Home> Business
Advertisement
Prev
Next

Share Market Update: અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા

Market Opening: ગત અઠવાડિયે શુક્રવારે જ્યાં બજારમાં તેજી જોવા મળી ત્યાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સની શરૂઆત લાલ નિશાન સાથે થઈ.

Share Market Update: અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા

Market Opening: ગત અઠવાડિયે શુક્રવારે જ્યાં બજારમાં તેજી જોવા મળી ત્યાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સની શરૂઆત લાલ નિશાન સાથે થઈ. કેટલાક વિદેશી શેરબજારમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ભારતીય શેર બ0જારમાં ખુબ ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સમાં 200 અંકથી વધુનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી પણ 80 અંકથી વધુ તૂટ્યો. આ સાથે લગભગ તમામ ઈન્ડેક્સ ઘટાડા સાથે ખુલ્યા છે. 

સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાન સાથે થઈ. સેન્સેક્સમાં 233.24 અંકનો ઘટાડો જોવા મળ્યો અને સેન્સેક્સ  54248.60 ના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી 84.45 અંક ગગડીને 16136.15 સ્તરે ખુલ્યો. આ અગાઉ આઠ જુલાઈના રોજ બજારમાં તેજી જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 303.38 અંકનો વધારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 54,481.84 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 87.70 અંકના વધારા સાથે 16,220.60 સ્તરે બંધ થયો. 

સ્થાનિક શેર બજારોની દિશા આ અઠવાડિયે આર્થિક આંકડા અને કંપનીઓના ત્રિમાસિક પરિણામોથી નક્કી થશે. આ ઉપરાંત વૈશ્વિક ટ્રેન્ડ અને વિદેશી કોષોનું વલણ પણ બજારની દ્રષ્ટિથી મહત્વનું રહેશે. તજજ્ઞોનું કહેવું છે કે બજાર ભાગીદારોની નજર આ સાથે જ રૂપિયાના ઉતાર ચડાવ અને ક્રૂડ ઓઈલના ભાવ ઉપર પણ રહેશે. 

આ સપ્તાહે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટીસીએસ)ના ત્રિમાસિક પરિણામ આવશે. આ ઉપરાંત 12 જુલાઈના રોજ ઔદ્યોગિક ઉત્પાદન (આઈઆઈપી) અનેગ્રાહક મૂલ્ય સૂચકઆંક આધારિક સીપીઆઈ સાથે જ 14 જુલાઈના રોજ જથ્થાબંધ મૂલ્ય સૂચકઆંક આધારિક ડબલ્યુપીઆઈના આંકડા પણ આવવાના છે. 

એફપીઆઈનો ઉપાડ
બીજી બાજુ ભારતીય શેર બજારોમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ)ના ઉપાડનો સિલસિલો જુલાઈમાં પણ ચાલુ છે. જો કે હવે એફપીઆઈની વેચાવલીની ગતિ  થોડી ધીમી પડી છે. ડોલરની મજબૂતાઈ અને અમેરિકામાં વ્યાજદરોમાં વધારા વચ્ચે એફપીઆઈએ જુલાઈમાં 4000 કરોડથી વધુ શેર વેચ્યા છે. ડિપોઝિટરીના આંકડા મુજબ એકથી આઠ જુલાઈ વચ્ચે એફપીઆઈએ ભારતીય શેર બજારોમાંથી શુદ્ધ રીતે 4096 કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો છે. 

જૂનમાં પણ કાઢ્યા પૈસા
જૂનમાં એફપીઆઈએ 50,203 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. માર્ચ 2022 બાદ આ સૌથી ઊંચું સ્તર છે. તે સમયે એફપીઆઈનો ઉપાડ 61,973 કરોડ રૂપિયા રહ્યો હતો. આ વર્ષે એફપીઆઈ ભારતીય શેરોમાંથી 2.21 લાખ કરોડ રૂપિયા કાઢી ચૂક્યા છે. આ અગાઉ 2008ના સમગ્ર વર્ષમાં તેમણે  61,973 કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો હતો. એફપીઆઈની વેચાવલીના કારણે રૂપિયો પણ નબળો પડ્યો છે. હાલમાં રૂપિયો 79 રૂપિયા પ્રતિ ડોલરના સ્તરને પાર કરી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More