Home> Business
Advertisement
Prev
Next

New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકો

Credit Card Rules Change: નવા મહિનાની શરૂઆત સાથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ ગયા છે. 1 જૂનથી ઘણી બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમો બદલ્યા છે. 

New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકો

SBI Credit card rules change from 1 June:  નવા મહિનાની શરૂઆત સાથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ ગયા છે. 1 જૂનથી ઘણી બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી સાર્વજનિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં અથવા પછી ખાનગી સેક્ટરની બેંક ICICI Bank, HDFC Bank, બેંક ઓફ બરોડા (Bank Of Baroda) માં છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. 

એસબીઆઇનું હોય તો કામના છે સમાચાર
જો તમે એસબીઆઇનું ક્રેડિટ કાર્ડ (SBI Card) નો ઉપયોગ કરો છો તો નવા મહિનાની શરૂઆત સાથે જ તમને આંચકો લાગવાનો છે. એસબીઆઇ 1 જૂનથી પોતાના કેટલાક ક્રેડિટ કાર્ડ વડે સરકાર સંબંધિત ટ્રાંજેક્શન પર રિવોર્ડ પોઇન્ટ બંધ કરી દીધા છે. આજથી નવા નિયમ લાગૂ થયા બાદ એસબીઆઇ ક્રેડિટ કાર્ડના આ કાર્ડસ પર રિવોર્ડ્સની સુવિધા બંધ થઇ રહી છે. 

New Rules: કામના સમાચાર, આધારથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધી આજથી બદલાઇ ગયા નિયમો
DL Rules: આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, ભૂલ કરી તો ભરવો પડશે ₹25000 દંડ

કયા કયા ક્રેડિટ કાર્ડ સામેલ
SBI ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો 1 જૂનથી બદલાઈ ગયા છે. નવા નિયમ અંતગર્ત SBIના કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે સરકાર સંબંધિત ટ્રાંજેક્શન પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં. જે SBI ક્રેડિટ કાર્ડ્સમાં આ સુવિધા બંધ કરવામાં આવનાર છે તેમાં ઓરમ, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ, SBI કાર્ડ પ્લસ, સિમ્પલ ક્લિક ક્રેડિટ કાર્ડ, SBI કાર્ડ પ્રાઇમ, SBI કાર્ડ પ્લેટિનમ (SBI Card Platinum), SBI કાર્ડ પ્લેટિનમ એડવાન્ટેજ (Platinum Advantage), ગોલ્ડ SBI કાર્ડ, ગોલ્ડ ક્લાસિક એસબીઆઈ કાર્ડ, ગોલ્ડ ડિફેન્સ એસબીઆઈ કાર્ડ, સિમ્પલ એન્ડ સેવ એસબીઆઈ કાર્ડ, ગોલ્ડ એન્ડ મોર ટાઈટેનિયમ એસબીઆઈ કાર્ડ (Gold & More Titanium SBI Card), કૃષક ઉન્નતિ એસબીઆઈ કાર્ડ (KVB SBI Platinum Card), કેવીબી એસબીઆઈ પ્લેટિનમ કાર્ડ, કર્ણાટક બેંક એસબીઆઈ કાર્ડ, સિટી યુનિયન બેંક સિમ્પલ સેવ એસબીઆઈ કાર્ડ, સેન્ટ્રલ બેંક એસબીઆઈ કાર્ડ, UCO Bank SBI Card PRIME જેવા ઘણા ક્રેડિટ કાર્ડ સામેલ છે. 

આ બેંકોના ક્રેડિટ કાર્ડના બદલાયા નિયમ
એસબીઆઇ ઉપરાંત ઘણી બીજી બેંકોના ક્રેડિટ કાર્ડના નિયમો બદલાઇ ગયા છે. અમેઝોન પે, આઇસીઆઇસીઆઇ બેંક ક્રેડિટ કાર્ડ વડે ભાડુ ચૂકવવા પર યૂઝર્સને 1 ટક રિવોર્ડ પોઇન્ટ મળતા હતા, પરંતુ 18 જૂનથી તેના પર કોઇ રિવોર પોઇન્ટ નહી મળે. આ પ્રકારે સ્વિગી એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ માટે કેશબેક મિકેનિઝમ જૂનથી બદલાઇ ગયા છે. હવે કેશબેકના બદલે આગામી મહિનાનાના કાર્ડ સ્ટેટમેન્ટમાં એડજસ્ટ કરવામાં આવશે. 

મોદી ફરી ત્રીજીવાર બનશે PM કે ઝોળી લઇને જતા રહેશે? મોટા સંકેત આપી રહ્યું છે રાશિફળ

તો બીજી તરફ બેંક ઓફ ઇન્ડીયાએ પણ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમો બદલ્યા છે. 23 જૂનથી બેંક ઓફ બરોડ પોતાના BOBCARD One co-branded ક્રેડિટ કાર્ડ પર લગાવવામાં આવતા ચાર્જમાં ફેરફા કર્યો છે. જેના અંતગર્ત ક્રેડિટ કાર્ડમાં મોડું અથવા ક્રેડિટ લિમિટ કરતાં વધુ પેમેન્ટ કરવા પર ચાર્જ વધી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More