Home> Business
Advertisement
Prev
Next

SAP ઈન્ડિયા અને ઝી બિઝનેસે ડેર ટુ ડ્રીમ એવોર્ડ્સ 2022ની ચોથી એડિશનને કરી લોન્ચ

SAP ડેર ટુ ડ્રીમ 2022 અવોર્ડ્સનો હેતું MSME નાયકોનું સન્માન કરવું, સકારાત્મક સામાજિક આર્થિક પ્રભાવને પ્રોત્સાહન આપવું, વધુ તકો શોધવી અને 'ડિજિટલ માનસિકતા' નો ઉપયોગ કરવા માટે તેમના દુરંદર્શી ઉત્સાહનું પ્રદર્શન કરવું અને જશ્ન મનાવવાનું છે. આ અવોર્ડ ઝી બિઝનેસની સાથે પાર્ટનરશિપમાં અપાઈ રહ્યા છે. 

SAP ઈન્ડિયા અને ઝી બિઝનેસે ડેર ટુ ડ્રીમ એવોર્ડ્સ 2022ની ચોથી એડિશનને કરી લોન્ચ

ભારતના વિકાસ એન્જિન તરીકે જોવાતા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ આકારના વ્યવસાયો (MSME) ની દેશની સમૃદ્ધિ અને 'અમૃતકાળ'ની યાત્રાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા છે. આજે MSME નવી નોકરીઓનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે અને વિભિન્ન પ્રકારની ચીજો અને સર્વિસિસનું ઉત્પાદન કરે છે. આ ક્ષેત્ર દેશની જીડીપીનો લગભગ એક તૃતિયાંશ ભાગ છે. આ સાથે જ આ ક્ષેત્ર રોજગારમાં વધારો કરે છે અને તક પણ આપે છે. 

SAP ડેર ટુ ડ્રીમ 2022 અવોર્ડ્સનો હેતું MSME નાયકોનું સન્માન કરવું, સકારાત્મક સામાજિક આર્થિક પ્રભાવને પ્રોત્સાહન આપવું, વધુ તકો શોધવી અને 'ડિજિટલ માનસિકતા' નો ઉપયોગ કરવા માટે તેમના દુરંદર્શી ઉત્સાહનું પ્રદર્શન કરવું અને જશ્ન મનાવવાનું છે. આ અવોર્ડ ઝી બિઝનેસની સાથે પાર્ટનરશિપમાં અપાઈ રહ્યા છે. 

લોન્ચ પર એસએપી ઈન્ડિયન સબકોન્ટિનેન્ટના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર કુલમિત બાવાએ કહ્યું કે, ભારતમાં એસએપીની યાત્રા હંમેશા દેશના નિર્માણ કાર્યક્રમો સાથે જોડાયેલી છે જેમનો 300 મિલિયનથી વધુ ભારતીયો પર મહત્વનો પ્રભાવ પડ્યો છે. આપણે હંમેશા તેના પર વિશ્વાસ કર્યો છે. ભારતના મીડ માર્કેટની સંયુક્ત તાકાત અને તેમના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. ભલે તે ભવિષ્યની વર્કફોર્સને વિક્સિત કરવા માટે ટેક્નોલોજી પાર્ટનરશિપ તરીકે સેવા કરી રહ્યા હોય, એસએમઈ સમુદાયના એક વિશ્વસનીય સલાહકાર હોય, કે પછી દેશના ઈનોવેશન સિસ્ટમને પ્રોત્સાહન આપી રહ્યા હોય. આ કાર્યક્રમનો હેતુ નવા ભારતને વિકાસ તરફ લઈ જનારા તમામ બિઝનેસ લીડર્સને ઓળખવાનો અને તેમનું સન્માન કરવાનો છે. 

આ ડેર ટુ ડ્રીમ અવોર્ડ્સની ચોથી એડિશન છે અને તે એ ભારતીય કારોબારીઓની ભાવનાનો જશ્ન મનાવશે જેમણે ગત વર્ષ બજારમાં આવેલી ઉથલપાથલને પોતાના ફાયદા માટે ઉપયોગ કરીને જીત મેળવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પહેલે વ્યવસાયિક કારોબારી માહોલની પડકારોનો સામનો કરવા અને ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવીને પ્રતિકૂળતાઓને પોતાના લાભમાં ફેરવવા માટે પ્રેરિત કર્યા છે. 

મિડમાર્કેટ અને ઈમર્જિંગ બિઝનેસ અને એસએપી ઈન્ડિયન સબકોન્ટિનેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ સિન્હાએ કહ્યું કે, 'ભારતીય MSME અને તેના વેપારી નેતાઓ માત્ર ભારતની અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ અબજો ભારતીયોના જીવનને બદલવાની શક્તિ ધરાવે છે. તેઓ કુલ હિસ્સાનો 27 ટકા ભાગ છે. જેમાં હેન્ડલૂમમાં સારો એવો ગ્રોથ છે. દેશ ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે, અમે પણ મોટી છલાંગ માટે તૈયાર છીએ જેને નવા ભારતના નેતાઓ તરફથી આકાર અપાઈ રહ્યો છે.'

આ વર્ષની થીમ આધુનિક ભારતના નેતાઓ તરફથી 'આગામી મોટી છલાંગ' પર વિચાર કરશે. ઉદ્યોગ જગતના દિગ્ગજ, જાણીતા વિચારક, અને આ ક્ષેત્રના અન્ય અનુભવી વ્યવસાયિક અવોર્ડ સેરેમની માટે એક જ છત નીચે ભેગા થશે. એવોર્ડ સેરેમની 16 નવેમ્બર 2022ના રોજ મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડમાં થશે. આ વર્ષની એડિશનમાં લીડરશિપ લેક્ચર, ડિબેટ અને પેનલ ડિસ્કશન MSME માટે 2047માં ભારતનું નેતૃત્વ કરવાની જવાબદારીનો રસ્તો સંભાળવાનો રસ્તો સાફ કરશે. 

પહલ પર ઝી બિઝનેસના મેનેજિંગ એડિટર અનિલ સિંઘવીએ કહ્યું કે, 'ભારતને ભારત સાથે જોડવામાં MSME ની સફળતા ઈન્ડિયા ઈંકની ઓછી જણાવવામાં આવેલી કહાનીઓમાંથી એક છે. એસએપીના સહયોગથી શરૂ કરાયેલી ડેર ટુ ડ્રીમ પહેલ એક વસીયતનામું છે. SAP ના સહયોગથી શરૂ કરાયેલી ડેર ટુ ડ્રીમ પહેલ રોજગારની તકો અને આંત્રપ્રિન્યોર દ્વારા લાખો ભારતીયોને સશક્ત બનાવનારી આ અસાધારણ કહાનીઓનો પુરાવો છે. આ સાથે, આપણે આશા રાખીએ છીએ કે અજાણ્યા અવાજોને હજુ વધુ માન્યતા અને પ્રશંસા મળશે.'

12 શ્રેણીઓમાં 50થી વધુ અવોર્ડ આપવામાં આવશે. જ્યૂરી પેનલમાં ઉદ્યોગ જગતની જાણીતી હસ્તિઓ સામેલ છે. ઈનોવેશન, ડિજિટલ ચેન્જ, અને જીતનારા ગ્રાહકોમાં સૌથી આગળ રહ્યા હોય તેવા લીડર્સને તેઓ અવોર્ડ્સ આપશે. 

ડેર ટુ ડ્રીમ અવોર્ડ્સ ઈનોવેશનનો જશ્ન મનાવે છે અને બીજાને પોતાના સપનાને આગળ વધારવા માટે પ્રેરિત કરે છે. જો તમે પણ એક ઈનોવેટિવ નેતા છો, જેમણે બિઝનેસને નવા આયામ સુધી પહોંચાડ્યો છે તો આ ધ્યાન આપવાનો સમય છે. આ દુનયિાની સાથે પોતાની યાત્રા શેર કરવા અને પોતાને ઉદાહરણ તરીકે જોવાની એક શાનદાર તક છે. નોમિનેશન ફોર્મ અહીં ભરો.

પોતાની પ્રેરણાદાયક યાત્રા દુનિયાને દેખાડવાનો સમય આવી ગયો છે અને એક એવા ઈનોવેટિવ લીડર તરીકે જોઈ શકાય છે જેઓ કારોબાર માટે માપદંડો નક્કી કરે છે. સરળ નામાંકન પ્રક્રિયા વિશે વધુ જાણવા માટે ડેર ટુ ડ્રીમ અવોર્ડ્સ 2022 વેબસાઈટ Dare to Dream Awards 2022 પર જાઓ અને ઈનોવેશનના આ ઉત્સવનો ભાગ બનવા માટે 29 ઓક્ટોબર પહેલા તમારું નામાંકન જમા કરાવો. તમારી નામાંકન પ્રક્રિયા શરૂ કરો. Start your nomination process.

SAP વિશે
SAP ની રણનીતિ દરેક બિઝનેસને સુચારું રીતે ચલાવવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન સોફ્ટવેરમાં માર્કેટ લીડર છે. અમે તમામ પ્રકારની ઈન્ડસ્ટ્રીની દરકે પ્રકારની કંપનીઓને સર્વશ્રેષ્ઠ આપવામાં મદદ કરીએ છીએ. દુનિયાના કુલમાંથી 87 ટકા ગ્લોબલ કોમર્સ SAP સિસ્ટમને સ્પર્શે છે. આપણી મશીન લર્નિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને એડવાન્સ એનાલિટિકલ ટેક્નોલોજી કારોબારને સ્થાયી સફળતા વ્યવસાયમાં ફેરવવામાં મદદ કરે છે. 

SAP લોકો અને સંસ્થાઓને ઊંડાણપૂર્વક વેપારી દ્રષ્ટિકોણ આપવામાં મદદ અને સહયોગને પ્રોત્સાહન આપે છે. જેથી કરીને તમે તમારા પ્રતિસ્પર્ધી કરતા આગળ નીકળી શકો. વધુ માહિતી માટે  SAP.com વેબસાઈટની મુલાકાત લો. 

ઝી બિઝનેસ વિશે
ઝી બિઝનેસ દેશની નંબર 1 હિન્દી બિઝનેસ ન્યૂઝ ચેનલ છે. આ તમારી ચેનલ નફા અને સંપત્તિ માટે છે. ચેનલે તેના નવીન પ્રોગ્રામિંગ અને બિઝનેસ ન્યૂઝને 24x7 બતાવવાની પાથ-બ્રેકિંગ વ્યૂહરચના દ્વારા બિઝનેસ ન્યૂઝમાં ક્રાંતિ લાવી છે. ZEE બિઝનેસ ખરેખર ભારતના પરિવર્તનનું પ્રતિબિંબ છે. અમારું પ્રોગ્રામિંગ અસાધારણ રીતે તીક્ષ્ણ છે, જેમાં વૈશ્વિક બજારોથી માંડીને ઘરેલું ફ્રેન્ચાઇઝી સુધીના અસંખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે, સૌથી પ્રભાવશાળી મુદ્દાઓથી લઈને તમારા પૈસા ક્યાં હોવા જોઈએ. તમને જાણ કરે છે, તમને સશક્ત બનાવે છે. અમે એવી સામગ્રી અને પ્રોગ્રામિંગને તૈયાર કરીએ છીએ જે તમારી વ્યાપારી કુશળતાને વધારે છે.  ઝી બિઝનેસ જુઓ , બદલાતા ભારતને જુઓ..Visit: http://www.zeebiz.com

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More