Home> Business
Advertisement
Prev
Next

રિઝર્વ બેંકની આઝાદી અને મૂલ્યોને જાળવી રાખીશું: શક્તિકાંત દાસ

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગર્વનર પદનો કાર્યભાર સંભાળ્યા બાદ શક્તિકાંત દાસ બુધવારે પહેલીવાર મીડિયા સાથે રૂબરૂ થયા. શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે બેંકની આઝાદી અને મૂલ્યોને જાળવી રાખીશું.

રિઝર્વ બેંકની આઝાદી અને મૂલ્યોને જાળવી રાખીશું: શક્તિકાંત દાસ

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગર્વનર પદનો કાર્યભાર સંભાળ્યા બાદ શક્તિકાંત દાસ બુધવારે પહેલીવાર મીડિયા સાથે રૂબરૂ થયા. શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે બેંકની આઝાદી અને મૂલ્યોને જાળવી રાખીશું. આ દરમિયાન તેમણે કહ્યું કે બેકિંગ સેક્ટર પર તાત્કાલિક ફોકસ કરીશું. આરબીઆઇ એક મહાન સંસ્થાન છે, તેની લાંબી અને સમૃદ્ધ વિરાસત છે. શક્તિકાંત દાસે કહ્યું કે બધા મુદ્દાઓનો અભ્યાસ કરવામાં સમય લાગશે. આજના સમયમાં નિર્ણય લેવો વધુ જટિલ થઇ જશે. બધા ભાગીદારો પાસેથી સલાહ ખૂબ મહત્વપૂર્ણ છે. તેનાથી મુદ્દાઓને લઇને અમારી સમજ સારી થશે. 

સરકારી બેંકોના એમડી અને સીઇઓની સાથે બેઠક આવતીકાલે
શક્તિકાંત દસે કહ્યું કે હું આવતીકાલે એટલે કે ગુરૂવારે સરકારી બેંકોના એમડી અને સીઇઓ સાથે મુંબઇમાં એક બેઠક બોલાવી છે. આ પહેલાં બુધવારે સવારે શક્તિકાંત દાસે ગર્વનર પદનો કાર્યભાર ગ્રહણ કર્યો. કાર્યભાર ગ્રહણ કર્યા બાદ શક્તિકાંત દાસે એક ટ્વિટ કરી કહ્યું કે 'ભારતીય રિઝર્વ બેંકના ગર્વનરની જવાબદારી સંભાળી, તમારી શુભેચ્છાઓ માટે ધન્યવાદ.' નાણામંત્રી અરૂણ જેટલીએ શક્તિકાંત દાસને આરબીઆઇના ટોચના પદ માટે 'યોગ્ય સાખ'વાળા વ્યક્તિ ગણાવ્યા. 

BIG NEWS: પેટ્રોલ-ડીઝલમાં મળી મોટી રાહત, પેટ્રોલ 10.76 રૂપિયા થયું સસ્તુ

નાણા સચિવ પણ રહી ચૂક્યા છે દાસ
પૂર્વ નાણા સચિવ અને નાણા પંચના સભ્ય શશિકાંત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના એકદમ વિશ્વાસપાત્ર છે. કેંદ્રીય આર્થિક બાબતોના સચિવના રૂપમાં શશિકાંત દાસ દેશના સૌથી શક્તિશાળી લોકોમાંના એક ગણવામાં આવે છે. જોકે તેમના કામથી પ્રભાવિત થઇને મોદી સરકારે નોટબંધી બાદ આર્થિક મામલાના સચિવ પદનો કાર્યકાળ ત્રણ મહિના માટે વધારી દીધો હતો. તે માર્ચ 2017માં નિવૃત થવાના હતા. તેમનો કાર્યકાળ 31 મે 2017 સુધી વધારી દેવામાં આવ્યો હતો. દાસના એક વરિષ્ઠ અને અનુભવી નોકરશાહ રહ્યા છે. તેમનો સમગ્ર જીવન લગભગ દેશના આર્થિક અને નાણાકીય મેનેજમેંટમાં પસાર થયું છે. ભલે તે ભારત સરકારના નાણા મંત્રાલયમાં કાર્યરત રહ્યા હોય અથવા તમિલનાડુમાં રાજ્ય સરકારની સાથે કામ કર્યું હોય.

બાળકોની ટ્યૂશન ફીને ના સમજો ખર્ચ, બચાવશે તમારા 3 લાખ રૂપિયા

દાસ ખૂબ જ વ્યવસાયિક વ્યક્તિ
અરૂણ જેટલીએ કહ્યું કે ઉર્જિત પટેલના રાજીનામા બાદ તેમની નિયુક્તિ જરૂરી હતી. તેમના મુજબ શક્તિકાંત દાસ આ કામ માટે યોગ્ય વ્યક્તિ છે. તે મજબૂત વ્યવસાયિક વ્યક્તિ છે અને ઘણી સરકારો સાથે કામ કરી ચૂક્યા છે. નોટબંધી વખતે શક્તિકાંત દાસ ઘણીવાર મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે સતત સરકારના વલણનું સમર્થન કર્યું હતું. શક્તિકાંત દાસની દલીલ હતી કે નોટબંધીથી કાળુનાણું અને ભ્રષ્ટાચાર દૂર કરવામાં મદદ મળશે. પરંતુ આરબીઆઇના ગર્વનર તરીકે ઘણા મોટા પડકારો તેમની સામે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More