Home> Business
Advertisement
Prev
Next

SBIમાં ખાતું હોય તો આ વાત તમારા માટે જાણવી છે ખુબ જરૂરી, પેનલ્ટી ભરવાથી બચશો

જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં ખાતું ધરાવતા હોવ તો તમારા માટે એકાઉન્ટમાં મિનિયમમ બેલેન્સના નિયમો અને શરતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

SBIમાં ખાતું હોય તો આ વાત તમારા માટે જાણવી છે ખુબ જરૂરી, પેનલ્ટી ભરવાથી બચશો

જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)માં ખાતું ધરાવતા હોવ તો તમારા માટે એકાઉન્ટમાં મિનિયમમ બેલેન્સના નિયમો અને શરતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી તમને કોઈ પરેશાની થશે નહીં. પેનલ્ટી આપવી નહીં પડે. આપણે બેદરકારી કે જાણકારીના અભાવમાં મિનિમમ એકાઉન્ટ બેલન્સના ચક્કરમાં પરેશાની ભોગવતા હોઈએ છીએ. આવો જાણીએ આ અંગેની જરૂરી વાતો...

- એસબીઆઈની વેબસાઈટ sbi.co.in મુજબ જે ગ્રાહકોના સેવિંગ એકાઉન્ટ મહાનગરો અને શહેરોની શાખામાં છે તેમણે મિનિમમ એકાઉન્ટ બેલેન્સ 3000 રૂપિયા રાખવાનું હોય છે. 
- આમ તો સેમી અર્બન વિસ્તારમાં જે ગ્રાહકોના એસબીઆઈમાં ખાતા છે તેમણે મિનિમમ બેલેન્સ 2000 રૂપિયા રાખવાનું રહે છે. 
- જો બેંકની શાખા ગ્રામીણ વિસ્તારમાં હોય તો અને ત્યાં ગ્રાહકનું સેવિંગ એકાઉન્ટ હોય તો તેમણે મહિને સરેરાશ 1000 રૂપિયા મિનિમમ બેલેન્સ જાળવવાનું હોય છે. 
- જો કોઈ પણ કેટેગરીવાળા વિસ્તારમાં બેંકોમાં ચાલી રહેલા સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવામાં ન આવે તો ગ્રાહકે તેના બદલે પેનલ્ટી કે દંડ ભરવો પડે છે. જો કે આ દંડ અલગ અલગ જગ્યાઓ મુજબ નક્કી થતો હોય છે. 

જુઓ LIVE TV

જાણો શું લાગે પેનલ્ટી
- મહાનગરો અને શહેરી વિસ્તારોમાં બેંક શાખામાં રહેલા સેવિંગ એકાઉન્ટમાં મહિને સરેરાશ મિનિમમ બેલેન્સ ન જાળવો તો 10 રૂપિયા + જીએસટીથી લઈને 15 રૂપિયા+જીએસટી પેનલ્ટી તરીકે ચાર્જ લાગે છે. 
- સેમી અર્બન વિસ્તારોની બેન્ક શાખાઓ સેવિંગ એકાઉન્ટમાં સરેરાશ મિનિમમ બેલેન્સ ન રહે તો 7.5 રૂપિયા + જીએસટીથી લઈને 12 રૂપિયા + જીએસટી પેનલ્ટી  તરીકે વસૂલે છે. 
- ગ્રામીણ વિસ્તારની બેન્ક શાખાના સેવિંગ એકાઉન્ટમાં સરેરાશ મિનિમમ બેલેન્સ ન જાળવવામાં આવે તો ગ્રાહક પાસેથી 5-10 રૂપિયા + જીએસટી તરીકે વસૂલવામાં આવે છે. 
- એસબીઆઈ આમ તો ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની પણ સુવિધા આપે છે. જેમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સની માથાકૂટ રહેતી નથી. આ પ્રકારના એકાઉન્ટને બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ (BSBD) કહે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More