Home> Business
Advertisement
Prev
Next

ઘણા દિવસો પછી આવી Jio ની ધમાકેદાર ઓફર, બધા પ્લાનમાં મળશે આ ફાયદો

આ ફાયદો કેટલાક સિલેક્ટેડ રિચાર્જ પેક પર જ મળશે. 12 જૂનના રોજ સાંજે 4 વાગે શરૂ થનાર જિયોની આ ઓફર 30 જૂન સુધી ઉપલબ્ધ રહેશે.

ઘણા દિવસો પછી આવી Jio ની ધમાકેદાર ઓફર, બધા પ્લાનમાં મળશે આ ફાયદો

નવી દિલ્હી: યૂજર્સ માટે સસ્તા અને વ્યાજબી પ્લાન લોંચ કરનાર રિલાયન્સ જિયો (Reliance Jio) એ પોતાના યૂજર્સ માટે ઘણા દિવસો પછી ધમાકેદાર ઓફર રજૂ કરી છે. જિયોના નવ ડબલ ધમાકા ઓફર (Jio Double Dhamaka Offer) માં યૂજર્સને દરરોજ 1.5 GB એક્સટ્રા ડેટા આપવામાં આવશે. જોકે આ ફાયદો કેટલાક સિલેક્ટેડ રિચાર્જ પેક પર જ મળશે. 12 જૂનના રોજ સાંજે 4 વાગે શરૂ થનાર જિયોની આ ઓફર 30 જૂન સુધી ઉપલબ્ધ રહેશે. રિલાયન્સ જિયો દ્વારા લોંચ કરવામાં આવેલી આ નવી ઓફરને એરટેલના 149 રૂપિયાવાળા પ્લાનમાં કરેલા ફેરફારનો જવાબ ગણવામાં આવે છે.

પેન ડ્રાઇવ વડે હેક થઇ જાય છે ATM મશીન, હેકર્સ આ રીતે કાઢી લે છે બધા પૈસા  

એરટેલના પ્લાનનો જવાબ
તમને જણાવી દઇએ કે થોડા દિવસો અગાઉ એરટેલે 149 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યા છે. આ પ્લાનમાં પહેલાં દરરોજ1 GB ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેદ કોલિંગની સુવિધા મળતી હતી. ફેરફાર બાદ એરટેલે 149 રૂપિયાવાળા પ્લાનમાં 1 GB ની સાથે અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપી રહ્યું છે. જાણકારોને આશા છે કે એરટેલના આ પ્લાનને ટક્કર આપવા માટે જિયો નવી ઓફર લઇને આવ્યું છે. જિયો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હવે રિલાયન્સ જિયોના પેકમાં દરરોજ 1.5 GB ડેટા એક્સટ્રા આપવામાં આવશે. તમે તેને એ પ્રકારે પણ કહી શકો કે પહેલાં જે રિચાર્જ પર 1.5 GB ડેટા મળતો હતો, હવે તેના પર 3 GB ડેટા આપવામાં આવશે.
fallbacks

આ રીતે મળશે ફાયદો
જિયોના નવા અપડેટ અનુસાર 149, 349, 399 અને 449 રૂપિયાવાળા પેકમાં દરરોજ 1.5 GB ડેટા આપવામાં આવતો હતો. આ પ્રકારે 198, 398, 448 અને 498 રૂપિયાવાળા રિચાર્જમાં હવે પહેલાં કરતાં વધુ દરરોજ 3.5 GB સુધી ડેટા આપવામાં આવશે. પહેલાં ચાર ચારેય પ્લાનમાં કંપની દરરોજ 2 GB ડેટા પોતાના યૂજર્સને ઓફર કરે છે.
fallbacks

રિલાયન્સ જિયોના 299 રૂપિયાવાળા પેકમાં મળનાર ડેટા હવે 3 GBથી વધારીને 4.5 GB સુધી થઇ ગયો છે. તો બીજી તરફ 509 રૂપિયાવાળા રીચાર્જમાં 4 GB દરરોજના બદલે દરરોજ 5.5 GB ડેટા મળશે. આ પ્રકારે 799 રૂપિયાવાળા પ્લાનામાં 5 GB ડેટા મળતો હતો, પરંતુ હવે તે 1.5 GB વધારીને 6.5 GB ડેટા મળશે. આ ઉપરાંત જિયોએ 300 રૂપિયાથી વધુ બધા રીચાર્જ પર 100 રૂપિયાની છૂટ આપવાની પણ જાહેરાત કરી છે. 300 રૂપિયાથી ઓછા પ્લાનના રિચાર્જ કરતાં 20 ટકાની છૂટ મળશે. આ છૂટ માયજિયો એપ અને ફોનપે વોલેટના માધ્યમથી રિચાર્જ કરતાં મળશે.       

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More