Home> Business
Advertisement
Prev
Next

એક ક્લિકમાં વાંચો બિઝનેસના Top 10 Tranding News

મહિદ્વાએ પોતાની નવી 7 ગેર વાળી એસયુવી Alturas G4 લોંચ કરી તો મારૂતિ કંપની ભારતની સૌથી ફેમસ ફેમિલી કાર Maruti Alto 800 બંધ કરવાની જાહેરાત કરી. તો સરકારે પાન કાર્ડને લઇને 5 ડિસેમ્બરથી નવા નિયમો લાગૂ કરવાની જાહેરાત કરી.

એક ક્લિકમાં વાંચો બિઝનેસના Top 10 Tranding News

આ અઠવાડિયામાં બિઝનેસ, ઓટો, ટેક્નોલોજીની દુનિયામાં કેવી હલચલ રહી છે, માર્કેટમાં ઓટો ક્ષેત્રે કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં મહિદ્વાએ પોતાની નવી 7 ગેર વાળી એસયુવી Alturas G4 લોંચ કરી તો મારૂતિ કંપની ભારતની સૌથી ફેમસ ફેમિલી કાર Maruti Alto 800 બંધ કરવાની જાહેરાત કરી. તો સરકારે પાન કાર્ડને લઇને 5 ડિસેમ્બરથી નવા નિયમો લાગૂ કરવાની જાહેરાત કરી. આ ઘણા બધા સમાચારો સતત ચર્ચામાં છવાયેલા રહ્યા હતા ત્યારે અમે આજે તમારી સમક્ષ આવા જ Top 10 Tranding News લઇને આવ્યા છીએ. માત્ર એક ક્લિકમાં છેલ્લા બે દિવસોથી Tranding માં રહેલા 10 સમાચારો વાંચી શકો છો. 

મહિન્દ્રાએ લોન્ચ કરી 7 ગેર વાળી એસયુવી Alturas G4, ફીચર્સ છે દમદાર
નવી દિલ્હી: દેશની અગ્રણી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra)એ નવી એસયુનવીને ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. મહિન્દ્રાની નવી એસયુવીનું નામ Alturas G4 છે. નવી એસયુવી Alturas G4 ટૂ વ્હીલ અને ફોર વ્હીલ વેરિએેન્ટમાં આવશે. 

PAN કાર્ડના નવા નિયમ 5 ડિસેમ્બરથી થશે લાગુ, જાણો શું પડશે તકલીફ
આવતા મહિને પાન કાર્ડ સંબંઘિત નિયમોમાં બદલાવ થવાના છે. આયકર વિભાગે પાનને લઇને નિયમોનો એક સેટ તૈયાર કર્યો છે. નવા નિયમ આગામી 5 ડિસેમ્બર 2018થી લાગૂ કરી દેવામાં આવશે. નવા નિયમ અનુસાર એવી નાણાંકીય સંસ્થાઓ જે ચાલુ નાણાંકીય વર્ષમાં 2.5 લાખ અથવા તેના કરતા વધારેનું લેણ-દેણ કરે છે. તેમની માટે પાન નંબર અનિવાર્ય થઇ જશે.
fallbacks

1 લાખ રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30 હજારની આવક
જો તમે ઓછું અનવેસ્ટમેન્ટમાં કોઇ બિઝનેસ શોધી રહ્યો છો તો આ સમાચાર તમારા માટે જ છે. જે બિઝનેસ અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ તેના માટે ઇનવેસ્ટમેન્ટથી અલગ જરૂરીયાત છે કે તમારી પાસે નાની જગ્યા હોય અને તેમારો કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઇએ. આ બિઝનેસને તમે નાના પાયે શરૂ કર્યા બાદ ધીરે-ધીરે આગળ વધારી શકો છો. આ બિઝનેસમાં નફાનો સારો મળે છે. 

તગડા પગાર સાથે નીકળી છે TISSમાં સોફ્ટવેર વિભાગમાં નોકરીઓ
ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS)એ પોતાના આઈટી સર્વિસ મેનેજમેન્ટ સેન્ટર માટે નોકરીઓની તક ખુલ્લી મૂકી છે. ટીઆઈએસએસ જે પદ માટે અરજીઓ મંગાવી છે, તેમાં સીનિયર સોફ્ટવેર ડેવલપર, સોફ્ટવેર ડેવલપર, સોફ્ટવેર એડમિનિસ્ટ્રેટિવ, વેબ ડેવલપર, સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટર છે. આ ફિલ્ડમાં નોકરી શોધી રહેલા લોકો માટે આ એક  ઉજળી તક છે. 

બંધ થઈ રહી છે ભારતની સૌથી ફેમસ ફેમિલી કાર Maruti Alto 800
મધ્યમ વર્ગની મનપસંદ અને ઓછી કિંમતના સેગમેન્ટમાં સૌથી વધુ ફેમસ એવી Maruti Suzuki Alto 800 હવે ટૂંક સમયમાં જ વિતેલા જમાનાની વાત બની જશે, ભારતીય સડકો પર દોડતી આ કારનું પ્રોડક્શન કંપનીએ 2019થી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

1 જાન્યુઆરીથી 22 હજારથી 5 લાખ સુધી મોંઘી થશે કાર, જાણો કારણ
જાપાનની વાહન નિર્માતા કંપની ટોયોટો (Toyoto) ની ભારતીય એકમ ટોયોટો કિર્લોસ્કર મોટર ઇન્ડિયા 1 જાન્યુઆરી 2019થી પોતાના વાહનોની કિંમતોમાં ચાર ટકાનો વધારો કરશે. કંપની દ્વારા મંગળવારે કહ્યું હતું કે રૂપિયામાં ઘટાડાથી તેની મેન્યુફેંક્ચરીંગ કોસ્ટ વધી રહી છે, આ કારણ કંપનીએ ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
fallbacks

Mutual Fund માંથી પૈસા કાઢવામાં નહી લાગે સમય, જાણો શું છે સરળ રીત
બેંકોની ફિક્સડ ડિપોઝિટથી ઘણું સારું વળતર આપનાર ઇક્વિટી મ્યુચુઅલ ફંડ રોકાણકારોને ગમે છે. તેનું કારણ એ નથી કે તેમાં રોકાણ કરવું સરળ છે પરંતુ તેનાથી ઝટપટ પૈસા પણ નિકાળી શકો છો. જો તમે ફક્ત એટલા માટે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરતા નથી કે તેમાં પૈસા કાઢવા મુશ્કેલ છે તો આવો અમે તમારી આ મુશ્કેલીને સરળ બનાવી દઇશું. તેની પ્રોસેસ ખૂબ જ સરળ છે. 

ગજબનો છે આ બેંકનો આઇડિયા, પગપાળા ચાલનારા સેવિંગ એકાઉંટ પર મળે છે 21%નું વ્યાજ
કદાચ તમને સાંભળીને આશ્વર્ય થશે, પરંતુ આ સાચું છે. યૂક્રેનમાં ત્યાંના મોનો બેંકે એક ખાસ પહેલ કરી છે. દેશમાં પગપાળા ચાલવાને પ્રોત્સાહન આપવા માટે બેંકે પોતાના વ્યાજદરને પગપાળા ચાલવા સાથે જોડી દેવામાં આવ્યું છે. તેમાં આ શરત રાખવામાં આવ્યું છે કે દરરોજ ઓછામાં ઓછા 10,000 પગલાં ચાલવા પડશે. મોનો બેંક હજુ ત્યાં નવી બેંક છે. તેની શરૂઆત 2015માં થઇ છે. ગત ત્રણ વર્ષોમાં બેંકે પોતાની સાથે પાંચ લાખ ગ્રાહકોને જોડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

EXCLUSIVE: બેંકમાં નહી લગાવવી પડે લાઇન, ઇરા કરશે મદદ, આવા છે ફિચર્સ
દિલ્હીના લોકોને ટૂંક સમયમાં HDFC બેંકની કેજી માર્ગ સ્થિત શાખા પહોંચશે તો ઇરા (ઇંટરેક્ટિવ રોબોટિક આસિસ્ટંટ) તેમનું સ્વાગત કરશે અને તેમને તેમની બેંકિંગ જરૂરિયાતો વિશે પૂછીને તેમની સમસ્યાનું સમાધાન કરશે. કોઇને એફડીના એટ જાણવા હોય અથવા કોઇ લોન પર વ્યાજ દર જાણવા હોય તો ઇરા બધુ જણાવશે.
fallbacks

HDFC બેંકે લોન્ચ કરી મોબાઈલ બેન્કિંગ એપ, સિક્યોર અને ઝક્કાસ છે ફિચર્સ
એચડીએફસી બેંકે આજે તેનું ભાવિ પેઢીનું મોબાઈલ બેન્કિંગ એપ રજૂ કર્યું, જે ઉપભોક્તાઓને ગમે ત્યાંથી તેમના બેન્ક ખાતાને આસાનીથી પહોંચ આપે છે. આ ભાવિ પેઢીનું એપ ગ્રાહકોને તેઓ જે રીતે જીવે છે તેમ બેંક વ્યવહાર કરવાની સુવિધા આપે છે. આ આસાન, જ્ઞાનાકાર નેવિગેશન છે અને તેમાં બહેતર સલામતી અને પહોંચ માટે બાયોમેટ્રિક લોગ ઈન જેવા ફીચર્સ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More