Home> Business
Advertisement
Prev
Next

રેપો રેટની સીધી અસર હોમ લોન પર થશે, એક ક્લિકમાં જાણો રેપો રેટનું ગણિત...

Repo Rate : ગત વર્ષ 2022ના  મે મહિનાથી અત્યારસુધીમાં 2.10 ટકાનો વધારો થયો છે. મે 2022માં રેપો રેટ 4.40 ટકા હતો તે લગભગ 10 મહિના બાદ એટલે કે, ફેબ્રુઆરી 2023માં 6.50 ટકા સુધી પહોંચી ગયો છે

રેપો રેટની સીધી અસર હોમ લોન પર થશે, એક ક્લિકમાં જાણો રેપો રેટનું ગણિત...

Repo Rate : RBI એટલે કે ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર રેપો રેટમાં વધારો કર્યો છે. 8 ફેબ્રુઆરી 2023ના રેપો રેટમાં ફરી 0.25 ટકાનો વધારો થયો છે. ગત વર્ષ 2022ના  મે મહિનાથી અત્યારસુધીમાં 2.10 ટકાનો વધારો થયો છે. મે 2022માં રેપો રેટ 4.40 ટકા હતો તે લગભગ 10 મહિના બાદ એટલે કે, ફેબ્રુઆરી 2023માં 6.50 ટકા સુધી પહોંચી ગયો છે ત્યારે રેપો રેટ વધવાથી શું અસર થશે તેના વિશે જાણો. 

શું છે રેપો રેટ?  

આ પણ વાંચો :

LIC એ અદાણી ગ્રુપના શેર ખરીદવા પર સરકારને આપી સ્પષ્ટતા, રોકાણમાં નિયમોનું પાલન કર્યુ

Post Office ની આ સ્કીમમાં પૈસા લગાવશો તો મળશે મોટો ફાયદો, સરકારે આપી જાણકારી!

સૌથી પહેલા તો રેપો રેટ શું છે તે જાણવું જરૂરી છે. આ એક એવો રેટ છે કે, જે રેટ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, વ્યાવસાયિક બેન્કો જેમ કે, SBI, ICICI, HDFC, PNB જેવી તમામ બેંકોને પૈસા આપે છે. એટલે કે, આ તમામ બેન્કો પોતાના ગ્રાહકોને પૈસા આપવા માટે RBI પાસેથી લોન લે છે... રેપો રેટનો મતલબ રિપર્પઝ એગ્રીમેન્ટ યા રિપપર્ઝ ઓપ્શન થાય છે. મહત્વની વાત એ છે કે, કેન્દ્રીય બેન્ક મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રેપો રેટનો ઉપયોગ કરતી હોય છે.

રેપો રેટ વધવાથી શું અસર થાય છે? 
તો સૌથી મહત્વની વાત એ છે કે, રેપો રેટ વધ ઘટની સીધી અસર તમારા હોમલોનના EMI પર થશે. જો રેપો રેટ વધે તો માત્ર હોમ લોન જ નહી. પર્સનલ લોન, બિઝનેસ લોન, કાર લોન જેવી તમામ લોનના વ્યાજદર પર રેપો રેટના વધારાની અસર પડે છે. એટલે કે, જો રેપો રેટ વધ્યો તો સમજી લો કે, વ્યાજર દર વધ્યો અને જો રેપો રેટ ઘટ્યો તો લોનનો વ્યાજ દર ઘટ્યો છે. 

આ પણ વાંચો :

અદાણીની સૌથી મોટી કંપનીને ફક્ત 105 મિનિટમાં 45 હજાર કરોડનો ફાયદો

અદાણીનું જોરદાર કમબેક..સતત તૂટ્યા બાદ હવે શેરમાં તોફાની તેજી, રોકાણકારો ખુશખુશાલ

વ્યાજદર 9 ટકા સુધી પહોંચી જવાની શક્યતા
આજે વધેલા રેપો રેટ બાદ એ વાત નિશ્ચિત છે કે, હોમ લોનના વ્યાજ દર લગભગ 9 ટકા સુધી પહોંચી જશે. જો તમે પણ હોમ લોન લીધી છે તો, તેના EMI પર અસર થશે. એવું થઇ શકે કે, તમારું EMI ન વધે પરંતુ જ્યારે તમે હોમ લોનની ડિટેલ માંગશો તો તેમા દેખાશે કે, EMI એટલું જ છે.. પરંતુ તમારી પ્રિંસિપલ એમાઉન્ટ ઓછી થઇ હશે. એનો સીધો મતલબ એવો કે, હોમ લોન ચુકવવાના સમયગાળામાં વધારો થયો છે. 

હવે રેપો રેટના વધારાની અસર મોંઘવારી પર ઉલટી પડે છે... સામાન્ય રીતે રેપો રેટ ઓછો થાય તો મોંઘવારી વધે છે. પરંતુ જેમ-જેમ રેપો રેટ વધે છે તેમ તેમ મોંઘવારીનો દર ઓછો થાય છે... જો કે, દર વખતે આવું શક્ય નથી.. કારણ કે, મોંઘવારી માટે અન્ય કારણો પણ જવાબદાર હોય છે એટલે સીધી વાત એ છે કે, રેપો રેટ વધ્યો એટલે લોનનો હપ્તો વધ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More