંપની પોતાના 4 મોડલ્સ- GT, ARTURA, 720S અને 720S SPIDER સાથે ભારતમાં એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટ મુજબ મેક્લેરેન આગામી થોડા સમયમાં દેશમાં સંભવિત ગ્રાહકો સુધી પહોંચી જશે.
 

Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

fallbacks

ભારતમાં પહેલી મેક્લેરેન કાર-
જણાવી દઈએ કે મેક્લેરેન(McLAREN) ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી, જો કે સુપરકારોના શોખિન મેક્લેરેનની કારોને ભારતમાં આયાત કરીને ચલાવતા રહ્યાં છે. બેંગલુરુના રંજીત સુંદરમૂર્તિએ ભારતની પહેલી મેક્લેરેન કારને કારનેટ સ્કિમ દ્વારા ખરીદી હતી. જો કે તેમને આયાત કરેલી કારોની યોજનાના આધારે ભારતમાં આ કારને એક નિશ્ચિત અવધિ માટે ચલાવવા પરવાનગી આપી છે.

આ હરીફો સાથે થશે મુકાબલો-
મેક્લેરેન(McLAREN)નો ભારતીય બજારોમાં લેમ્બોર્ઘિની(LAMBORGHINI), પોર્શે(PORSCHE), મર્સિડીઝ-AMG(MERCEDES-AMG) જેવી દિગ્ગજ વિદેશી કંપનીઓ સાથે મુકાબલો થશે. જો કે કંપની તરફથી અધિકારીક એલાન કરવામાં આવ્યું નથી.

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય

જેકલીનથી દિપીકા સુધીની અભિનંત્રીઓના યોગાની હોટ તસવીરો આવી સામે, કહો તમને કોનું ફિગર લાગે છે હોટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More