Home> Business
Advertisement
Prev
Next

Indian Railways: દિવાળી પર લાખો રેલવે કર્મચારીઓને લાગશે લોટરી! બોનસમાં થશે 28200 રૂપિયાનો વધારો?

Railway Employees Bonus: રેલવે કર્મચારીઓના યુનિયને અશ્વિની વૈષ્ણવને મળી દિવાળી પર અપાતા બોનસની ગણતરી સાતમાં પગાર પંચ અનુસાર કરવાની ભલામણ કરી છે. સરકાર તરફથી તેના પર નિર્ણય લેવામાં આવ્યો તો એક કર્મચારીને ઓછામાં ઓછા 28200 રૂપિયાનો ફાયદો થશે.

Indian Railways: દિવાળી પર લાખો રેલવે કર્મચારીઓને લાગશે લોટરી! બોનસમાં થશે 28200 રૂપિયાનો વધારો?

7th Pay Commission: જો તમે ખુદ રેલવેમાં નોકરી કરો છો કે તમારા પરિવારના કોઈ સભ્યો રેલવેમાં છે તો  આ સમાચાર તમારા માટે છે. રેલવે કર્મચારીઓના એક ગ્રુપએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને બોનસ (PLB)ની ગણતરી છઠ્ઠા પગાર પંચની જગ્યાએ સાતમાં પગાર પંચના આધારે કરવાની વિનંતી કરી છે. ભારતીય રેલવે કર્મચારી મહાસંઘ) (IREF) ના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંહે વર્તમાન વર્તમાન બોનસ છઠ્ઠા પગાર અનુસાર લઘુત્તમ વેતન 7,000 રૂપિયા મહિના પ્રમાણે છે. પરંતુ સાતમાં પગાર પંચ અનુસાર લઘુત્તમ વેતન 18000 રૂપિયા છે. તે રેલવે કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2016થી મળી રહ્યું છે.

કર્મચારીઓની મહેનતથી રેલવેની આવકમાં વધારો થયો
તેમણે કહ્યું 7000 રૂપિયા મિમિનમ પગારના આધાર પર PLB ની ગણતરી કરવી કર્મચારીઓ સાથે અન્યાય છે. ઘણા IREF સભ્યોએ કહ્યું કે કોવિડ મહામારીમાં દેશવ્યાપી તાળાબંધી દરમિયાન જ્યારે લોકો પોતાના ઘરની બહાર નહોતા નિકળી રહ્યાં તે સમયે રેલવે કર્મચારીઓએ ટ્રેનોની અવરજવર નક્કી કરી. ક્વાર્ટર રિપોર્ટથી સ્પષ્ટ છે કે ત્યારબાદ રેલવેની આવકમાં જબરદસ્ત વધારો થયો છે. તમને જણાવી દઈએ કે રેલવે તરફથી કોવિડ દરમિયાન સીનિયર સિટીઝનને અપાતી છૂટ બંધ કરવાની અસર રેલવેની કમાણી પર પડી છે. 

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જલ્દી થશે 4% નો વધારો! આટલો વધશે પગાર

રેલવે કર્મચારીઓને મળે છે 78 દિવસનું બોનસ
IREF તરફથી ભાર આપવામાં આવ્યો કે સરકારી નિર્દેશો અનુસાર રેલવે કર્મચારીઓને 78 દિવસની બેસિક સેલેરી બરાબર  PLB બોનસ મળવું જોઈએ. પરંતુ વર્તમાન ચુકવણી 7000 રૂપિયાના આધાર પર માત્ર 17951 રૂપિયા કરવામાં આવે છે. સિંહે જણાવ્યું કે સાતમાં પગાર પંચ હેઠળ રેલવેમાં લઘુત્તમ મૂળ પગાર 18000 રૂપિયા છે. તેથી 78 દિવસનું 17951 રૂપિયા બોનસ ખુબ ઓછું છે. વધતી મોંઘવારી વચ્ચે આ ખુબ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે 18000 રૂપિયા બેસિક પગાર પ્રમાણે 78 દિવસનું બોનસ 46159 રૂપિયા થાય છે.

કઈ રીતે થશે 28200 રૂપિયાનો ફાયદો?
જો સરકાર તરફથી સાતમાં પગાર પંચ અનુસાર 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવે તો દરેક કર્મચારીને ઓછામાં ઓછા (46,159-17,951)=28,208 રૂપિયાનો ફાયદો થશે. રેલવે કર્મચારી સંઘ તરફથી પત્રના માધ્યમથી કરવામાં આવેલી વિનંતીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રેલવે કર્મચારી મહાસંઘ તમને વિનંતી કરે છે કે બધા રેલવે કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસની ગણતરી સાતમાં પગાર પંચના પગાર પ્રમાણે કરો. તેનાથી આવનાર તહેવારને ખુશીથી મનાવી શકાશે અને રેલવેને ઓપરેટ કરવા અને મેન્ટેનન્સમાં પોતાનું મહત્વનું યોગદાન આપવાનું યથાવત રાખશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More