Home> Business
Advertisement
Prev
Next

RBI એ વધુ એક કો-પરેટિવ બેંક લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, ગ્રાહકો પર પડશે મોટી અસર

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) કો-ઓપરેટિવ બેંકોના સંચાલનની રીતભાત પર સખતાઇ બતાવી રહી છે. પીએમસી બેંક બાદ સતત દેશના અલગ-અલગ શહેરોમાં સ્થિત એવી બેંકો પર સંચાલન કરવા પર પ્રતિબંધ લગાવી રહ્યો છે.

RBI એ વધુ એક કો-પરેટિવ બેંક લગાવ્યો છ મહિનાનો પ્રતિબંધ, ગ્રાહકો પર પડશે મોટી અસર

મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) કો-ઓપરેટિવ બેંકોના સંચાલનની રીતભાત પર સખતાઇ બતાવી રહી છે. પીએમસી બેંક બાદ સતત દેશના અલગ-અલગ શહેરોમાં સ્થિત એવી બેંકો પર સંચાલન કરવા પર પ્રતિબંધ લગાવી રહ્યો છે. ગુરૂવારે કેંન્દ્રીય બેંકના કાનપુર સ્થિત પીપુલ્સ કો-ઓપરેટિવ બેંકની નબળી નાણાકીય સ્થિતિના કારણે તેના ઉપર છ મહિના માટે નવી લોન આપવા અને જમા સ્વિકાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

ગ્રાહક નહી નિકાળી શકે પૈસા
રિઝર્વ બેંકે કહ્યું કે સહકારી બેંકમાંથી કોઇ જમાકર્તાને રાશિ ઉપાડવાની સુવિધા હાલ નહી મળે. આરબીઆઇએ એક નોટિફિકેશનમાં કહ્યું કે ''10 જૂન 2020ના રોજ વ્યવસાય બંધ થયા બાદ, બેંક રિઝર્વ બેંકની લેખિત પરવાનગી વિના કોઇ નવી લોન આપવા અથવા જૂના બાકીને નવીકૃત નહી કરી શકે. આ ઉપરાંત બેંક કોઇ નવી ડિપોઝીટ નહી કરી શકે અને ના તો કોઇ વિડ્રોલ કરી શકે. 

બેંકને સંપત્તિ વેચવા પર પ્રતિબંધ
રિઝર્વ બેંકએ સહકારી બેંકની ઉપર કોઇ સંપત્તિ વેચવા, સ્થળાંતરિત કરવા અથવા તેને ઉકેલવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે ''ખાસકરીને તમામ બચત બેંક અથવા ચાલુ ખાતા અથવા જમાકર્તાના કોઇપણ અન્ય ખાતામાં કુલ શેષ રાશિને કાઢવાની અનુમતિ આપી ન શકાય. આ નિર્દેશ 10 જૂનના રોજ કારોબાર બંધ થયાના છ મહિના બાદ લાગૂ રહેશે અને સમીક્ષાના આધીન હશે. 

લાઇસન્સ નહી થાય રદ
જોકે રિઝર્વ બેંકે એ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દેશને સહકારી બેંક અથવા બેંકિંગ લાઇસન્સ રદ કરવાના રૂપમાં નહી લેવામાં આવે. બેંક પોતાની નાણાકીય સ્થિતિમાં સુધાર થાય ત્યાં સુધી પ્રતિબંધો સાથે બેંકિંગ વ્યવસાય ચાલુ રાખશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More