Home> Business
Advertisement
Prev
Next

આ શરતો પૂરી કરનારને મળશે રિલાયન્સ જિયો નવો ફોન, જાણો શું છે ખાસ?

રિલાયન્સ જિયોએ મોન્સૂન હંગામા એક્સચેન્જ ઓફર અંતર્ગત 501 રૂપિયામાં જૂનો ફોન બદલી આપવાની જાહેરાત કરી હતી. 

આ શરતો પૂરી કરનારને મળશે રિલાયન્સ જિયો નવો ફોન, જાણો શું છે ખાસ?

નવી દિલ્હી : રિલાયન્સ જિયોએ મોન્સૂન હંગામા એક્સચેન્જ ઓફર અંતર્ગત 501 રૂપિયામાં જૂના ફોનને બદલી નવા ફિચર્સનો ફોન આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આમાં એક શરત છે. આ માટે બિલ જરૂરી છે. કંપનીએ પોતાની વેબસાઇટ પર જૂના ફોનને બદલવા માટેની શરતોની વિગતે જાણકારી આપી છે. આ માટે ફોનધારકો jio.com પર વધુ જાણકારી મેળવી શકે છે. 

કંપનીના અનુસાર મોન્સૂન હંગામા ઓફર અંતર્ગત નવો જિયો ફોન માત્ર 501 રૂપિયામાં મેળવી શકાશે. આ 501 રૂપિયા ત્રણ વર્ષ બાદ પરત કરાશે. પરંતુ એ માટે પણ કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. આ યોજનાનો લાભ એ લોકો જ ઉઠાવી શકશે કે જેઓ ચાલુ હાલતમાં જૂનો ફોન, બેટરી અને ચાર્જર સાથે લઇ જશે. 

શું છે શરત?
વો જિયો ફોન મેળવવા માટે કંપનીએ પહેલી શરત એ રાખી છે કે જૂનો ફોન વર્કિંગ કન્ડિશનમાં હોવો જોઇએ અને 3.5 વર્ષથી જૂનો ન હોવો જોઇએ. આ ફોન કોઇ રીતે ડેમેજ ન હોવો જોઇએ. ફોનની સાથે બેટરી, ચાર્જર પણ આપવાનું રહેશે. ટેલીકોમ કંપનીઓ દ્વારા લોક ફોન સ્વીકારવામાં નહીં આવે. 

ઓછા દરનો નવો પ્લાન
પનીના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે અનુભવ્યું છે કે, કેટલાક ગ્રાહકો એવા પણ છે કે જેમને ડેટાની જરૂર છે અને એમને ઓછા દરવાળો પ્લાન જોઇએ. આ કારણે જ અમે 99 રૂપિયામાં 28 દિવસનો નિ:શુલ્ક વોયસ કોલ, પ્રતિ દિન 0.5 જીબી ડેટા અને 300 એસએમએસ આપી રહ્યા છીએ. આ લોકોનો ફોનનો ખર્ચ અંદાજે 50 ટકા સુધી ઘટી જશે. 

નવા ત્રણ ફિચર્સ મળશે
લના જિયો ફોનમાં જિયો મ્યુઝિક, જિયો સિનેમા સહિત તમામ ફિચર્સ છે. પરંતુ આ ફેસબુક, યૂટ્યૂબ, વોટ્સએપને સપોર્ટ કરતો ન હતો. પરંતુ હવે આ ફોનમાં પણ ત્રણ ફિચર્સ મળશે. અત્યાર સુધી આ સુવિધા માત્ર સ્માર્ટફોનમાં જ ઉપલબ્ધ હતી. પરંતુ જિયો ફોનથી તમે આ ત્રણેય ફિચર્સને 15 ઓગસ્ટથી એક્સચેન્જ કરી શકશો. જૂના ગ્રાહકોનો ફોન જાતે જ અપડેટ થઇ જશે. 

નવા ફોનના ફિચર્સ
સિંગલ સિમ, 512 MB રેમ, 4 GB ઇન્ટરનલ સ્ટોરેજ, 128 GB સુધી એક્સપ્લાન્ડેબલ મેમરી, 2000 mAH બેટરી, 2 મેગાપિક્સલ રીયર કેમેરા અને VGA ફ્રન્ટ ફેસિંગ કેમેરા, FM, બ્લૂટૂથ, GPS, Wi-Fi, NFC સપોર્ટ અને વોટ્સએપ, ફેસબુક અને યૂટ્યૂબ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More