Home> Business
Advertisement
Prev
Next

રેલવેને ખોટ, 13 લાખ કર્મચારીઓના પગાર-ભથ્થાંમાં થઈ શકે છે ઘટાડો


લૉકડાઉનને કારણે રેલવેની સ્થિતિ ખરાબ છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે ટીએ, ડીએ સહિત ઓવરટાઇમ ડ્યૂટીના ભથ્થાંને સમાપ્ત કરી દેવામાં આવશે.
 

રેલવેને ખોટ, 13 લાખ કર્મચારીઓના પગાર-ભથ્થાંમાં થઈ શકે છે ઘટાડો

નવી દિલ્હીઃ લૉકડાઉનને કારણે યાત્રી ટ્રેનો બંધ છે, જેથી રેલવેને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેવામાં રેલ મંત્રાલય 13 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના વેતન તથા ભથ્થાંમાં કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવી  રહ્યું છે કે ટીએ, ડીએ સહિત ઓવરટાઇમ ડ્યૂટીના ભથ્થાંને સમાપ્ત કરી દેવામાં આવશે. તે પ્રમાણે ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને ટ્રેન ચલાવવા પર પ્રતિ કિલોમીટરના હિસાબથી મળતું ભથ્થું મળશે નહીં. 

લૉકડાઉનને કારણે ભારતીય રેલવે પહેલાથી ગંભીર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓવરટાઇમ ડ્યૂટી માટે મળનારા ભથ્થામાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. મેલ-એક્સપ્ેસના ડ્રાઇવર અને ગાર્ડને 500 કિલોમીટર પર મળનારા 530 રૂપિયાના ભથ્થામાં 50 ટકાના ઘટાડાનું સૂચન છે. 

સાથે રેલકર્મિઓના વેતમાં છ મહિના લુધી ઘટાડો કરવાની ભલામણ કરી છે. તેમાં 10 ટકાથી 35 ટકા સુધીનો ઘટાડો સંભવ છે. એટલું જ નહીં, દર્દી દેખરેખ, કિલોમીટર સહિત નોન પ્રેક્ટિસ ભથ્થામાં એક વર્ષ સુધી 50 ટકાનો ઘટાડો કરી શકાય છે. જો કર્મચારી એક મહિનો ઓફિસ આવતા નથી તો ટ્રાન્સપોર્ટ ભથ્થું 100 ટકા કાપી લેવામાં આવશે. 

આ સિવાય અન્ય પ્રકારના ભથ્થાં આપવામાં આવે છે. બાળકોના શિક્ષણ માટે 28 હજાર રૂપિયા મળે છે, તેની સમીક્ષા કરવાની હજુ બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More