Home> Business
Advertisement
Prev
Next

RBIના ડે.ગવર્નર વિરલ આચાર્યએ કાર્યકાળ પૂરો થયા પહેલા જ આપી દીધુ રાજીનામું

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ રાજીનામું આપી દીધુ છે. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે આચાર્યે પોતાનો કાર્યકાળ પૂરો થાય તેના છ મહિના પહેલા જ રાજીનામું આપી દીધુ છે. જો કે આરબીઆઈના સૂત્રોએ હજુ સુધી તેમના રાજીનામાની વાતની ખરાઈ કરી નથી. કહેવાય છે કે સોમવાર બપોર સુધીમાં આરબીઆઈ આ અંગે અધિકૃત નિવેદન બહાર પાડી શકે છે. 

RBIના ડે.ગવર્નર વિરલ આચાર્યએ કાર્યકાળ પૂરો થયા પહેલા જ આપી દીધુ રાજીનામું

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ રાજીનામું આપી દીધુ છે. ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે આચાર્યે પોતાનો કાર્યકાળ પૂરો થાય તેના છ મહિના પહેલા જ રાજીનામું આપી દીધુ છે. જો કે આરબીઆઈના સૂત્રોએ હજુ સુધી તેમના રાજીનામાની વાતની ખરાઈ કરી નથી. કહેવાય છે કે સોમવાર બપોર સુધીમાં આરબીઆઈ આ અંગે અધિકૃત નિવેદન બહાર પાડી શકે છે. 

વિરલ આચાર્યે 2017માં આરબીઆઈ જોઈન કરી હતી અને તેમનો 3 વર્ષનો કાર્યકાળ જાન્યુઆરી 2020માં પૂરો થવાનો હતો. તેમના રાજીનામાની ખરાઈ થયા બાદ આરબીઆઈમાં ટોચના સ્તરે બે પદ ખાલી થશે. વિરલ આચાર્યના રાજીનામા વચ્ચે એનએસ વિશ્વનાથન 3 જુલાઈ 2019ના રોજ રિટાયર થઈ રહ્યાં છે. વિરલ આચાર્ય મોનિટરી પોલીસી, રિસર્ચ અને નાણાકીય સ્થિરતા સંલગ્ન  બાબતો પર ધ્યાન રાખતા હતાં. વિશ્વનાથન બેંકિંગ રેગ્યુલેશન અને રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઈનચાર્જ છે. 

જુઓ LIVE TV

આ રીતે આરબીઆઈમાં છ મહિનાની અંદર આ બીજું હાઈ પ્રોફાઈલ રાજીનામું છે. ડિસેમ્બરમાં ગવર્નર ઉર્જિત પટેલે સરકાર સાથે મતભેદોના પગલે પોતાનો કાર્યકાળ પૂરો થાય તેના 9 મહિના અગાઉ જ રાજીનામું આપી દીધુ. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2016માં ઉર્જિત પટેલના ગવર્નર બન્યા બાદ વિરલ આચાર્યને તેમની જગ્યાએ ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરાયા હતાં. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હતો. તેમના રાજીનામાની સાથે જ આરબીઆઈમાં હવે 3 ડેપ્યુટી ગવર્નર રહ્યાં છે. એનએસ વિશ્વનાથન, બીપી કાનૂનગો અને એમ કે જૈન.

(ઈનપુટ: ન્યૂઝ એજન્સી PTI)

બિઝનેસના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More