Home> Business
Advertisement
Prev
Next

સેન્સેક્સ 342 પોઈન્ટના વધારા સાથે 36213 પર બંધ, નિફ્ટીમાં 88 પોઈન્ટનો ઉછાળો

વિશ્લેષકો પ્રમાણે અમેરિકા-ચીન વચ્ચે વ્યાપાર વિવાદ ઉકેલવાની આશા વધવાથી એશિયન બજારોમાં તેજી આવી છે.
 

સેન્સેક્સ 342 પોઈન્ટના વધારા સાથે 36213 પર બંધ, નિફ્ટીમાં 88 પોઈન્ટનો ઉછાળો

મુંબઈઃ શેર બજારમાં કારોબારી સપ્તાહની સારી શરૂઆત થઈ છે. સેન્સેક્સ સોમવારે 341.90 પોઈન્ટના વધારા સાથે 36,213.38 પર બંધ થયો હતો. નિફ્ટીની ક્લોઝિંગ 88.45 પોઈન્ટની જેતી સાથે 10,880.10 પર થઈ છે. ડોમેસ્ટિક રોકાણકારોની ખરીદીથી બજારમાં તેજી આવી છે. બીજી એશિયન બજારોમાંથી પણ સારા સંકેત મળ્યા છે. 

વિશ્લેષકો પ્રમાણે અમેરિકા-ચીન વચ્ચે વ્યાપાર વિવાદ ઉકેલવાની આશા વધવાથી એશિયન બજારોમાં તેજી આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇનીઝ ઇમ્પોર્ટ પર ડ્યૂટી વધારવાની ડેડલાઇન 1 માર્ચથી આગળ વધારી દીધી છે. તેમણે કહ્યું કે, બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલી વાર્તા અત્યાર સુધી સારી રહી છે. તેથી 1 માર્ચથી ટેરિફ વધારવામાં આવશે નહીં. 

બ્રોકર્સનું કહેવું છે કે, જીએસટી કાઉન્સિલના નિર્ણયથી પણ ભારતીય બજારમાં ઉછાળો આવ્યો છે. કાઉન્સિલે રવિવારે અન્ડર કંસ્ટ્રક્શન ઘરો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા અને અફોર્ડેબલ હાઉસ પર 8 ટકાથી ઘટાડીને 1 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. નવા દરો 1 એપ્રિલથી લાગૂ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More