Home> Business
Advertisement
Prev
Next

Share Market Closing: અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર લાલ નિશાન સાથે બંધ, સેન્સેક્સ 992 પોઈન્ટ તૂટ્યો

Stock Market Updates Today: આજના ટ્રેડિંગ સેશનમાં આઇટી, મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ લાલ નિશાન પર બંધ થયા. બીજી તરફ આજે ઓટો, ફાર્મા અને એફએમસીજી ઇન્ડેક્સ લીલા નિશાનમાં રહ્યા

Share Market Closing: અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેર બજાર લાલ નિશાન સાથે બંધ, સેન્સેક્સ 992 પોઈન્ટ તૂટ્યો

Stock Market Updates Today: શેર બજાર આજે ફરી ઘટાડા સાથે બંધ થયું છે. સારી શરૂઆત બાદ દિવસભરના ટ્રેડિંગ સેશનમાં ઉતાર-ચઢાવ બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર બંધ થયા છે. જ્યાં એક તરફ સેન્સેક્સમાં લગભગ 992 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો, ત્યારે નિફ્ટી પણ 15800 નીચે આવી ગયો છે. આ સાથે જ આ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે પણ શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું.

આજના બજાર બંધનો ભાવ સેન્સેક્સના ગઇકાલના બજાર બંધના ભાવથી 137 પોઇન્ટના ઘટાડા સાથે 52,793.62 ના સ્તર પર બંધ થયો. જ્યારે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે આજે 53,786 લેવલ સુધી પહોંચ્યો હતો. ત્યારે નિફ્ટી પણ આજે 26 પોઈન્ટ તૂટી 15,782 ના લેવલ પર બંધ થયો. ત્યારે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 16,084 ના સ્તર પર પહોંચ્યો હતો. આજે ટ્રેડિંગ સેશનમાં બેંક અને નાણાકીય શેરોમાં જબરદસ્ત વેચાણ જોવા મળ્યું. બંને જ ઇન્ડેક્સ નિફ્ટી પર 1 ટકાથી વધારે નબળાઈ સાથે બંધ થયા.

આજના ટ્રેડિંગ સેશનમાં આઇટી, મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ પણ લાલ નિશાન પર બંધ થયા. બીજી તરફ આજે ઓટો, ફાર્મા અને એફએમસીજી ઇન્ડેક્સ લીલા નિશાનમાં રહ્યા. ત્યારે જો હેવીવેટ શેરની વાત કરીએ તો તેમની સ્થિતિમાં ઉતાર-ચઢાવમાં જ જોવા મળી. જો કે, ગઇકાલના કારોબારની સરખામણીએ આજની સ્થિતિ થોડી સારી રહી. આજે સેન્સેક્સ 30 ના 16 શેર લાલ નિશાનમાં અને 14 લીલા નિશાનમાં બંધ થયા છે.

જો વાત કરવામાં આવે આજના કારોબારી સત્રના ટોપ ગેનર અને ટોપ લૂઝરની. આજના ટોપ ગેનર્સમાં HINDUNILVR, SUNPHARMA, M&M અને TITAN સામેલ છે. જ્યારે ટોપ લૂઝર્સમાં SBI, Airtel, ICICIBANK, NTPC, MARUTI અને TATASTEEL સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More