Home> Business
Advertisement
Prev
Next

રોકાણકારોને લીલાલહેર! સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, આ શેરોએ કર્યા ધનના ઢગલા

શેર માર્કેટમાં રોકાણકારો માટે બુધવાર ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. આજે સવારે જ સેન્સેક્સ 950 પોઇન્ટથી વધુ મજબૂત થયો છે. જ્યારે નિફ્ટી 16900 ને પાર નિકળી ગયો. એટલે કે આજે ફરી એકવાર બજારમાં રોનક પાછી ફરી છે. બેંક, ઓટો, આઇટી, મેટલ અને ફાઇન્શિયલ શેરોમાં જોરદાર ખરીદીના લીધે બજારને મજબૂતી મળી છે.

રોકાણકારોને લીલાલહેર! સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, આ શેરોએ કર્યા ધનના ઢગલા

નવી દિલ્હી: Share Market Update: શેર માર્કેટમાં રોકાણકારો માટે બુધવાર ફાયદાકારક સાબિત થઇ રહ્યો છે. આજે સવારે જ સેન્સેક્સ 950 પોઇન્ટથી વધુ મજબૂત થયો છે. જ્યારે નિફ્ટી 16900 ને પાર નિકળી ગયો. એટલે કે આજે ફરી એકવાર બજારમાં રોનક પાછી ફરી છે. બેંક, ઓટો, આઇટી, મેટલ અને ફાઇન્શિયલ શેરોમાં જોરદાર ખરીદીના લીધે બજારને મજબૂતી મળી છે. જોકે સેન્સેક્સમાં 745 પોઇન્ટની બઢત સાથે 56,522 ના સ્તર પર ટ્રેંડ કરી રહ્યો છે. 

શેરબજારની શાનદાર શરૂઆત
15 માર્ચના રોજ 700થી વધુ પોઈન્ટના ઘટાડા બાદ આજે ફરી બજાર જોરદાર તેજી સાથે ખુલ્યું છે. નિફ્ટી પણ 191 પોઈન્ટના ઉછાળા સાથે 16,854ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તો બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 100 ડોલરની નજીક છે. આજે સવારથી અત્યાર સુધીમાં બજારમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયા વધી ગયા છે.

આ શેરોમાં ખરીદીથી થયો ફાયદો
આજના બજારના અનુસાર લાર્જકેપ શેરોની સાથે-સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર ખરીદી થઇ રહી છે. જો તમે પણ બજારમાંથી ફાયદો કમાવવા માંગો છો તો આજે પ્રયત્ન કરી શકો છો. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 1.11 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ 1.15 ટકા મજબૂત થયો છે. એટલે કે બજારમાં વૈશ્વિક વેચાવલીના વિપરીત તેજી જોવા મળી છે. 

સરકાર ખરીદશે સસ્તું ક્રૂડ ઓઇલ
તે રશિયા-યૂક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી શકે છે. સરકારે રાજ્યસભામાં કહ્યું કે રશિયા સાથે વાતચીત ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર રશિયા પાસેથી લગભગ 4 મિલિયન બેરલ તેલ આયાત કરી શકે છે. સરકાર રૂપિયા-રૂબલમાં રશિયા સથે લેણદેણ કરી શકે છે. તમને જણાવી દઇએ કે ડોલર સાથે મુકાબલામાં રૂબલમાં ઘટાડો થયો છે.  

રોકાણકારને બલ્લે-બલ્લે
આજે સવારથી બજારમાં રોકાણકારોની સંપત્તિમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE લિસ્ટેડ કુલ કંપનીઓનું માર્કેટ કેપ મંગળવારે રૂ. 2,51,66,630.06 કરોડ હતું, જે બુધવારે રૂ. 3,38,897.99 કરોડ વધીને રૂ. 2,55,05,528.05 કરોડ થયું હતું.

આ શેરોએ કરી ધનની વર્ષા
બજારમાં તેજી સાથે જોમેટોના શેરોમાં પણ તેજી જોવા મળી છે. જોમેટોના શેર બીએસઇ પર 0.52 ટકાના વધારા સાથે 77 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે અને કારોબારમાં આ 79.95 રૂપિયાના સ્તર સુધી ગયો. કંપનીના શેર પોતાના રેકોર્ડ હાઇથી અડધાથી ઓછા પર પરત ઇશ્યૂ પ્રાઇસ પર આવી ગયો છે. 

પેટીએમના શેરોમાં પણ આજે તેજી આવી છે. બીએસઇ પર શેર 4.44 ટકા વધારા સથે 618.70 રૂપિયા પર પહોંચી ગયો છે. શેરોમાં તેજીથી કંપનીની માર્કેટ કેપ વધીને 40,013.94 કરોડ રૂપિયા થઇ ગઇ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More