Home> Business
Advertisement
Prev
Next

હવે, બજારમાં આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ

ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી ચલણી નોટ બજારમાં મુકવા જઇ રહી છે. નવી નોટ પર ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. કેન્દ્રિય બેંકના એક નિવેદનમાં કહેવાયું છે કે, રિઝર્વ બેંક મહાત્મા ગાંધીના ફોટા સાથેની 10 રૂપિયાની નવી નોટ જારી કરશે.

હવે, બજારમાં આવશે 10 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) 10 રૂપિયાની નવી નોટ જારી કરવા જઇ રહી છે. નવી નોટ પર આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસની સહી હશે. કેન્દ્રિય બેંકના એક નિવેદનમાં કહેવાયું છે કે, મહાત્મા ગાંધીજીના ફોટા સાથેની 10 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. કેન્દ્રિય બેંકે કહ્યું કે, પૂર્વમાં જારી 10 રૂપિયાની નોટ ચલણમાં યથાવત રહેશે. 

RBI આ નોટ પણ જારી કરશે
નવા આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસની સહીવાળી મહાત્મા ગાંધીના ફોટા સાથેની ન્યૂ સીરિઝમાં 200 અને 500 રૂપિયાની પણ નવી નોટ જારી કરવાની ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઇ તરફથી 20 રૂપિયાની નોટ જારી કરવાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ આરબીઆઇએ એ પણ સ્પષ્ટતા કરી છે કે હાલની ચલણી નોટ યથાવત રહેશે. 

કેવી હશે 20 રૂપિયાની નોટ?
RBI તરફથી આપવામાં આવેલ વિગતે અનુસાર 20 રૂપિયાની નવી નોટ લીલા રંગના શેડમાં પીળાશ પડતી હશે. આ નોટ અંદાજે 29 મીમી લંબાઇ અને 63 મીમી પહોળી હોઇ શકે છે. નોટના પાછળના ભાગમાં ઇલોરાની ગુફાઓનું ચિત્ર અપાયું છે કે જે દેશની સંસ્કૃતિને પ્રદર્શિત કરશે. સાથોસાથ સ્વચ્છ ભારતનો સંદેશો પણ હશે. 

નોટ પર આ હશે ફિચર
નવી નોટના આગળના ભાગમાં મહાત્મા ગાંધીનું ચિત્ર છે. તો આગળના ભાગે નોટનું મૂલ્ય હિન્દી, અંગ્રેજી આંકડામાં લખ્યું છે. ભારતીય રિઝર્વ બેંક, ભારત, India અને 20 માઇક્રો લેટર્સના રૂપમાં હશે. નોટના આગળના ભાગમાં ગારંટી ક્લોઝ, ગર્વનરની સહી, નોટની જમણી બાજુ અશોક સ્તંભ હશે. આરબીઆઇના પ્રતિક ચિહ્ન મહાત્મા ગાંધીની તસ્વીર હશે. નોટનો નંબર ડાબી તરફ વધતા આકારમાં છપાયેલો છે.

લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More