SEBI employees protest : હાલ SEBIમાં બધુ બરાબર ચાલતુ હોય તેમ લાગી રહ્યુ નથી. કેમ કે મુંબઈ સ્થિત SEBIમાં પહેલીવાર કાર્યકરોએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો. ટોપ મેનેજમેન્ટ સામે ગંભીર આરોપ લગાવીને SEBIના પ્રમુખ માધવી બુચના રાજીનામાની માગ કરી. ત્યારે શું છે આખો વિવાદ અને કેમ કર્મચારીઓમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ જોઈએ આ રિપોર્ટમાં...
SEBI એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા. પરંતુ હાલ મુંબઈ સ્થિત SEBI કાર્યાલયમાં વિરોધનો વંટોળ છે. ગુરુવાર સવારે અંદાજે 200થી વધુ કર્મચારીઓ બે કલાક માટે પોતાના કામથી અળગા રહ્યા અને SEBIમાં ચાલી રહેવા ટોક્સિક વર્ક કલ્ચરનો ખુલીનો વિરોધ નોંધાવ્યો... SEBI કર્મચારીઓની એક જ માગ હતી કે SEBI પોતાની પ્રેસ રિલીઝ પાછી ખેંચે અને SEBI પ્રમુખ માધવી બૂચ રાજીનામું આપે.
પ્રલય આવશે પ્રલય! આ આગાહી માત્ર ગુજરાત માટે જ નથી, આ રાજ્યોના હાલ પણ બુરા થશે
આખા મામલાની વાત કરીએ તો થોડા દિવસો પહેલાં SEBI કર્મચારીઓએ ગૃહમંત્રાલયમાં પત્ર લખીને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયુ હતુ કે SEBIનું ટોપ મેનેજમેન્ટ તેમના પર હદ કરતા વધુ દબાણ કરી રહ્યુ છે. અંદાજે 500 કર્મચારીઓના હસ્તાક્ષર સાથેના પત્રમાં ઉલ્લેખ કરાયો હતો કે SEBIમાં માહોલ તણાવપૂર્ણ છે અને કામનું વાતાવરણ ખરાબ થઈ ચુક્યુ છે.
SEBI કર્મચારીઓએ લખેલા પત્ર બાદ SEBIના ઉચ્ચ મેનેજમેન્ટ દ્વારા પોતાનો બચાવ કરાયો હતો. જેમાં જણાવાયુ હતુ કે કર્મચારીઓની ચિંતા પાછળ બહારી પ્રભાવ જવાબદાર છે. કર્મચારીઓને ખોટી લાલચો દેખાડીને ભડકાવવામાં આવ્યા છે.
SEBIના આ જ દાવા બાદ કર્મચારીઓ ગુસ્સે ભરાયા છે અને ગુરુવાર સવારે 200થી વધુ અધિકારીઓ વિરોધમાં ઉતરી ગયા સાથે જ કર્મચારીઓએ SEBI કાર્યાલયમાં ચાલતા ટોક્સિક વર્ક કલ્ચરનો પર્દાફાશ કર્યો છે.
બાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યા
SEBI કર્મચારીઓએ ટોપ મેનેજમેન્ટ સામે શું આરોપ લગાવ્યા છે, તેની વાત કરીએ
SEBIમાં જે રીતે થોડા સમયથી ઉથલપાથલ થઈ રહી છે, તે સ્પષ્ટ કરે છે કે હાલ SEBIમાં બધુ બરાબર ચાલી રહ્યુ નથી. હવે તો SEBI કર્મચારીઓ પણ ખુલીને વિરોધ કરી રહ્યા છે અને માધવી બુચનું રાજીનામું માંગી રહ્યા છે.
અંબાણી કે અદાણી નહિ, આ પરિવાર છે દેશના સૌથી મોંઘા ફ્લેટનો માલિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે