Home> Business
Advertisement
Prev
Next

ટૂંક સમયમાં જાહેર થશે 200-500 રૂપિયાની નવી નોટ, RBI એ જણાવ્યું શું હશે અલગ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) જલદી જ નવી 200 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરવા જઇ રહી છે. રિઝર્વ બેંકે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી (નવી)સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટોમાં સામાન્ય ફેરફાર એ હશે કે આ નોટો પર આરબીઆરના નવા ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. આ પહેલાંની નોટો પર ઉર્જિત પટેલની સહી છે. કેંદ્વીય બેંકે એ પણ કર્યું છે કે નવી નોટો આવતાં સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ ખરાબ થશે નહી. પરંતુ મહાત્મા ગાંધી (નવી) સીરીઝવાળા હાલની બધી નોટો માન્ય રહેશે. 

ટૂંક સમયમાં જાહેર થશે 200-500 રૂપિયાની નવી નોટ, RBI એ જણાવ્યું શું હશે અલગ

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) જલદી જ નવી 200 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરવા જઇ રહી છે. રિઝર્વ બેંકે ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. નવી નોટોને મહાત્મા ગાંધી (નવી)સીરીઝ હેઠળ લોન્ચ કરવામાં આવશે. નવી નોટોમાં સામાન્ય ફેરફાર એ હશે કે આ નોટો પર આરબીઆરના નવા ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. આ પહેલાંની નોટો પર ઉર્જિત પટેલની સહી છે. કેંદ્વીય બેંકે એ પણ કર્યું છે કે નવી નોટો આવતાં સિસ્ટમમાં ચાલી રહેલી જૂની નોટ ખરાબ થશે નહી. પરંતુ મહાત્મા ગાંધી (નવી) સીરીઝવાળા હાલની બધી નોટો માન્ય રહેશે.

GST સુવિધા કેંદ્વ ખોલીને કરો કમાણી, 12મી પાસ હોવું છે જરૂરી

પહેલા જેવી હશે નવી નોટોની ડિઝાઇન
આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે નવી નોટોની ડિઝાઇનમાં કોઇ ફેરફાર થશે નહી. પરંતુ તેની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જાહેર પૂર્વ બધી નોટોની માફક હશે. આ ઉપરાંત ફીચર્સમાં પણ કોઇ ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી.

100 રૂપિયાની નોટ થઇ ચૂકી છે જાહેર
રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં જ 100 રૂપિયાની નવી નોટ પણ જાહેર કરવામાં આવી હતી. આ 100 રૂપિયાની નોટ પર પણ ગર્વનર શક્તિકાંત દાસની સહીને અંકિત કરવામાં આવી હતી. જોકે નવી 100 રૂપિયાની નોટ આવ્યા બાદ જૂની નોટોને સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી નથી. મહાત્મા ગાંધી (નવી)સીરીઝની બધી નોટ માન્ય છે. 

ડિસેમ્બરમાં બન્યા હતા ગર્વનર
ડિસેમ્બર 2018માં ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ સરકારે આરબીઆઇ ગર્વનર તરીકે શક્તિકાંત દાસે પદભાર સંભાળ્યો હતો. તમને યાદ અપાવી દઇએ કે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીનો નિર્ણય કર્યો હતો. નોટબંધી બાદ આરબીઆઇ (RBI) દ્વારા 2000, 500, 200, 100, 50 અને 10 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને અમાન્ય ગણવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More