Home> Business
Advertisement
Prev
Next

કોરોના મહામારીમાં 1.40 લાખ સરકારી નોકરીઓની આવી બમ્પર તક, આજે જ ફોર્મ ભરો

કોરોના કાળમા પણ જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છો તો હવે તમને તક મળવા જઈ રહી છે. ભારતીય રેલવેએ લાખો વેકેન્સી કાઢી છે. રેલવેએ અંદાજે 1.40 લાખ વેકેન્સી કાઢી છે. જે સેફ્ટી અને નોન સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં છે. સાથે જ આ સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થશે. 

કોરોના મહામારીમાં 1.40 લાખ સરકારી નોકરીઓની આવી બમ્પર તક, આજે જ ફોર્મ ભરો

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના કાળમા પણ જો કોઈ વ્યક્તિ સરકારી નોકરી મેળવવા ઈચ્છે છો તો હવે તમને તક મળવા જઈ રહી છે. ભારતીય રેલવેએ લાખો વેકેન્સી કાઢી છે. રેલવેએ અંદાજે 1.40 લાખ વેકેન્સી કાઢી છે. જે સેફ્ટી અને નોન સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં છે. સાથે જ આ સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થશે. 

તમામ કેટેગરીમા નીકળી છે નોકરી
અમારી સહયોગી વેબસાઈટ zeebiz.com અનુસાર, રેલવેના સેફ્ટી કેટરિંગમાં 72274 પદ પર નોન સેફ્ટી કેટરીંગમાં 68366 પદ છે. તમામ પદ માટે ઓનલાઈન ફોર્મ માંગવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રેલવેએ રિક્રુટમેન્ટ સેલ RRC) એ ઈસ્ટર્ન રેલવેમાં એક્ટ એપ્રેન્ટિસ ( Act Apprentice) માટે વેકેન્સી કાઢી છે. આ વેકેન્સીમાં રેલવેએ 2792 પદ પર ફોર્મ મંગાવ્યા છે. ઉમેદવાર 9 જુલાઈ, 2020 સુધી વેકેન્સી પર એપ્લાઈ કરી શકે છે.  

CM રૂપાણી પહોંચ્યા સુરત, અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાને કન્ટ્રોલ કરવો મોટી ચેલેન્જ 

ફરીથી થઈ રહી છે ભરતી પ્રક્રિયા
આ ભરતી પ્રોસેસમાં સામેલ થવા માટે ઓનલાઈન આવેદન કરવાનું છે. ઓનલાઈન આવેદનની પ્રોસેસ 25 જૂન, 2020ના રોજ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ પદ પર નોકરી માટે કોઈ પરીક્ષા નહિ લેવામાં આવે. મેરિટના આધાર પર ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે. 

10મા જરૂરી છે 50 ટકા
વેકેન્સી પર એપ્લાઈ કરવા માટે સૌથી પહેલા ઉમેદવારોની પાસે 10 ધોરણમાં ઓછામાં ઓછા 50 ટકા અંક હોવા જરૂરી છે. કેન્ડિડેટ્સની પાસે એનસીવીટી/એસસીવીટીની તરફથી જાહેર નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે. સાથે જ વેલ્ડર, શીટ મેટલ વર્કર, લાઈનમેન, વાયરમેન, કારપેન્ટર, પેન્ટર (જનરલ) પદો માટે 8મી પાસની સાથે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ આવશ્યક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More