Home> Business
Advertisement
Prev
Next

ઈન્ટર્નશિપ કરવા ટાટામાં આવ્યા હતા, આજે રતન ટાટાનો રાઈટ હેન્ડ બની સંભાળી રહ્યાં છે કંપનીની કમાન

ટાટા-સાઇરસ મિસ્ત્રી વિવાદને કારણે ટાટા સન્સના ચેરમેનના રૂપમાં એન ચંદ્રશેખરન (Tata Group Chairman N Chandrasekaran)ને કમાન સોંપવામાં આવી હતી. તેમણે કંપનીને નવા મુકામ પર પહોંચાડી છે. આજે કંપનીની વેલ્યૂ 128 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. 

ઈન્ટર્નશિપ કરવા ટાટામાં આવ્યા હતા, આજે રતન ટાટાનો રાઈટ હેન્ડ બની સંભાળી રહ્યાં છે કંપનીની કમાન

નવી દિલ્હીઃ ટાટા ગ્રુપની કમાન સંભાળી રહેલા એન ચંદ્રશેખરન (N Chandrasekaran)આજે ભલેટાટા સન્સના ચેરમેન છે, પરંતુ તેમની ટાટાની સાથે શરૂઆત ઈન્ટર્નશિપ સાથે થઈ હતી. છેલ્લા સાત વર્ષથી તેઓ ગ્રુપની કમાન સંભાળી રહ્યાં છે. એટલું જ નહીં ચંદ્રશેખરનને રતન ટાટાના રાઇટ હેન્ડ પણ માનવામાં આવે છે. તેમના પર રતન ટાટા ખુબ વિશ્વાસ કરે છે.

ટાટા-સાઇરસ મિસ્ત્રી વિવાદને કારણે ટાટા સન્સના ચેરમેનના રૂપમાં એન ચંદ્રશેખરન (Tata Group Chairman N Chandrasekaran) ને કમાન આપવામાં આવી હતી. તેમણે કંપનીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. આજે કંપનીની વેલ્યૂ 128 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. વર્ષ 2019માં ચંદ્રશેખરનનું વેતન 65 કરોડ રૂપિયા વાર્ષિક હતું. ત્યારબાદ વર્ષ 2021-2022માં તેમનો પગાર વધારી 109 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. તે સમયે ચંદ્રશેખરન દેશમાં સૌથી વધુ વેતન મેળવનાર બિઝનેસ એક્ઝીક્યુટિવમાં પ્રથમ નંબર પર હતા. 

આ પણ વાંચોઃ INVESTMENT: 21 વર્ષની ઉંમરમાં તમારૂ બાળક હશે કરોડપતિ અને તમને કહેશે Thank You

પાંચ વર્ષમાં ટાટા ગ્રુપનું રેવેન્યૂ 6.73 લાખ કરોડ રૂપિયાથી લઈને 9.44 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું હતું. ગ્રુપનો નફો વર્ષ 2017માં 36728 કરોડ રૂપિયા હતો. જે ચંદ્રશેખરનના કમાન સંભાળવા દરમિયાન 2022માં 64267 કરોડ રૂપિયા પહોંચી ગયો હતો.

કઈ રીતે શરૂ થઈ સફર
કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ વર્ષ 1987માં ચંદ્રશેખરે ટીસીએસમાં ઈન્ટર્ન તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પ્રતિભા, મહેનતની મદદથી સતત સફળતા હાસિલ કરી છે. ત્યારબાદ વર્ષ 2007માં તેમને કંપનીના બોર્ડમાં સામેલ કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ચીફ ઓપરેટિંગ ઓફિસરનું પદ આપવામાં આવ્યું હતું. વર્ષ 2009માં તેમને ટીસીએસના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. તે ટાટા ગ્રુપના સૌથી યુવા સીઈઓ બન્યા હતા. 

તમિલનાડુમાં એક ખેડૂત પરિવારના ઘરમાં વર્ષ 1963ના એન ચંદ્રશેખરનો જન્મ થયો હતો. તેઓ અભ્યાસમાં ખુબ મહેનતી હતા. આ સાથે તે પોતાની ફિટનેસને લઈને પણ ખુબ સજાગ હતા. નોકરી દરમિયાન ખુબ મહેનત છતાં તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હતા. ભલે ઓફિસમાં મોડી રાત સુધી કામ કરતા પરંતુ દરરોજ સવારે 4 વાગ્યો દોડવા જરૂર જતા હતા.

આ પણ વાંચોઃ 1000 રૂપિયાને 3 વર્ષમાં બનાવ્યા 87000, 48 પૈસાથી 60 રૂપિયા પહોંચ્યો શેર

પરિવારમાં કોણ-કોણ છે?
એન ચંદ્રશેખરની પત્નીનું નામ લલિતા છે. તેમના પુત્રનું નામ પ્રણવ ચંદ્રશેખરન છે. તેમની પાસે કરોડોની સંપત્તિ છે. આજના સમયમાં તેમનું વાર્ષિક પેકેજ 100 કરોડ રૂપિયાથી વધુ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More