Home> Business
Advertisement
Prev
Next

આરબીઆઇએ HDFC Bank પર લગાવ્યો 1 કરોડ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ

ભારતીય રિઝર્વ બેંકે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવી દીધો છે. આ દંડ છેતરપિંડી વિશે સૂચના ન આપવા અને અન્ય નિર્દેશોનું અનુપાલન ન કરવાને લઇને કરવામાં આવ્યો છે. આરબીઆઇએ કહ્યું કે દંડ કેટલાક આયતકો દ્વારા વિદેશી મુદ્વા મોકલવા માટે નકલી બિલ એન્ટ્રીઓ જમા કરવવા સાથે જોડાયેલ છે.

આરબીઆઇએ HDFC Bank પર લગાવ્યો 1 કરોડ રૂપિયાનો દંડ, જાણો શું છે કારણ

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવી દીધો છે. આ દંડ છેતરપિંડી વિશે સૂચના ન આપવા અને અન્ય નિર્દેશોનું અનુપાલન ન કરવાને લઇને કરવામાં આવ્યો છે. આરબીઆઇએ કહ્યું કે દંડ કેટલાક આયતકો દ્વારા વિદેશી મુદ્વા મોકલવા માટે નકલી બિલ એન્ટ્રીઓ જમા કરવવા સાથે જોડાયેલ છે.
 
કેંદ્વીય બેંકે પોતાની વેબસાઇટ પર લખ્યું છે, 'આ સંદર્ભમાં તપાસ દ્વારા આરબીઆઇએ પોતાના ગ્રાહકોને જાણે (કેવાઇસી)/મની લોડ્રીંગ નિવારણ (એએમએલ) તથા છેતરપિંડી વિશે સૂચના આપવાને લઇને નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું છે. 
 
આ સંદર્ભમાં એચડીએફ બેંકને નોટીસ જાહેર કરવામાં આવી અને પૂછવામાં આવ્યું કે નિર્દેશોનું પાલન ન કરવાને લઇને કેમ તેના પર નાણાકીય દંડ ફટકારવામાં આવે. ટોચની બે6કના અનુસાર એચડીએફસી બેંકે જવાબ પર વિચાર કર્યા બાદ ગત ગુરૂવારે દંડ લગાવ્યો. આ દરમિયાન એચડીએફસી બેંકે એક નિવેદનમાં કહ્યું કે ''તેણે પોતાની આંતરિક નિયંત્રણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે જરૂરી પગલાં ભર્યા છે જેથી આવી વસ્તુઓ પુનરાવર્તિ કરી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More