Home> Business
Advertisement
Prev
Next

દેશની ચાર બેંકોએ કર્યું નિયમોનું ઉલ્લંઘન, RBI એ ફટકાર્યો પાંચ કરોડનો દંડ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેકિંગ નિયમોના ઉલ્લંઘનને લઇને ભારતીય સ્ટેટ બેંક અને કોર્પોરેશન બેંક સહિત સાર્વજનિક ક્ષેત્રના ચાર બેંકો પર પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઇના વિભિન્ન દિશા-નિર્દેશોનું પાલન ન કરવા, અન્ય બેંકો સાથે શેર કરવા, ખાતાના પુનર્ગઠન સહિત અન્ય મુદ્દાઓને લઇને આ બેંકો પર દંડ લગાવવામાં આવ્યો છે. 

દેશની ચાર બેંકોએ કર્યું નિયમોનું ઉલ્લંઘન, RBI એ ફટકાર્યો પાંચ કરોડનો દંડ

મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેકિંગ નિયમોના ઉલ્લંઘનને લઇને ભારતીય સ્ટેટ બેંક અને કોર્પોરેશન બેંક સહિત સાર્વજનિક ક્ષેત્રના ચાર બેંકો પર પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઇના વિભિન્ન દિશા-નિર્દેશોનું પાલન ન કરવા, અન્ય બેંકો સાથે શેર કરવા, ખાતાના પુનર્ગઠન સહિત અન્ય મુદ્દાઓને લઇને આ બેંકો પર દંડ લગાવવામાં આવ્યો છે. આરબીઆઇએ કોર્પોરેશન બેંક પર બે કરોડ રૂપિયા અને સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા અને યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા પર એક-એક કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. 

SAMSUNG નો ફોલ્ડેબલ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, ફોનમાં હોઇ શકે છે 5G એન્ટીના

ઇલાહાબાદ બેંક પર દોઢ કરોડ દંડ
આ પહેલાં રિઝર્વ બેંકે બેકિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા પર ઇલાહાબાદ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, એચડીએફસી બેંક અને કોટક મહિંદ્બા બેંક સહિત 7 બેંકો પર દંડ લગાવ્યો હતો. આ નિર્ણયમાં આરબીઆઇએ ઇલાહાબાદ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક પર દોઢ-દોઢ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ ઉપરાંત નિયમોને ઉલ્લંઘન પર જ આંધ્રા બેંક પર એક કરોડનો દંડ લગાવ્યો હતો. 

દેશના અરબપતિ ગુજ્જુ બિઝનેસમેને સ્વિપર અને સિક્યોરિટી સાથે લંચ કરી પુરૂ પાડ્યું ઉદાહરણ

રિઝર્વ બેંકે એન્ટી મની લોન્ડરિંગ (એએમલ) માપદંડો અને ગ્રાહકને કેવાઇસી પર દિશાનિર્દેશોનું અનુપાલન નહી કરતાં એચડીએફસી બેંક, આઇડીબીઆઇ બેંક અને કોટક મહિંદ્વા બેંક પર 20-20 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. તો બીજી તરફ 8 જાન્યુઆરી (શુક્રવાર)એ ઇલાહાબાદ બેંક અને કોર્પોરેશન બેંક પર 3.5 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More