Home> Business
Advertisement
Prev
Next

5 વર્ષ 5% અને 5 કરોડ, આ છે SIP 'ત્રિપલ 5'વાળી ટ્રિક, દર મહિને મળશે અઢી લાખનું પેન્શન!

ઘણા લોકો નિવૃત્તિના પ્લાનિંગ (Retirement Planning) વિશે ઘણા મોડેથી વિચારવાનું શરૂ કરે છે. પરંતુ જો તમે નિવૃત્તિ સમયે મોટું ફંડ ઈચ્છો છો તો તમારે તે માટે જલ્દી પ્લાનિંગ શરૂ કરી દેવું જોઈએ.

5 વર્ષ 5% અને 5 કરોડ, આ છે SIP 'ત્રિપલ 5'વાળી ટ્રિક, દર મહિને મળશે અઢી લાખનું પેન્શન!

નવી દિલ્હીઃ મોટા ભાગના લોકો નિવૃત્તિ પ્લાનિંગ વિશે ખુબ મોડેથી વિચારે છે. પરંતુ જો તમારે સારૂ અને મોટું ફંડ બનાવવું છે તો તમારે નોકરી શરૂ કર્યાના તબક્કાથી આ વિશે વિચારવું જોઈએ. આવું એટલા માટે કારણ કે નિવૃત્તિ પ્લાનિંગમાં મોટું કોર્પસ કમ્પાઉન્ડિંગની મદદથી જમા થાય છે. અહીં ધ્યાન રાખવાની વાત છે કે કમ્પાઉન્ડિંગની અસલી તાકાત ત્યારે દેખાય છે, જ્યારે લાંબા સમય સુધી રોકાણ કરવામાં આવે. આવો આજે તમને જણાવીએ એસઆઈપી સાથે જોડાયેલી એક એવી ટિપ્સ, જેમાં ત્રિપલ 5ની ટ્રિક કામ કરે છે.

સૌથી પહેલા કેટલાક માપદંડ જાણી લો, જેનાથી આ ટ્રિકને સરળતાથી સમજી શકો. માની લો કે અત્યારે તમારી ઉંમર 25વર્ષ છે અને તમે દર મહિને 1000 રૂપિયા એસઆઈપી હેઠળ જમા કરી રહ્યાં છો. અહીં અમે તે પણ માની રહ્યાં છીએ કે તમને તમારા રોકાણ પર નિવૃત્ત થવા સુધી આશરે 11-12 ટકાનું એવરેજ રિટર્ન મળશે. આવો હવે સમજીએ કઈ રીતે કામ કરે છે ત્રિપલ 5ની ફોર્મ્યુલા.

શું છે ત્રિપલ 5ની ફોર્મ્યુલા?
ત્રિપલ 5ની ફોર્મ્યુલામાં પ્રથમ 5નો મતલબ છે પાંચ વર્ષ પહેલા નિવૃત્ત થવું. તો બીજા 5નો અર્થ છે કે તે માટે તમારે દર વર્ષે તમારી એસઆઈપીમાં પાંચ ટકાનો વધારો કરવો પડશે. તો ત્રીજા 5નો અર્થ છે કે જો તમે આ રીતે સતત રોકાણ કરો છો તો 55 વર્ષની ઉંમરે તમારી પાસે 5 કરોડ રૂપિયાનું કોર્પસ જમા થઈ જશે. એટલે કે એસઆઈપીમાં એક નાનો ફેરફાર કરી તમે સમય પહેલા નિવૃત્તિ લઈ શકો છો.

આ પણ વાંચોઃ Budget 2024: બજેટમાં મોદી સરકાર મહિલાઓ માટે કરશે મોટી જાહેરાત! લોન્ચ કરશે ખાસ યોજના

એક ઉદાહરણથી સમજો
ચાલો ધારીએ કે તમે દર મહિને રૂ. 1000 (વાર્ષિક 12000) ની SIP કરો છો અને દર વર્ષે તેમાં 5% વધારો કરો છો, જેના પર તમને સરેરાશ 11% વળતર મળી રહ્યું છે. આમ કરવાથી 30 વર્ષમાં એટલે કે 55 વર્ષની ઉંમર સુધી તમારું કુલ રોકાણ લગભગ 95.67 લાખ રૂપિયા થઈ જશે. ચક્રવૃદ્ધિની તાકાતને કારણે, તમને લગભગ રૂ. 4.25 કરોડનું વ્યાજ મળશે. આ રીતે તમારું કુલ ભંડોળ 5.20 કરોડ રૂપિયા થશે.

નિવૃત્તિ બાદ કેટલું બનશે પેન્શન?
જો તમારા નિવૃત્ત થવા સમયે એફડી પર માત્ર 6 ટકા વ્યાજ મળે છે, તો પણ તમને સારૂ પેન્શન મળશે. આ રીતે 5.20 કરોડ રૂપિયા પર તમને 6 ટકા પ્રમાણે આશરે 31.20 લાખ રૂપિયા મળશે. એટલે કે તમને દર મહિને આશરે 2.60 લાખ રૂપિયા મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More